વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 8 | Science & Technology General Knowledge (281 to 320 Que)
281) હાસ્ય વાયુ | લાફીંગ ગેસ અન્ય કયા નામે ઓળખાય છે? (GPSC Class-2, 2018)
– નાઈટ્ર્સ ઓક્સાઇડ
282) એલ.પી.જી. (LPG) માં મુખ્યત્વે ……… નો સમાવેશ થાય છે. (GPSC Class-2, 2018)
– મિથેન, બ્યુટેન અને પ્રોપેન
283) …..રોકવા ડબલ ફોર્ટિફાઇડ મીઠું વપરાય છે.
– ગોઈટર અને આર્યનની ઉણપનો એનિમિયા
284) “Googol” શું છે? (GPSC Class-1-2, 2017)
– સર્ચ એન્જીન
285) NIHONIUM, MOSCOVIUM, TENNESSINE અને OGANESSON ………….. છે. (GPSC Class-1-2, 2017)
– આવર્તકોષ્ટકમાં નવા તત્વો
286) એક્સ-રે એટલે….. (GPSC Class-1, 2018)
– ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો
287) ઘરેણાની બનાવટમાં ધાતુને સોના સાથે ભેળવવામાં આવે છે. (GPSC Class-1, 2018)
– તાંબું
288) હાલમાં “મેધા” સમાચારોમાં છે, તે …….. છે. (GPSC Class-1, 2018)
– ભારતીય બનાવટની ટ્રેન
289) કેલ્વિન ચક્ર શું છે? (GPSC Class-2, 2017)
– હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર
290) મેરી સ્કોડોવસ્કા ક્યૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબેલ પારિતોષિક ઈ.સ. 1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ બીજું નોબેલ પારિતોષિક રસાયણવિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું? (GPSC Class-2, 2017)
– ઈ.સ. 1911
291) મિસાઈલ, હવાઈ જહાજ વગેરેની ઝડપ માપવા માટે “મેક (Mach)” એકમનો ઉપયોગ થાય છે. તેના સંદર્ભમાં “મેક-3 (Mach-3) ની ઝડપ શું સૂચવે છે? (GPSC Class-2, 2017)
– ધ્વનિની ગતિથી ત્રણ ગણી ઝડપ
292) હવા અને દરિયાઈ સફરનું અંતર સમુદ્રી માઈલ (નોટિકલ માઈલ)થી માપવામાં આવે છે, એક સમુદ્રી માઈલ બરાબર …….. (GPSC Class-1, 2018)
– 1,852 કિ.મી.
293) બોક્સાઈટમાંથી એલ્યુમિનિયમ નિષ્કર્ષણ કરવાની પ્રક્રિયાને ……… કહેવાય છે. (GPSC Class-1, 2018)
– ઇલેક્ટ્રોલાઇસિસ
294) TV નું રીમોટ કંટ્રોલ કયા તરંગોથી ચાલે છે? (GPSC Class-1, 2018)
– ઇન્ફ્રારેડ તરંગો
295) સિફિલિસ / ઉપદંશ જાતિય સંક્રમણ રોગ છે, જે ……… થી થાય છે. (GPSC Class-1, 2018)
– સૂક્ષ્મ જંતુ (બેક્ટેરિયા)
296) ……. એ સેક્સ હોર્મોન્સ છે. (GPSC Class-1, 2018)
– સ્ટેરોઇડ્સ
297) ઇટાઈ-ઇટાઈ (itai itai) …… દ્વારા ઉત્પન્ન થતો રોગ છે. (GPSC Class-1, 2018)
– કૈડમિયમ વિષાકતન
298) નોન સ્ટીક કુકીંગ’’(Non stick cooking) વાસણો માટે જે કોટીંગ (coating) વાપરવામાં આવે છે તે શેનું બનેલ છે? (GPSC Class-2, 2018)
– ટેફલોન (Teflon)
299) …….. ના કારણે AB લોહી ગ્રુપ વાળાને સાર્વતિરક ગ્રહણ કરનાર કહેવામાં આવે છે. (GPSC Class-1, 2018)
– વ્યક્તિમાં એન્ટિબોડીના અભાવ
