વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 3 | Science & Technology General Knowledge (81 to 120 Que)
81) અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે? (GPSC Class-1,2, 2001)
– ડેસીબલ
82) હૃદય સાથે કઈ બાબત સંગત છે? (GPSC Class-1,2, 2001)
– ECG
83) કઈ દવા મેલેરિયામાં વપરાય છે? (GPSC Class-1,2, 2001)
– કિવનાઈન
84) મેરીના કયા પ્રાણીની ઓલાદ છે? (GPSC Class-1,2, 2001)
– ઘેટું
85) ક્યું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે? (GPSC Class-1,2, 2001)
– બ્લેક બોક્સ
86) ભૂકંપની નોંધ ક્યું સાધન લે છે? (GPSC Class-1,2, 2001)
– સિસ્મોગ્રાફ
87) સૂર્ય મંડળનો સૌથી મોટો ગ્રહ કયો? (GPSC Class-1,2, 2001)
– ગુરુ
88) ચામાચીડિયા (Bats) અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ……… ઉત્સર્જિત (emit) કરે છે. (GPSC Class-1,2, 2016)
– અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો (Ultrasonic Sound Waves)
89) જ્યારે વહાણ નદીમાંથી દરિયામાં પ્રવેશે છે ત્યારે શું થાય છે? (GPSC Class-1,2, 2016)
– તે થોડુંક ઊંચું આવે છે
90) જે પ્રક્રિયા દ્વારા તત્ત્વ ઘન સ્વરૂપમાંથી સીધે-સીધુ વાયુ સ્વરૂપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે? (GPSC Class-1,2, 2016)
– ઉર્ધ્વપતન
91) સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર શા કારણે પહોળા પ્રસરે છે? (GPSC Class-1,2, 2016)
– વિવર્તન
92) વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે? (GPSC Class-1,2, 2016)
– પૃષ્ઠાણ
93) માનવના લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે? (GPSC Class-1,2, 2016)
– આલ્ડોસ્ટીરોન
94) ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા (ધોરણો) પ્રમાણે ઇચ્છનીય પી.એચ.(ph) નું પ્રમાણ ……….. છે. (GPSC Class-1,2, 2016)
– 6.5 – 8.5
95) વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે? (GPSC Class-1,2, 2016)
– નરમ પાણી (Soft Water)
96) કેલ્વિન કૂણો એકમ છે? (GPSC Class-1,2, 2016)
– તાપમાન
97) બીટીયુ (BTU) શેનું મેપ છે? (GPSC Class-1,2, 2016)
– ઉષ્મા
98) સૌથી મોટું માનવ રંગસૂત્ર ક્યુ છે? (GPSC Class-1,2, 2016)
– રંગસૂત્ર – 1
99) માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુ ને શું કહેવાય છે? (GPSC Class-1,2, 2016)
– સીસટોલિક પ્રેશર
100) મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે? (GPSC Class-1,2, 2016)
– ચાંદી
101) આધુનિક રેફ્રિજરેટરો સામાન્ય રીતે ક્યુ રેફ્રિજરેટર વાપરે છે? (GPSC Class-1,2, 2016)
– HFC – 134a
102) ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત દ્રવ્યનાં અન્ય બે સ્વરૂપો ઓળખાયો. (GPSC Class-1,2, 2016)
– પ્લાઝમા, બોઝ આઈન્ટાઇન કન્ડેનસેટ
103) વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયાને શું કહે છે? (GPSC Class-1, 2017)
– ઘનીભવન
104) વિદ્યુત ઉપકરણો માટે આજકાલ જાણીતો બનેલ LED શબ્દનું પૂર્ણ સ્વરૂપ શું છે? (GPSC Class-3, 2017)
– Light Emmiting Diode
105) મનુષ્યના વાળમાં ક્યુ પ્રોટીન હોય છે? (GPSC Class-3, 2017)
– કેરાટિન
106) રાંધણ ગેસ શેનું મિશ્રણ છે? (GPSC Class-3, 2017)
બ્યુટેન અને પ્રોપેન
107) એક ફે ધેમ = ………. (GPSC Class-3, 2017)
– 6 ફૂટ
108) માટી ખસેડવાના સાધન ઉપર ટૂંકાક્ષરો જે.સી.બી. (JCB) તે બનાવતી કંપનીના સ્થાપક છે. તેનું નામ શું છે? (GPSC Class-3, 2017)
– જોસેફ સીરિલ બામફોર્ડ
109) વીજળી વપરાશ બિલની આકારણી ”યુનિટ” વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય? (GPSC Class-3, 2017)
– 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
110) માણસ દ્વારા સાદુ મશીન ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે – (GPSC Class-1,2, 2017)
– સમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છે
111) પ્રકાશ શામાંથી પસાર થાય છે, ત્યારે સંપૂર્ણ આંતરિક પ્રતિબંધ શક્ય બને છે? (GPSC Class-1,2, 2017)
– હવામાંથી હીરામાં
112) સૌથી હલકુ, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતુ તત્વ કયું છે? (GPSC Class-1,2, 2017)
– હાઇડ્રોજન
113) વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે? (GPSC Class-1,2, 2017)
– યુડોમીટર
114) સ્વચ્છ આકાશ વાદળી /આસમાની (Blue) રંગનું શાને કારણે દેખાય છે? (GPSC Class-1,2, 2017)
– પ્રકાશનો વિક્ષેપ (Dispersion of Light)
115) કાગળનો માવો બનાવવા માટે કયા પ્રકારની કાચી સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે? (GPSC Class-1,2, 2017)
– પાપલર
116) બ્રેડ બનાવવા માટે યીસ્ટની ઉપયોગ થાય છે કારણ કે તે ……. ઉત્પન્ન કરે છે. (GPSC Class-1,2, 2017)
– કાર્બન ડાયોક્સાઇડ
117) ક્ષોભ આવરણમાં કાર્બન મોનોક્સાઈડ ની રાસાયણિક આયુ ……… છે. (GPSC PI, 2017)
– 30 થી 90 દિવસ
118) ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસ્વીરોમાં વાદળ સફેદ શા કારણે દેખાય છે? (GPSC PI, 2017)
– વિકિરણ
119) બીટી પાક શું ધરાવે છે? (GPSC PI, 2017)
– ક્રાયજનીન
120) ……….નું મુખ્ય કારણ અશ્મિભૂત બળતણનું દહન છે. (GPSC PI, 2017)
– સલ્ફર ડાયોક્સાઇડ પ્રદુષણ