વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 6 | Science & Technology General Knowledge (201 to 240 Que)

વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 6 | Science & Technology General Knowledge (201 to 240 Que)

201) સામાન્ય સંજોગોમાં દરીયાના પાણીની ખારાશ (Salinity) કેટલી છે? (GPSC Class-2, 2017)

– 3.5%

202) જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે ત્યારે ‘આર્યન ઓક્સાઈડ’ (Iron Oxide) થાય છે. તેવા સંજોગોમાં… (GPSC Class-2, 2017)

– ખીલીના વજનમાં વધારો થાય છે.

203) ડેસીબલ (Decibel) એ શાની ગણતરી માટે ઉપયોગમાં લેવામાં આવે છે? (GPSC Class-2, 2017)

– અવાજની તીવ્રતા માપવા (Intensity of sound)

204) લાઈટ ઈયર ‘Light year’ એ કઈ બાબત માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? (GPSC Class-2, 2017)

– તારાઓ વચ્ચેનું અંતર માપવા માટે (Stellar Distance)

205) “પ્રકાશ સંશ્લેષણ” “Photosynthesis” ની પ્રક્રિયા ક્યારે સૌથી ઝડપી થાય છે? (GPSC Class-2, 2017)

– સફેદ લાઇટમાં 

206) બોરલોગ એવોર્ડ કયા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આપવામાં આવે છે? (GPSC Class-2, 2017)

– કૃષિ વિજ્ઞાન 

207) દ્રાવણમાં વિદ્યુતનું વહન …….. થી થાય છે. (GPSC Class-2, 2017)

– આયનોના સ્થળાંતર 

208) માનવ મગજમાં દષ્ટિ સંવેદનાનાં કેન્દ્રો કયા ખંડમાં આવેલાં હોય છે? (GPSC Class-2, 2017)

– અગ્રકપાલી ખંડમાં 

209)  પીવાના પાણીમાં ક્લોરાઈડનું ઇચ્છનીય પ્રમાણ કેટલા પીપીએમ (PPM) થી વધુ હોવું ન જોઈએ? (GPSC Class-2, 2017)

– 250

210) દરિયાની સપાટીથી કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરેલું છે? (GPSC Class-2, 2017)

– 500

211) પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલ આગ માટે અગ્નિશામક તરીકે શાનો ઉપયોગ થાય છે? (GPSC Class-2, 2017)

– કાર્બન ડાયોક્સાઇડ 

212) બાયો ગેસ (Bio gas)નું મુખ્ય ઘટક કયુ છે? (GPSC Class-2, 2017)

– મિથેન 

213) ધી પરસેક (The Parsec) એ શાનું એકમ છે? (GPSC Class-2, 2017)

– અંતર માપવા માટે 

214) “NABH” નું પ્રમાણપત્ર કઈ સંસ્થાને આપવામાં આવે છે? (GPSC Class-2, 2017)

– દવાખાનું અને હોસ્પિટલ 

215) વાતાવરણમાં નાયટ્રોજનનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે? (GPSC Class-2, 2017)

– 78%

216) સામાન્ય રીતે વિજળીના ગોળામાં (Bulb)) ક્યો વાયુ ભરવામાં આવે છે? (GPSC Class-2, 2017)

– નાઇટ્રોજન અને એગ્રીનિયોન 

217) એલ્યુમિનિયમનાં ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે? (GPSC Class-2, 2017)

– બોક્સાઈટ 

218) “લાઈટ ઈયર’(Light Year) નો ઉપયોગ ક્યા હેતુ સર કરવામાં આવે છે? (GPSC Class-2, 2017)

– અંતરની ગણતરી 

219) ધાતુની શુધ્ધતા ……. ની મદદથી નક્કી થઈ શકે છે. (GPSC Class-2, 2017)

– આર્કીમીડીઝનો સિદ્ધાંત 

220) લઠ્ઠા (દારૂ) કરુણાંતિકાઓમાં અંધત્વ તરફ દોરી જતું વાંધાજનક પદાર્થ છે. (GPSC Class-2, 2017)

– મિથાઇલ આલ્કોહોલ 

221) એક હોર્સ પાવર બરાબર કેટલા વોટ થાય? (GPSC Class-2, 2018)

– 747

222) ચૂંટણી સમયે આંગળી પર નિશાન કરવા માટે ઉપયોગમાં લેવાતી શાહીમાં શેનો ઉપયોગ થાય છે? (GPSC Class-2, 2018)

