ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 7 | Itihas General Knowledge (241 to 280 Que)

ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 7 | Itihas General Knowledge (241 to 280 Que)

241) ગુજરાતનો ક્યો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ? (GPSC PI, 2017)

– બહાદુરશાહ 

242) મહંમદ બેગડાએ જૂનાગઢમાં વૈકલ્પિક રાજધાની બાંધી હતી અને તેનું નામ બદલીને કર્યું હતું. (GPSC Class-1, 2020)

– મુસ્તબાદ 

243) અમદાવાદમાં કઈ મસ્જિદમાં ‘ઝુલતા મિનારા’ આવેલા છે ? (GPSC Class-2, 2017)

– સિદી બશીરની 

244) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી ? (GPSC Class-2, 2017)

– મહમદ બેગડા 

245) ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે ક્યા વર્ષમાં સ્થાપિત કરી ? (GPSC Class-2, 2017)

– ઈ.સ. 1411

246) જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયો હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ? (GPSC Class-2, 2017)

– બહાદુર શાહ 

247) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનકાળ દરમ્યાન ક્યા અધિકારીને ‘નિઝામુલમુલ્ક’ કહેવામાં આવતો ? (GPSC Class-2, 2017)

– વજીર મંડળનો વડો 

248) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? (GPSC Class-2, 2017)

– સુલ્તાન અહમદ શાહ પહેલો 

249) ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ ‘મુસ્તફાબાદ’ કયા રાજવીએ આપ્યું હતું? (GPSC Class-2, 2017)

– મેહમુદ બેગડો 

250) ગુજરાતના સુલ્તાન બહાદુરશાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું? (GPSC Class-2, 2017)

– પોર્ટુગીઝ 

251) ગુજરાતના કયા સુલ્તાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુ હતા? (GPSC Class-2, 2017)

– અહમદશાહ પહેલો 

252) ગુજરાત સલ્તનતના છેલ્લાં શક્તિશાળી સુલતાન, બહાદુરશાહને કોણે મારી નાખ્યો? (GPSC Class-1, 2, 2017)

– પોર્ટુગીઝ 

253) ચાંપાનેરમાં 15 મી સદીમાં ગુજરાત સલતનત સમયે શ્રેષ્ઠ ગુજરાતી સ્થાપત્ય પરાવર્તિત કરતુ ભવ્ય મસ્જિદનું નિર્માણ કોણે કર્યું હતુ? (GPSC Class-1, 2018)

– મહમદ બેગડા 

254)  સુલતાન અહમદશાહે ગુજરાતમાં “વાંટાની પ્રથા” દાખલ કરી હતી તે કઈ બાબતને સ્પર્શતી હતી? (GPSC Class-2, 2018)

– જમીન 

255) મધ્યયુગીન ભારત સંદર્ભે ”તકાવી” એટલે. (GPSC Class-2, 2018) 

– કૃષિમાં સહાયતા માટે આપવામાં આવેલું ઋણ 

256) અહમદશાહે અમદાવાદ વસાવ્યું અને ઘણાં સ્થાપત્યોનું નિર્માણ કર્યું – આ ઘટના ક્યારે બની હતી ? (GPSC Class-2, 2018)

– 15મી સદીમાં 

257) ગુજરાતના કયા સુલતાનના રાજમાં ગુજરાતની રાજધાની અહિલવાડ પાટણથી અમદાવાદ ખસેડવામાં આવી હતી ? (GPSC Class-1, 2010)

– અહમદ શાહ – I 

258) કયા શાસકે ગુજરાતમાં સૌપ્રથમ સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી? (GPSC Class-I, 2018)

– ઝફરખાન મુઝફ્ફર 

259) દિવાલોના નગર અમદાવાદની સ્થાપના (GPSC Class-1, 2018)

– સુલતાન અહેમદ શાહ 15મી સદીમાં કરી હતી 

260) ગુજરાતની સલ્તનતની સ્થાપના કોણે કરી ? (GPSC Class-1, 2018)

– મુઝફ્ફર શાહ I 

261) જે વર્ષમાં અમદાવાદની કિલ્લેબંધી પૂર્ણ કરવામાં આવી હતી તેને……કહે છે. (GPSC Class-1, 2018)

– ખિરક 

262) કયા ટર્કીના ઇજનેરે બાહદુર શાહને ચિત્તોડનો ગઢ ઉડાવવામાં મદદ કરી હતી? (GPSC Class-1, 2018)

– રૂમી ખાન 

263) સુલતાન બહાદુર શાહે પોર્ટુગીઝોને ક્યાં કિલ્લો બાંધવાની પરવાનગી આપી ? (GPSC Class 1-24, 2018)

– દીવ 

264) ફતેખાન (મહેમુદ બેગડો) સબંધીત કઈ બાબતો યોગ્ય નથી ? (GPSC Class-1, 2018)

– તેના વખતમાં રાજધાની તરીકે ”મહમદાબાદ” વિકસેલું હતું 

265) મહમૂદ બેગડાના મુખ્ય મંત્રી તરીકે……હિન્દુ બ્રાહ્મણ હતો, જે પોર્ટુગીઝનો પણ ખાસ મિત્ર હતો. (GPSC Class 3, 2019)

– મલિક ગોપી 

266) મેજર એલેક્ઝાન્ડર વોકર એ ………… દ્વારા વડોદરાના પ્રથમ નિવાસી (રહેવાસી) તરીકે નીમવામાં આવ્યા. (GPSC Class-2, 24-01-2021)

– રાજ્યપાલ ડંકન (Governor Duncan)

267) ક્યા યુદ્ધમાં બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો? (GPSC Class-2, 2017)

–  બીજું એંગ્લો – મરાઠા યુદ્ધ

268) બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી ? (GPSC Class-1,2, 2007)

– ફતેહપુર સિક્રી 

269) ‘અમર ગુર્જર’નું પદ મુઘલ કાળમાં શેની સાથે સંબંધિત હતું ? (GPSC Class-1,2, 2016)

– મહેસુલ 

270) અકબરે ગુજરાત ક્યા વર્ષમાં જીત્યું ? (GPSC Class-1, 2016)

– 1572

271) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? (GPSC Class-1, 2016)

– મિર્ઝા અઝીઝ કોકા 

272) મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌ પ્રથમ ક્યા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ? (GPSC Class-1, 2016)

– દાદાભાઈ નવરોજી 

273) અમદાવાદનો ‘શાહીબાગ’ બગીચો કોણે બંધાવેલ હતો? (GPSC Class-1, 2017)

– શાહજહાં 

274) મોગલ સામ્રાજયમાં ”Gate of Makka” તરીકે કયું બંદર જાણીતું હતું? (GPSC Class-1,2, 2017)

– સુરત 

275) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ ક્યા થયું હતું ? (GPSC PI, 2017)

– ડભોઇ 

276) પીલાજી ગાયકવાડ ના અનુગામી એ તેમના પુત્ર……બન્યા (GPSC Class-1, 2020)

– દામાજી બીજા 

277) કોના શાસન હેઠળ ગુજરાત એ મુઘલ વંશનો ભાગ બન્યું ? (GPSC Class – 1, 2020)

– અકબર 

278) ગુજરાતમાં ફરજીયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કયા રાજવી હતા ? (GPSC Class-2, 2020)

– સયાજીરાવ ગાયકવાડ 

279) ગાયકવાડ સરકારના તાંબાના સિક્કાઓ કયા નામે ઓળખાતા હતા ? (GPSC Class-1, 2020)

– વડોદરિયા 

280) અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો? (GPSC Class-2, 2017)

– મિર્ઝા અઝીઝ કોકા

Leave a Comment