One Liner GK in Gujarati Questions Answer | Part 5 | એક લાઈન ના સવાલ જવાબ (201 to 250)
201) ખેડા જિલ્લામાં સોલંકીયુગનું ક્યુ શિવાલય આવેલું છે?
– ગલતેશ્વર
202) સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વાર ડાયનાસોરના ઈંડા કઈ જગ્યાએ મળી આવ્યા હતા?
– રૈયાલી
203) ખેડા જિલ્લા માં ક્યાં ગરમ પાણીના ઝરા આવેલા છે?
– લસુંદ્રા
204) ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે?
– વાત્રક
205) ભમ્મરિયો કૂવો ખેડા જિલ્લામાં ક્યાં આવેલો છે?
– મહેમદાબાદ
206) ગાંધીનગરનું આયોજન કરનાર શિલ્પી…
– લિકા બુર્શીયર
207) અડાલજની વાવ કોણે બંધાવી હતી?
– વીરસિંહની રાણી ઋડાબાઈ + મહમંદ બેગડાના સમયમાં
208) સૌરાષ્ટ્રનું પેરિસ…
– જામનગર
209) રણમલ તળાવ અને માણેકબાઈ મુક્તિધામ ક્યાં શહેરમાં આવેલા છે?
– જામનગર
210) ટાટાનું કેમિકલ અને મીઠાનું કારખાનું કઈ જગ્યાએ આવેલું છે?
– મીઠાપુર
211) અડીકડીની વાવ , નવઘણ કૂવો અને નરસિંહ મહેતા ચોરો ક્યાં શહેરમાં આવેલા છે?
– જૂનાગઢ
212) ગીર જિલ્લાના ક્યાં સ્થળે ગરમ પાણીના સાત કુંડ આવેલા છે?
– તુલસીશ્યામ
213) આયુર્વેદિક યુનિવર્સીટી નું મુખ્ય મથક ક્યાં શહેરમાં આવેલું છે?
– જામનગર
214) સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે?
– હિરણ + કપિલા + સરસ્વતી
215) ભારતીય નૌકા સેન્યનું તાલીમકેન્દ્ર ક્યાં આવેલું છે?
– જામનગર – વાલસુરા
216) આદિવાસી વિદ્યાર્થીઓ માટે આશ્રમ શાળા ક્યાં આવેલી છે?
– આહવા
217) ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ક્યાં જિલ્લામાં આવેલું છે?
– ડાંગ
218) ‘સાપુતારા’ શબ્દનો અર્થ?
– સાપનું નિવાસ
219) ડાંગી પ્રજાનો સૌથી મોટો લોકોત્સવ…
– ડાંગ દરબાર
220) ગુજરાતનો સૌથી મોટો બોટોનિકલ ગાર્ડન (વનસ્પતિ ઉદ્યાન) ડાંગ જિલ્લામાં ક્યાં સ્થળે આવેલો છે?
– વઘઈ
221) કોને ડાંગનું પ્રવેશ દ્વાર ગણાય છે?
– વઘઈ
222) રતન મહાલ રીંછ અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે?
– દાહોદ
223) નર્મદા જિલ્લાનું મુખ્ય મથક ક્યુ છે?
– રાજપીપળા
224) નર્મદા જિલ્લાના ક્યાં સ્થળે એક હજાર બારી વાળો મહેલ આવેલો છે?
– રાજપીપળા
225) નવસારી શહેર કઈ નદીના કિનારે વસેલુ છે?
– પુણા
226) પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક…
– ગોધરા
227) ચાંપાનેર નગર વસાવનાર…
– વનરાજ ચાવડા (ચાંપા બાણાવાણીની યાદ)
228) દુધિયા છાસિયા અને તેલિયા તળાવ કઈ જગ્યાએ આવેલા છે?
– પાવાગઢ
229) પંચમહાલ જિલ્લાના ક્યાં સ્થળે ગરમ પાણીના ઝરા જોવા મળે છે?
– ટુવા
230) પંચમહાલ જિલ્લાના ક્યાં સ્થળે ફિલ્મ સ્ટુડિયો વિકસાવવામાં આવ્યો છે?
– હાલોલ
231) પાટણશહેર વસાવનાર…
– વનરાજ ચાવડા (અણહિલ ભરવાડની યાદમાં)
232) પાટણનું મૂળ નામ…
– અણહિલપુર પાટણ
233) પાટણમાં આવેલ સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું?
– સિદ્ધરાજ સિંહ
234) નવસારી જિલ્લાના ક્યાં સ્થળેથી વલસાડી સાગમાંથી ફર્નિચર બનાવવા ના કારખાના વિકસ્યા છે?
– બીલીમોરા
235) ગુજરાતનું ક્યુ સ્થળ માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે?
– સિદ્ધપુર
236) શંખેશ્વરનું જૂનું નામ…
– શંખપુર
237) શંખેશ્વર માં ક્યુ જિનાલય આવેલું છે?
– પાશ્વનાથજી
238) ક્યુ નગર સુદામાપુરી તરીકે ઓળખાય છે?
– પોરબંદર
239) પાલનપુર શહેરનું મૂળનામ…
– પ્રહલાદન પૂર
240) કીર્તિમંદિર ક્યાં શહેરમાં આવેલું છે?
– પોરબંદર
241) પ્રસિદ્ધ વિહારધામ બાલારામ ક્યાં જિલ્લામાં આવેલ છે?
– બનાસકાંઠા
242) અત્તર ઉદ્યોગ અને હીરાઉદ્યયોગ માટે જાણીતું શહેર…
– પાલનપુર
243) ભરૂચનું પ્રાચીન નામ…
– ભૃગુ તીર્થ
244) ભરુચ જિલ્લાના ક્યાં શહેરમાં 18 વર્ષે કુંભમેળો ભરાય છે?
– ભાડભૂત
245) શુક્લતીર્થમાં ક્યાં દિવસે મેળો ભરાય છે?
– કાર્તિકી પૂર્ણિમા
246) ભરુચ માં ક્યાંથી ખનીજ તેલના ભંડાર મળ્યા છે?
– અંકલેશ્વર
247) ભાવનગર ના સ્થાપક…
– ભાવસિંહજી પહેલા
248) ગોલ્ડનબ્રીજ અને વિક્ટોરિયા ક્લોક ટાવર ક્યાં શહેરમાં આવેલું છે?
– ભરુચ
249) પાલીતાણા કોનું સ્થાનક ગણાય છે?
– ઋષભદેવ
250) મીરા દાતારની દરગાહ ક્યાં જિલ્લામાં આવેલી છે?
– પાટણ