ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 1 | Itihas General Knowledge (1 to 40 Que)
1) મોટા પ્રાણીની સળગેલી પાંસળી પર બનાવેલી અંશાંકિત(graduated) માપપટ્ટી એ ………….. ખાતેથી મળી આવેલ છે? (GPSC Class-2, 24-01-2021)
– ધોળાવીરા
2) હડપ્પા અને મોંહે-જો-દડોની સાંસ્કૃતિક વિશેષતા દર્શાવતું કયું વિધાન સાચું છે? (GPSC Class-1, 23-01-2021)
– લોકો મોટા ભાગે સીવ્યા વગરના વસ્ત્રો પહેરતા.
3) ક્યા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ય થયેલ છે? (GPSC Class-2, 2016)
– એરિક મેડુ
4) હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? (GPSC Class-1, 2017)
– પંજાબ, રાજસ્થાન અને ગુજરાત
5) હડપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી? (GPSC Class-2, 2017)
– ટેરાકોટા (Terracotta)
6) મોંહે-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? (GPSC Class-1, 2016)
– રખાલદાસ બેનરજી
7) હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલિબંગા કઈ નદીના કિનારે આવેલું છે? (GPSC Class-1, 2016)
– ધાધર (સરસ્વતી)
8) ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બૅંડર અને ઔદ્યોગિક નગર ક્યુ હતું? (GPSC Class-2, 2016)
– લોથલ
9) કચ્છમાં ક્યા બેટમાં ધોળાવીરા આવેલું છે? (GPSC Class-2, 2016)
– ખાદિર
10) હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે? (GPSC Class-1, 2016)
– સુરકોટડા
11) પ્રાચીન સંસ્કૃતિ ક્યા તત્વથી અજાણ હતી? (GPSC Class-1, 2017)
– એલ્યુમિનિયમ
12) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા? (GPSC PI, 2017)
– આર.એસ.બિસ્ત
13) સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તકીની મૂર્તિ કઈ ધાતુની છે? (GPSC PI, 2017)
– કાંસુ
14) મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો કોણ ગણાય છે? (GPSC Class-1, 2020)
– દ્રવિડ લોકો
15) ભારત (સિંધુ નદીનો વિસ્તાર) એ ઈરાન એચેમીનીડ(Achaemenid) સામ્રાજ્યનો ભાગ હતો એ ……………… ના પૂરાવામાંથી સ્પષ્ટ થાય છે? (GPSC Class-1, 2020)
– હેરોડોટ્સ (Herodotus)
16) હાથીના અવશેષો હડપ્પાના ક્યાં સ્થળેથી મળી આવ્યા છે? (GPSC Class-1, 2017)
– રોજડી
17) પુરાતત્વવિદ્દ રોબર્ટ બ્રુસકુટનું નામ ગુજરાતમાં ક્યાં યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે? (GPSC Class-1, 2017)
– આદિઅશ્મયુગ
18) હડપ્પા કઈ નદીના કિનારે વિકસેલું હતું? (GPSC Class-2, 2017)
– બિયાસ
19) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં (Mehrgarh – Mehrgarh) કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો? (GPSC Class-2, 2017)
– જવ
20) હરપન્ન ઇંટ મુખ્યત્વે ……. (GPSC Class-2, 2017)
– ખુલ્લા ઘાટમાં બનાવવામાં આવતી હતી.
