ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 4 | Itihas General Knowledge (121 to 160 Que)
121) ગિરનારની તળેટીમાં ક્યાં રાજવીનો શિલાલેખ છે? (GPSC Class-2, 2017)
– સ્કંદ ગુપ્ત, સમ્રાટ અશોક, રુદ્રદામન
122) હુણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો? (GPSC Class-2, 2017)
– કુમારગુપ્ત પ્રથમ
123) પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર ક્યુ હતું? (GPSC Class-2, 2017)
– નાલંદા વિશ્વવિદ્યાલય
124) સ્કંદ ગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુંક કરવામાં આવી હતી? (GPSC Class-2, 2017)
– પર્ણદત્ત
125) ક્યાં રાજવી એ સૌરાષ્ટ્ર(કાઠિયાવાડ) ને ગુપ્ત સામ્રાજ્ય સાથે જોડ્યું હતું? (GPSC Class-2, 2017)
– ચંદ્રગુપ્ત બીજો
126) મૌર્ય યુગમાં ક્યાં રાજાએ ‘ભેરિઘોષ’ ને બદલે ‘ધમ્મઘોષ’ ની નીતિ અપનાવી હતી? (GPSC Class-2, 2016)
– અશોક
127) ગુપ્ત યુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિન્દૂ અથવા બુદ્ધિષ્ટ રાજ્ય તરીકે વિકસિત થયું હતું. ગુપ્ત પછી ક્યાં વંશના રાજવીઓએ 6 થી 8 મી સદી દરમ્યાન ગુજરાતમાં શાસન કર્યું? (GPSC Class-2, 2017)
– મૈત્રક વંશ
128) લિચ્છવીઓને વારંવાર પરાજય કોને આપ્યો હતો? (GPSC Class-2, 2017)
– અજાતશત્રુ
129) ક્યાં પ્રાચીન સમયકાળ દરિમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા? (GPSC Class-2, 2017)
– શક – ક્ષત્રપકાળ
130) ગિરનારના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ ક્યાં રાજાનો અમાત્ય હતો? (GPSC Class-2, 2017)
– રુદ્રદામાં
131) સાતવાહન રાજાઓ એ કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા? (GPSC Class-2, 2017)
– સોનુ
132) કોના આશ્રયે મંદિર બાંધકામની પશ્ચાત્ય શૈલીનો ઉદ્ધભવ થયો હતો? (GPSC Class-2, 2017)
– ચાલુક્ય
133) ઈલોરાનું ભવ્ય કૈલાશનાથ મંદિર રાષ્ટ્રકૂટ રાજા…..એ બંધાવ્યું હતું? (GPSC PI, 2017)
– ક્રિષ્ના -I
134) 7મી સદીમાં દક્ષિણમાં કઈ ત્રણ મહાસતાઓ અસ્તિત્વમાં આવી? (GPSC Class-1, 2020)
– ચેરાસ(cheras), ચોલાસ(cholas), પાંડયાસ(પંડ્યાસ)
135) પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો કોનાથી પરાજિત થયો હતો? (GPSC Class-1, 2017)
– પુલકેશી બીજો
136) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સંવતની શરૂઆત કરી હતી? (GPSC Class-2, 2017)
– વિક્રમાદિત્ય છઠો
137) ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે? (GPSC Class-2, 2017)
– ચરક અને સુશ્રુત
138) વર્ષ 72(=150 એડી ) ના જૂનાગઢના શિલાલેખ અનુસાર ”દક્ષિણપંથનો ભગવાન (Lorf of Dakshinapanth)” કોને કહેવામાં આવતો હતો? (GPSC Class-1, 2017)
– સાતકર્ણી
139) પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર ક્યુ છે? (GPSC Class-2, 2017)