300) લાલ રક્તકણો (RBC) શેમાં બને છે? (GPSC Class-1, 2018)
– બેનમેરો
301) કઠણ પાણીને નરમ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે? (GPSC Class-1, 2018)
– સોડિયમ કાર્બોનેટ
302) સબમરીનમાંથી દરિયાની સપાટી પરના પદાર્થને શાની મદદથી જોઈ શકાય છે? (GPSC Class-1, 2018)
– પેરિસ્કોપ
303) જો આપણે કોઈ વિસ્તારની શિયાળાની રાત્રિની ઉષ્ણપ્રતિકૃતિ (થર્મલ ઈમેજ)ને તપાસીએ તો તેમાં જળાશયો ભૂમિ વિસ્તારની દેખાશે. (GPSC Class -1, 2, 2018)
– વધુ તેજસ્વી દેખાશે
304) વીજ ઉત્પાદન અને વિતરણ સંદર્ભે વ્હીલીંગ ચાર્જિસ એટલે…. (GPSC Class -1, 2, 2018)
– ટ્રાન્સમિશન લાઈન અથવા વીજ સંકલન ગ્રીડ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળ સુધી પહોંચાડવાની કિંમત
305) બ્યુરો ઓફ એનર્જી એફિશ્યન્સીની મુખ્ય ભૂમિકા ……. છે (GPSC Class -1, 2, 2018)
– ઉપકરણોના ધોરણો અને લેબલ તૈયાર કરવા તેમજ માન્યતા પ્રક્રિયાને સ્પષ્ટ કરવી
306) ભારતમાં, આપણાં ઘરોમાં લાક્ષણિક વિદ્યુત પરિમાણ ………. છે. GPSC Class -1, 2, 2018)
– 220V AC, 50 Hz આવર્તન
307) ઓ.આર.એસ. નું પુરૂં નામ.. (GPSC Class-1, 2018)
– ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુસન
308) ……… દુગ્ધ શર્કરા છે. (GPSC Class-1, 2018)
– લેક્ટોઝ
309) …… ચરબીદ્રાવ્ય વિટામીન છે. (GPSC Class-1, 2018)
– ટોકોફેરલ
310) વિટામીન B3(બી-3) ……… નામે ઓળખાય છે. (GPSC Class-1, 2018)
– નાયાસીન
311) સોના અને ચાંદીના શુદ્ધિકરણમાં કયો એસિડ વપરાય છે? (GPSC Class-1, 2018)
– નાઇટ્રિક એસિડ
312) પવનની ઝડપ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? (GPSC Class-1, 2018)
– એનિમોમીટર
313) મનુષ્ય દ્વારા સૌપ્રથમ કઈ ધાતુ ઉપયોગમાં લેવામાં આવી હતી? (GPSC Class-1, 2018)
– તાંબુ
314) પાણીની હાર્ડનેસનું કારણ – (GPSC Class-1, 2018)
– કેલ્શિયમ અને મેગ્નેશીયમના ક્ષાર
315) થર્મલ પાવર સ્ટેશનમાં વીજળી ઉત્પન્ન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? (GPSC Class-3, 2018)
– પાણીને ઉકાળીને
316) ફળોને શીતાગારમાં રાખવાથી તેમની આવરદા વધે છે કારણ કે…. (GPSC Class-3, 2018)
– શ્વસન પ્રક્રિયાનો દર ઘટે છે
317) વરસાદના પાણી કરતા નદીનું પાણી ભારે હોય છે કારણ કે…. (GPSC Class-3, 2018)
– તે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર ધરાવે છે
318) વીજળીનો ચમકારો એ કયા જૈવરાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે? (GPSC Class-3, 2018)
– નાઇટ્રોજન ચક્ર
319) ભારે પાણીમાં ………. અને ……. ની સાંદ્રતા વધુ હોય છે. (GPSC Class-3, 2018)
– કેલ્શિયમ અને મેગ્નેશિયમ
320) પિત્તળ એ ….. અને …… નું મિશ્રણ છે. (GPSC Class-3, 2018)
– તાંબા અને જસત