21) ગુજરાતના ક્યાં સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના “નિશાનવાળા કે નામવાળા પાટિયા કે બોર્ડ” (harappan Sign-Boards) મળી આવ્યા છે? (GPSC Class-2, 2017)
– ધોળાવીરા
22) ગુજરાતનું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ રોજડી ક્યાં જિલ્લામાં આવેલું છે? (GPSC Class-2, 2017)
– રાજકોટ
23) કચ્છના ક્યા પ્રદેશમાંથી ઉત્ખનન દ્વારા પ્રાચીન અવશેષો મળ્યા છે? (GPSC Class-2, 2017)
– ધોળાવીરા
24) ગુજરાતનું કયું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ યુગ હરપ્પન સંસ્કૃતિનું સમકાલીન છે? (GPSC Class-2, 2017)
– લાંઘણજ
25) ક્યાં શટલને ભારતના પશ્ચિમ કાંઠાનું વેચાણ ભંડાર તરીકે ઓળખવામાં આવે છે? (GPSC Class-2, 2017)
– કુન્તાસી
26) પુરાતત્વીય પુરાવા અનુસાર ક્યુ સ્થળ મણકા બનાવવાનો ધમધમતો ઉદ્યોગ સૂચવે છે? (GPSC Class-2, 2017)
– લોથલ
27) હરપ્પાનો વિપુલ અનાજ પેદા કરનાર શોધાયેલો પ્રદેશ ક્યાં સ્થિત હતો. (GPSC Class-1, 2018)
– રવિ નદીની નજીક
28) ‘માછલી ગરોળી’ એક પ્રકારનું દરિયાઈ સરીસૃપ કે જુરાસિક-યુગ માં જીવંત હતું તેના લગભગ સંપૂર્ણપણે અશ્મિભૂત હાડપિંજર સૌ પ્રથમ વખત ………..માં ઉપલબ્ધ થયા છે. (GPSC Class-1, 2018)
– કચ્છ, ગુજરાત
29) કાલિબંગાન સ્થળેથી પ્રાચીન સમયમાં માટીનાં રમકડાંના અવશેષો મળી આવેલ છે. કાલિબંગાન ક્યાં રાજ્યમાં આવેલ છે? (GPSC Class-2, 2018)
– રાજસ્થાન
30) હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરોમાં મોંહે-જો-દડોમાં શ્રીમંત લોકોના મકાનો બે માળના અને પાંચથી સાત ઓરડાવાળાં હતાં, જયારે નીચલા વર્ગના લોકોના મકાનો એક માળના અને કેટલા ઓરડાવાળાં હતાં? (GPSC Class-2, 2018)
– બેથી ત્રણ ઓરડાવાળાં
31) ભારતનું એકમાત્ર પ્રાચીન યુગનું પુરસ્થળ જ્યાં અસ્થિ સાંધાની મળી આવ્યા હતાં. (GPSC Class-2, 2018)
– કુર્નુલની ગુફાઓ
32) …… હડપ્પીય સંસ્કૃતિ દરમિયાન મીઠું ઉત્પાદનનું સ્થળ. (GPSC Class-2, 2018)
– પાદરી
33) ગુજરાતમાં સ્થિત ખોદકામ દ્વારા મળી આવેલી વિશ્વની પૂર્વકાલીન જળ સંરક્ષણ વ્યવસ્થા ક્યાં આવેલી છે? (GPSC Class-1, 2018)
– ધોળાવીરા
34) સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાચીન માટીકામ ગામ -‘લોથલ’ નો શાબ્દિક અર્થ શું છે? (GPSC Class-1, 2018)
– મૃત મણ
35) ગુજરાતમાં આવેલા પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના શહેરનું નામ જણાવો? (GPSC Class-1,2018)
– લોથલ
36) ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં કોનું નામ વધારે જાણીતું છે? (GPSC Class-1, 2018)
– ડો. હસમુખ સાકળિયા
37) સોરઠ હડ્ડપનનો ખ્યાલ સો પ્રથમ …… સ્થળે સ્વીકૃતિ થયો હતો. (GPSC Class-1, 2018)
– રોજડી
38) ઇજિપ્તયન મમીની મૃણ્યમૂર્તિ પ્રતિકૃતિ ……… થી મળી આવી હતી. (GPSC Class-1, 2018)
– લોથલ
39) ભારતના સૌથી પ્રાચીન બંદર તરીકે કોની ગણના થાય છે?
– લોથલ
40) ક્યાં સ્થળેથી સિંધુ સંસ્કૃતિની શીંગડા વાળી દેવીની છબી વાળો ઘડો મળી આવ્યો હતો? (GPSC Class-2, 2018)
– પાદરી