વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 4 | Science & Technology General Knowledge (121 to 160 Que)
121) વિજ ઢોળ ચડાવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે? (GPSC PI, 2017)
– જળ વિશ્લેષણ
122) બ્યુફોર્ટ સ્કેલનો ઉપયોગ ………. માફક અને નોંધણી માટે થાય છે. (GPSC PI, 2017)
– પવનની શક્તિના
123) રેફ્રીજરેટરમાં રેફ્રીજરન્ટ તરીકે વપરાતું પ્રવાહી હોય છે. (GPSC Class-1, 2020)
– પ્રવાહી એમોનિયા
124) વર્તમાન સમયની ટેકનોલોજીમાં વિધુત મોટર એ ……… થી કાર્યરત હોય છે. (GPSC Class – 1, 2020)
– તે AC કે DC Power દ્વારા કાર્યરત રહી શકે
125) વાયરસ (વિષાણુ)થી સંક્રમિત થયેલા શરીરના કોષો ……… નામના પ્રોટીનનું ઉત્પાદન કરે છે. (GPSC Class -1, 2020)
– Interferon
126) ગ્લાયકોજન એ ઘણીવાર …….. તરીકે ઓળખાય છે. (GPSC Class -1, 2020)
– પ્રાણીજ સ્ટાર્ચ
127) સૌ પ્રથમ વિસ્ફોટક (explosive) અંગેનો વિચાર અને તે માટે ડાયનામાઈટ (Dynamite)નું પેટન્ટ (Patent) કોણે નોંધાવેલું હતું? (GPSC Class -1, 2020)
– એ. નોબલ (A. Nobel)
128) બ્રોમાઈન (Bromine) શું છે? (GPSC Class-1, 2020)
– લાલ પ્રવાહી
129) ફેધમ નો ઉપયોગ ક્યાં કાર્યમાં થાય છે? (GPSC Class-1, 2020)
– ઊંડાઈ માપવા
130) ‘ગેલ્વેનાઇઝ આયર્ન શીટ’ (Galvanised iron sheet) ઉપર શાનો ઢોળ / કોટિંગ (coating) ચડાવવામાં આવે છે? (GPSC Class-1, 2020)
-જસત (Zinc)
131) કપડા ધોવાના ડીટરજન્ટ (Detergent)માં શેનો ઉપયોગ થાય છે? (GPSC Class-1, 2020)
– સલ્ફોનેટ (Sulphonates)
132) વલ્કેનાઈઝેશન (Vulcanisation)માં રબ્બરને કોની સાથે ગરમ કરવામાં આવે છે? (GPSC Class-1, 2020)
– સલ્ફર (Sulphur)
133) પરમાણુના નાભી કેન્દ્રમાં કયા ઘટક હોય છે? (GPSC Class-1, 2020)
– પ્રોટોન તથા ન્યુટ્રોન
134) સેન્ટીગ્રેડ અને ફેરનહાઈટ બંને થર્મોમીટર કયા ઉષ્ણતામાને એક સરખું તાપમાન બતાવે છે? (GPSC Class-1, 2020)
– -40 ડિગ્રી
135) કયા વિટામીનને તેની સક્રિયતા માટે કોબાલ્ટની જરૂર પડે છે? (GPSC Class-1, 2020)
– વિટામિન બી12
136) શૂન્ય ડિગ્રી સેલ્શીયસ ઉષ્ણતામાને પાણીનો બાઉલ અને બરફનો બાઉલ રાખવામાં આવે તો શું ફેરફાર થઇ શકે છે? (GPSC Class-1, 2020)
– કોઈ ફેરફાર થતો નથી
137) સૂકો બરફ (Dry ice) એ કોનું નક્કર સ્વરૂપ છે? (GPSC Class-1, 2020)
– કાર્બન ડાયોક્સાઇડ
138) આયોડીનયુક્ત મીઠામાં …….. હોય છે. (GPSC Class-1, 2017)
– પોટેશિયમ આયોડાઇડ
139) LASER નું પુરું નામ શું છે? (GPSC Class-1, 2017)
– Light Amplification by stimulated Emission of Radiation
140) હીરાની પરખ/ગણતરી કેરેટ આધારિત થાય છે, તો એક કેરેટ એટલે કેટલું વજન નિયત થયેલ છે? (GPSC Class-2, 2017)