– સિલ્વર નાઇટ્રેટ 

223) સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદનમાં લોખંડમાં કાચી ધાતુ સાથે કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે? (GPSC Class-2, 2018)

– ક્રોમિયમ અને નિકલ 

224) સામાન્ય સંજોગોમા સમુદ્રના પાણીની ખારાશ (Salinity) કેટલી છે? (GPSC Class-2, 2018)

– 3.5%

225) ચિકિત્સા વૈજ્ઞાનિક(Medicine) અને ભૌતિકશાસ્ત્ર (Physics) માં નાના કણના ભ્રમણ અંગેના અભ્યાસને શુ કહેવાય છે? (GPSC Class-2, 2018)

– ક્વાન્ટમ મશીન્સ (Quantum Machines)

226) દૂર આવેલા તેજસ્વી પદાર્થો (Luminous Bodies) અને ફરનેશની ગરમી/તાપમાન શાનાથી માપવામાં આવે છે? (GPSC Class-2, 2018)

– પાયરોમીટર (Pyrometers)

227) ભોપાલ ખાતેની ઘટનામાં કયો વાયુ (Gas) જવાબદાર હતો? (GPSC Class-2, 2018) 

– મીથાઇલ આયસોસાઈનાઈટ (Methyl Isocyanate – MIC)

228) પેડીલૉજી (Pedology) વિજ્ઞાન શાની સાથે સંબંધ ધરાવે છે? (GPSC Class-2, 2018)

– ભૂમિવિજ્ઞાન 

229) ગ્રાફીન એટલે શું? (GPSC Class-2, 2018)

– કાર્બનના એક અણુની જાડી ફલક

230) વપરાશ કરે એના કરતાં વધુ બળતણ પેદા કરતા પ્રતિક્રિયાકારકને (રિએક્ટરને) શું કહેવાય છે? (GPSC Class-2, 2018)

– સંવર્ધક પ્રતિક્રિયાકારક 

231) સૂર્યમાં અણુ એકીકરણની પ્રક્રિયા માટે શું જરૂરી છે? (GPSC Class-2, 2018)

– ખૂબ ઊંચું તાપમાન અને ખૂબ ઊંચુ દબાણ

232) છોડ શિયાળામાં મરી જાય છે કારણ કે….. (GPSC Class-2, 2018)

– જલશોષણ થાય 

233) જ્યારે તરવૈયો પાણીને પાછળની તરફ ધકેલે છે, ત્યારે પાણી દ્વારા લાગતું બળ ………. માં હશે. (GPSC Class-2, 2018)

– આગળની દિશા 

234) માણેક અને નીલમને રાસાયણિક રીતે ……… તરીકે જાણવામાં આવે છે. (GPSC Class-2, 2018)

– એલ્યુમિનિયમ ઓક્સાઇડ 

235) અતિચાલકતામાં (સુપરકન્ડક્ટિવિટીમાં), પદાર્થની ચાલકતા/વાહકતા ……… થાય છે. (GPSC Class-2, 2018)

– અમર્યાદિત 

236) સમુદ્રની ઉંડાઈ માપવા (Depth of Sea) કયુ સાધન વપરાય છે? (GPSC Class-1, 2018)

– ફેધો મીટર (Fathometer)

237) વર્મી કલ્ચર ટેકનોલોજી (Vermiculture technology)નો ઉપયોગ શામાં કરવામાં આવે છે? (GPSC Class-1, 2018)

– ઓર્ગેનિક ફાર્મિંગમાં 

238) માણસ ખોટુ બોલે છે કે કેમ, તે ચકાસવા કયું ઉપકરણ વાપરવામાં આવે છે? (GPSC Class-1, 2018)

– પોલીગ્રાફ (Polygraph) 

239) પ્રવર્તમાન નિયમોની જોગવાઈ અનુસાર સવારના 6 થી રાત્રિના 10 વાગ્યા સુધી રહેણાંક વિસ્તારમાં ધ્વનિની નિર્ધારીત સીમા કેટલા ડેસિબલની છે? (GPSC Class-1, 2018)

– 55

240) છોડના પાંદડાઓ કોની ઘટથી ભૂરા થઇ જાય છે? (GPSC Class-1, 2018)

– મેંગેનીઝ

Leave a Comment