– બૃહદેશ્વર
140) ક્યુ રોમેન્ટિક નાટક પુષ્યહભુતી રાજવી, હર્ષ દ્વારા લખાયેલું છે? (GPSC Class-1, 2, 2017)
– રત્નાવલી
141) ચૌલ સામ્રાજ્યના ક્યાં શાસકે દક્ષિણ પૂર્વી એશિયા ના શ્રીવિજયના રાજ્ય સાથે ઝુંબેશ ચલાવી હતી? (GPSC Class-1, 2018)
– રાજેન્દ્ર પ્રથમ
142) મૌર્ય સિવાય ક્યાં સામ્રાજ્યનું પાટલિપુત્રથી ગાંધાર અને તેથી આગળ પણ વિસ્તૃત સામ્રાજ્ય હતું? (GPSC Class-2, 2018)
– કૃષાણ
143) રાજા …… ની દક્ષિણ તરફની કુચ પુલકેશી -II દ્વારા નર્મદા નદીએ રોકવામાં આવી હતી. (GPSC Class-2, 2018)
– સમ્રાટ હર્ષ
144) અમોઘવર્ષ -I નો કયો શિલાલેખ કોલ્હાપુર લક્ષ્મી મંદિર ખાતે તેના ડાબા હાથની આંગળીના ના બલિદાનનો ઉલ્લેખ કરે છે? (GPSC Class-2, 2018)
– બેલ્લુર શિલાલેખ
145) કોણ ‘શક , પલ્લવ અને યવન નીસુદન’ (શક , પલ્લવ અને વિનાશક) તરીકે ઓળખાય છે? (GPSC Class-1, 2018)
– ગોતમીપુત્ર સાતકર્ણી
146) વિક્રમશીલા યુનિવર્સીટી ની સ્થાપના ક્યાં રાજવીએ કરી હતી? (GPSC Class-1, 2018)
– ધર્મપાલ
147) જયારે ચીની પ્રવાસી હ્યુ એન ત્સાંગે કાંચીની મુલાકાત લીધી ત્યારે કયો પલ્લવ રાજવી રાજ કરતો હતો? (GPSC Class-1, 2018)
– નરસિંહ વર્મન
148) ગોવિંદા ત્રીજો તથા અમોઘવર્ષ નામના રાજવીઓ ક્યાં વંશના હતા? (GPSC Class-1, 2017)
– રાષ્ટ્રકુટ
149) ક્યાં રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સબંધો હતા? (GPSC Class-1, 2, 2017)
– મૈત્રક
150) કનિષ્કના સામ્રાજ્ય માં ક્યાં બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા? (GPSC Class-1,2, 2017)
– પુરુશાપુરા અને મથુરા
151) વિક્રમાનકાદેવ ચરિત્ર , વિક્રમાદિત્ય – VI ,કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તી કોના દ્વારા લખાયેલ છે? (GPSC Class-1,2, 2017)
– બિલ્હાનાં
152) સંગમ યુગમાં સૌથી મહત્વપૂર્ણ ઉદ્યોગ …..હતો. (GPSC Class-1, 2018)
– કાપડ ઉત્પાદન
153) પલ્લવોનું પ્રતીક શું હતું? (GPSC Class-1, 2018)
– આખલો
154) કોણ ગાંધાર કળાના મુખ્ય આશ્રયદાતા (Patron) હતા? (GPSC Class-1, 2018)
– શક અને કુષાણ
155) અન્નિરુવાર (ઐહોળેના પાંચમો સ્વામી) દક્ષિણ ભારતનો સૌથી પ્રખ્યાત …..હતો. (GPSC Class 1-24, 2018)
– વેપારીઓનો સંઘ
156) ચરક કોના દરબારનો ચિકિત્સક હતો? (GPSC Class-1-24, 2018)
– કનિષ્ક
157) ભાગવત ચળવળ ના બાર વૈષ્ણવ આલવાર પૈકીના એક માત્ર સાઘ્વી …. હતા. (GPSC PI, 2017)
– અન્દલ
158) ક્યાં મુસ્લિમ કવિએ પુષ્ટિમાર્ગની દીક્ષા લીધી હતી? (GPSC Class-2, 2017)
– રસખાન
159) આલ્વારોએ ક્યાં પ્રદેશમાંથી વૈષ્ણવ ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો? (GPSC Class-2, 2017)
– દક્ષિણ
160) શુદ્ધાદ્વૈત દર્શનના પુરસ્કર્તા કોણ હતા? (GPSC Class-2, 2017)
– વલ્લભાચાર્ય