– 0.2 ગ્રામ
141) વિનેગારનું રાસાયણિક નામ શું છે? (GPSC Class-2, 2017)
– ડાઇલ્યુટ એસિટિક એસિડ
142) 1 કિલોબાઈટમાં બીટની સંખ્યા કેટલી હોય છે? (GPSC Class-2, 2017)
– 8192
143) માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે? (GPSC Class-2, 2017)
– 5.7 લીટર
144) ક્યા પ્રકારની વર્ષામાં નીચે પડતા બરફ કણો પોચા કે અર્ધથીજેલી અવસ્થામાં હોય છે? (GPSC Class-2, 2017)
– સ્લીટ વર્ષા
145) પ્રણાલિગત રીત અર્થિંગ માટે ક્યા રંગનો વાયર વપરાય છે? (GPSC Class-2, 2017)
– લીલો
146) વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે? (GPSC Class-1, 2016)
– ઇલેક્ટ્રિક મોટર
147) એસિડવર્ષા (Acid-rain)માં વરસાદના પાણી સાથે ક્યો એસિડ જમીન પર પડે છે? (GPSC Class-1, 2016)
– સલ્ફ્યુરિક એસિડ
148) તાપ પ્રેરિત વિદ્યુત-ચૂંબકીય વિકિરણ પ્રક્રિયા (Thermal induced Electromagnetic Radiation) ને માપવા માટે યંત્ર વપરાય છે? (GPSC Class-2, 2016)
– બોલોમીટર
149) કૃત્રિમ વરસાદ માટે ક્યુ રસાયણ ઉપયોગમાં લેવાય છે? (GPSC Class-2, 2016)
– સિલ્વર આયોડાઇડ
150) પિરિયોડિક ટેબલ- ઘટક કોષ્ટકમાં છેલ્લે 118 નો અણુ-આંક (Atomic Number) ધરાવતા રસાયણ/ઘટકનું નામ શું છે? (GPSC Class-2, 2016)
– ઓગેનેસોન-Oganessonl
151) ટીઅર-ગેસનું રાસાયણિક નામ શું છે? (GPSC Class-2, 2016)
– આલ્ફા ક્લોરોએસિટોફેનન
152) ઘી (Ghee) માં થતી સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે ક્યુ રસાયણ વપરાય છે? (GPSC Class-2, 2016)
– પ્રવાહી આયોડીન
153) ‘ચંદ્રશેખર લિમિટ Chandrasekhar Limit’ શાને સંબંધિત છે? (GPSC Class-2, 2016)
– ક્યો તારો વ્હાઈટ વાર્ફ બનશે અને ક્યો તારો સુપરનોવા તે અંગેની તારાના દળની મર્યાદા
154) ‘‘સૂકો બરફ” (Dry Ice)એ રાસાયણિક રીતે શું છે? (GPSC Class-2, 2017)
– ઘન કાર્બન ડાયોક્સાઇડ
155) સૂર્યમાં કઇ પ્રક્રિયાથી ઊર્જા ઉત્પન્ન થાય છે? (GPSC Class-2, 2017)
– હાઇડ્રોજનના સંયોજનથી (સંલયન)
156) એક પુસ્તક અને ચાંદીનો ચમચો એક રૂમમાં પડેલા છે. ચાંદીના ચમચાને સ્પર્શ કરવાથી તે ઠંડો લાગે છે. કારણ કે …… (GPSC Class-2, 2017)
– ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે.
157) અવકાશયાત્રીને બહારનો અવકાશ કેવા રંગનો દેખાય છે? (GPSC Class-2, 2017)
– કાળો
158) હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે? (GPSC Class-2, 2017)
– નાઇટ્રોજન
159) માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? (GPSC Class-2, 2017)
– 46
160) એક્રોફોબીયા (Acrophobia) કઈ બાબત અંગેનો ડર છે? (GPSC Class-2, 2017)
– ઊંચાઈ