ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 5 | Itihas General Knowledge (161 to 200 Que)
161) ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઇતિહાસમાં કોનો ફાળો અગત્યનો છે? (GPSC Class-2, 2017)
– સ્વામી રામાનંદ
162) કોણ વાહબી ચળવળ દ્વારા ઇસ્લામવાદની શુદ્ધતાને પુનઃસ્થાપિત કરવામાં દિશાવાન હતા. (GPSC Class-1, 2018)
– શાહ બાલીઉલ્લાહ
163) ભક્તિ સંપ્રદાયના હિમાયતી કોણ નથી? (GPSC Class-1, 2018)
– નાગાર્જુન
164) કોણે એવું અનુભવ્યું કે મુસ્લિમ રાજમા ખુબસુરત, સમૃધ્ધ અને કિંમતી મંદિરો સલામત નથી? (GPSC Class-2, 2018)
– વિઠ્ઠલેશ્વર
165) ક્યાં ભક્તિ યુગમાં સંતે તેમના સંદેશ પ્રચાર માટે હિંદીનો ઉપયોગ સૌથી પહેલા કર્યો હતો? (GPSC Class-1, 2018)
– રામાનંદ
166) વલ્લભાચાર્યનું તત્વજ્ઞાન …. છે. (GPSC Class-1-24, 2018)
– શુદ્ધ અદ્વૈતવાદ
167) ગુજરાતની સાહિત્ય પરંપરા મોટે ભાગે ……. સાથે જોડાયેલી છે. (GPSC Class-1, 2018)
– ભક્તિ આંદોલન
168) પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં ‘યવનપ્રિય’ શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે? (GPSC Class-1, 2018)
– કાળી મરી
169) ક્યાં સ્થળે શંકરાચાર્યએ મઠની સ્થાપના કરી ન હતી? (GPSC Class-1, 2019)
– કાશી
170) વલ્લભાચાર્યએ …… નો ફેલાવો કર્યો. (GPSC Class-2, 2020)
– વૈષ્ણવ ધર્મ
171) દસમા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ તેમના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનારા તેમના ધર્મ પત્નીનું નામ શું હતું? (GPSC Class-2, 2012)
– માતા સુંદરી
172) શંકરાચાર્ય અને મંડનમિશ્રના વાદ વિવાદ વખતે ન્યાય તોળનાર ભારતીય મહિલા એટલે ….. (GPSC Class-3, 2011)
– મંડનમિશ્રીની પત્ની
173) મારી જ્ઞાતિ નિમ્ન છે ,મારા કર્યો નિમ્ન છે અને મારો વ્યવસાય પણ નિમ્ન છે, આ નિમ્ન સ્થિતિમાંથી ઈશ્વરે મને ઊંચો કર્યો છે. આ કોને કહ્યું? (GPSC Class-1, 2019)
– રવિદાસ
174) સંતોમાંથી કોણે કહ્યું કે ”હું ન તો મંદિરમાં છું કે ન તો મસ્જીદમા, ન તો કાબામાં છું કે ન કૈલાશમાં , ન તો હું સંસ્કાર અને સમારોહમાં છું , ન તો યોગ અને ત્યાગમાં છું. (GPSC Class-1, 2019)
– કબીર
175) ”પાહન પૂજે હરિ મિલે, તો મૈં પુજુ પહાર, તાતે યહ ચક્કી ભલી, પિસયો ખાય સંસાર”- કોની પંક્તિઓ છે? (GPSC Class-2, 2020)
– કબીર
176) ‘આરસ પર કોતરાયેલી કવિતા’ તરીકે ક્યુ જાણીતું છે? (GPSC Class-2, 2016)
– દેલવાડા
177) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં ક્યા ગામમાં આવેલો છે? (GPSC Class-2, 2016)
– ઝીંઝુવાડા
178) સહસ્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું? (GPSC Class-2, 2017)
– સિદ્ધરાજ જયસિંહ
179) પાટણમાં આવેલી “રાણકી વાવ” કોણે બંધાવી? (GPSC Class-1, 2001)
– ઉદયમતિ
180) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું ક્યા રાજવીએ જાહેર સન્માન કર્યું? (GPSC Class-1, 2001)
– સિદ્ધરાજ જયસિંહ
181) યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો ? (GPSC Class-1, 2016)
– સિદ્ધરાજ
182) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં ક્યા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ? (GPSC Class-1, 2016)
– હ્યુ એન સ્તાંગ
183) મહમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા? (GPSC Class-1, 2017)
– અલ્બરૂની
184) ‘સિધ્ધહેમ શબ્દાનું શાસન’ કયા વિષયનો ગ્રંથ છે? (GPSC Class-1, 2017)
– વ્યાકરણ
185) “નરનારાયણાનંદ” મહાકાવ્યના સર્જનહાર કોણ છે? (GPSC Class-3, 2017)
– વસ્તુપાલ
186) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? (GPSC Class-3, 2017)
– સોલંકી વંશ
187) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું? (GPSC PI, 2017)
– નાગભટ્ટ – II
188) ગુજરાતની પૂર્વ-મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો….. નાખ્યો હતો (GPSC PI, 2017)
– ચાવડાઓ
189) છેલ્લા ચાલુક્ય રાજાને ……. દ્વારા હરાવવામાં આવ્યા હતા. (GPSC Class-1, 2020)
– ઉલુઘ ખાન
190) માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપેલ હતો? (GPSC Class-1, 2017)
– મૂળરાજ બીજો
192) અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? (GPSC Class-2, 2017)
– વિમલમંત્રી
193) અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી? (GPSC Class-2, 2017)
– પાટણ
194) ગુજરાતના કયા રાજવી દરમ્યાન મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર ચડાઇ કરીને લૂંટ કરી હતી? (GPSC Class-2, 2017)
– ભીમદેવ પહેલો
195) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા “કરણઘેલો” લખનાર કોણ હતાં? (GPSC Class-2, 2017)
– નંદશંકર મહેતા
196) સ્થિરમતિ અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા? (GPSC Class-2, 2017)
– વલભી
197) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર ક્યું હતું? (GPSC Class-2, 2017)
– વલભી
198) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો? (GPSC Class-2, 2017)
– કર્ણદેવ વાઘેલા
199) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે? (GPSC Class-2, 2017)
– કર્ણદેવ
200) પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? (GPSC Class-3, 2016)
– સેનાપતિ ભટ્ટાર્ક