ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 8 | Itihas General Knowledge (281 to 320 Que)
281) ખાન અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર .માં આવેલું છે. (GPSC Class-2, 2018)
– અણહિલવાડ પાટણ
282) મુઘલ સામ્રાજ્યમાં ગુજરાતના ‘સૂબા’ …………. સંખ્યામાં સરકારમાં વહેંચાયા હતા. (GPSC Class-2, 2018)
– 9
283) મહારણી વિકટોરીયાએ ક્યા રાજવીને ફરઝંદે ખાસ દોલત ઇંગ્લિશિયા’નો ઇલ્કાબ આપ્યો હતો ? (GPSC Class-2, 2018)
– સયાજીરાવ ત્રીજા
284) ગાયકવાડ સરકાર અને કાઠિવયાવડના રાજાઓ સાથે થયેલ ‘વોકર સેટલમેન્ટ’ શાને લગતું હતું ? (GPSC Class-2, 2018)
– ખંડિણીની રકમ
285) વડોદરાના ગાયકવાડ રાજવંશના પહેલા શાસક કોણ હતા ? (GPSC Class-1, 2018)
– પીલાજી
286) ગાયકવાડ વંશના પ્રથમ રાજવી તરીકે ગુજરાતમાં કોણે શાસન કરેલ હતું ? (GPSC Class-1, 2018)
– પીલાજી ગાયકવાડ
287) છત્રપતિ શિવાજીએ સૌપ્રથમ વખત સુરત પર ક્યારે આક્રમણ કર્યું હતું ? (GPSC Class-1, 2018)
– ઈ.સ. 1664
288) ક્યાં વર્ષમાં મોગલ શહેનશાહ હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું? (GPSC Class-1, 2018)
– ઈ.સ. 1535
289) ક્યાં રાજવીના શાસનકાળ દરમ્યાન 1914 માં વડોદરા ખાતે સો પ્રથમ સમગ્ર ભારત સંગીત પરિષદ યોજાઈ હતી? (GPSC Class-1, 2018)
– મહારાજ સયાજીરાવ ગાયકવાડ
290) ગુજરાતમાં ફરજીયાત અને મફત પ્રાથમિક શિક્ષણ, પોતાના રાજ્યમાં દાખલ કરનાર કયા રાજવી હતા ? (GPSC Class-1, 2018)
– સયાજીરાવ ગાયકવાડ
291) સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ? (GPSC Class-1, 2017)
– ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા (Khan-i-Azam Aziz Koka)
292) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી (Ransom) આપી. (GPSC Class-1-2, 2017)
– શેઠ શામળાજી
293) કડીનો કિલ્લો……દ્વારા બાંધવામાં આવ્યો (GPSC Class-1, 2018)
– ગાયકવાડ કુલ
294) સોનગઢ કિલ્લાનું નિર્માણ……દ્વારા કરવામાં આવ્યું હતું (GPSC Class-1, 2018)
– પીલાજીરાવ ગાયકવાડ
295) વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોણે કરી? (GPSC Class-1,24- 2018)
– પીલાજી રાવ
296) વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને કયા વર્ષમાં પદભ્રષ્ટ કરાયા હતા ? (GPSC Class-1, 2018)
– ઈ.સ. 1885
297) “શાળા ત્યાં પુસ્તકાલય’’ની નીતિ કયા રાજ્ય દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી ? (GPSC Class-1, 2018)
– વડોદરા
298) અકબર બાદશાહે જૈન ધર્મના પ્રખર વિદ્વાન …………. થી પ્રભાવિત થઈ ગુજરાતમાંથી જજિયાવેરો કાઢી નાખવાની તથા પયૂષણાદિ બાર દિવસોએ “અમારિ’ની જાહેરાત કરી હતી. (GPSC Class-3, 2018)
– હીરવિજય સુરી
299) કયા યુગમાં ગુજરાતમાં સરાય સ્થાપત્યની શરૂઆત થઈ હતી ? (GPSC Class-1, 2018)
– મુગલ સમય
300) વડોદરાના પ્રથમ નિવાસી અધિકારી તરીકે મેજર એલેક્ઝાંડર વોકરની નિયુક્તિ ….. એ કરી હતી. ? (GPSC Class-1, 2019)
– ગર્વનર ડંકન
301) સુરતની સંધિ….વચ્ચે થઇ (GPSC Class-2, 2020)
– બ્રિટિશ અને રાઘોબા
302) પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયેલ હતું ? (GPSC Class-2, 2016)
– 1761
303) બ્રિટિશકાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્યમથક ક્યું હતું ? (GPSC Class-1, 2016)
– અમદાવાદ
304) ‘હન્ડ્રેડ ઈયર વોર’ ક્યા દેશો વચ્ચે થયેલ છે ? (GPSC Class-1, 2017)
– ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ
305) દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે “કર્ણાટક વિડ’ નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા? (GPSC Class-1, 2017)
– 3
306) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે? (GPSC Class-3, 2017)
– ફિરંગીઓ
307) “અષ્ટ પ્રધાન મંડળ’ કોના સમયમાં કાર્યાન્વિત હતું? (GPSC Class-1,2, 2017)
– મરાઠા કાળ દરમિયાન
308) જ્હોન મીડનહોલે ક્યા મોગલ સમ્રાટ પાસેથી વેપાર કરવાનું ફરમાન લેવાનો પ્રયત્ન કર્યો ? (GPSC PI, 2017)
– અકબર
309) બંગાળમાં હુગલીમાંથી ક્યારે અને કોના દ્વારા પોર્ટુગીઝોને હાંકી કાઢવામાં આવ્યા ? (GPSC PI, 2017)
– 1631- કાસીમખાન
310) પ્લાસીનું યુધ્ધ (Battle of Plassey) કયા વર્ષમાં થયેલ હતું ? (GPSC Class-1, 2020)
– 1757
311) શ્રીરંગપટ્ટન (Srirangapatna)ની સંધી ટીપુ સુલતાન અને કોના વચ્ચે થયેલ હતી ? (GPSC Class-1, 2020)
– કોર્નવોલિસ
312) કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ? (GPSC Class-2, 2017)
– અંગ્રેજ – ફ્રેન્ચ
313) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક કયાં બનાવ્યું હતું ? (GPSC Class-2, 2017)
– સુરત
314) ક્યા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા ? (GPSC Class-2, 2017)
– પોર્ટુગીઝના
315) ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ? (GPSC Class-2, 2017)
– ફ્રાન્સિસ્કો-દ અલ્મોડા
316) ક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? (GPSC Class-2, 2017)
– રૈયતવારી
317) કયા વર્ષમાં બ્રટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક અપાયો હતો ? (GPSC Class-2, 2017)
– ઈ.સ. 1669
318) કથિત ‘કાળી કોઠરીની ઘટના’ (Black Hole Incident) કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? (GPSC Class-2, 2017)
– પ્લાસીનું યુદ્ધ
319) ‘ચોથ’ અને ‘સરદેશમુખી’ કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ? (GPSC Class-3, 2016)
– મરાઠા અર્થતંત્ર
320) છત્રપતિ શિવાજીએ ‘ગઢ આયા પર સિંહ ગેલા’ આ વિધાન ક્યા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? (GPSC Class-3, 2016)
– તાનાજી