ભૂગોળ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 8 | Social Science General Knowledge (281 to 320 Que)
281) રાજસ્થાનમા યાત્રાધામ સુન્ધા માતાની પાસે આવેલા પર્વતો ……….. નું દ્રષ્ટાંત છે (GPSC Class 3, 2018)
– ગેડ પર્વત
282) 1819 ના ભૂકંપમાં કચ્છ ના પશ્ચિમ કાંઠે વસેલું બંદર…….આખું દરિયામાં ડૂબી ગયેલું (GPSC Class 3, 2018)
– સિંઘરી
283) ગર્દા ટેકરીઓ ક્યાં જિલ્લામાં આવેલી છે? (GPSC Class 3, 2018)
– કચ્છ
284) ગુજરાતમાં કુવા દ્વારા થતી સિંચાઇનું સૌથી વધુ પ્રમાણ ક્યાં જિલ્લા માં છે? (GPSC Class 1, 2018)
– મહેસાણા
285) મસ્જિદમાં મહેરાબ કિબલા(દીવાલ) માં બનેલા ભાગને કહે છે. તે મક્કા તરફઈ સાચી દિશા બતાવે છે. ભારતના સંદર્ભમાં મહેરાબ કઈ દિશામાં હોય છે (GPSC Class 1, 2018)
– પશ્ચિમ
286) ભારતમાં એક એવું રાજ્ય ક્યુ છે કે જ્યાં પુરા રાજ્યમાં દરેક ઘરમાં છત વર્ષાજલ સંગ્રહણનો ઢાંચો બનાવવાનું ફરિજયાત કરવામાં આવેલ છે? (GPSC Class 1, 2018)
– તામિલનાડુ
287) કેટલા સમુદ્રી માઈલ સુધી મહાસાગરીય ક્ષેત્ર અને તેમાંથી પ્રાપ્ત સંસાધનને રાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે? (GPSC Class 1, 2018)
– 12
288) ચાર હિમાલય શિખરોનું પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામે નામાભિધાન થયું છે તે …….ગ્લેશિયરમાં સ્થિત છે (GPSC Class 1, 2018)
– ગંગોત્રી ગ્લેશિયર
289) ભારતના પશ્ચિમ ઘાટ …….દ્રષ્ટાંત છે. (GPSC Class 1, 2018)
– ખંડપૂર્વત પર્વત
290) …….રાજ્ય, કર્કવૃત દ્વારા વિભાજીત થતું નથી. (GPSC Class 1, 2018)
– ઓડિશા
291) ક્યાં દેશ સાથે ભારત સૌથી લાંબી ભૂપ્રદેશ સરહદ ધરાવે છે? (GPSC Class 1, 2019)
– બાંગ્લાદેશ
292) …….ટેકરીઓ ભાદર બેસિનને શેત્રુંજી બેસનથી જુદો પાડે છે (GPSC Class 2, 2019)
– ગીરની
293) ક્યુ સ્થળ ભૌગોલિક રીતે ગ્રેટ નિકોબારની સૌથી નજીક છે? (GPSC Class 1-2, 2019)
– સુમાત્રા
294) પાવાગઢ માં ક્યાં તળાવો આવેલા છે? (GPSC Class 1-2, 2019)
– દુધિયા, તેલિયા અને છાશિયા
295) ગુજરાતના ક્યાં જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે? (GPSC Class 1-2, 2019)
– સાબરકાંઠા
296) કંઠીના મેદાનો ……માં આવેલા છે . (GPSC Class 1-2, 2019)
– કચ્છ
297) ધી શોલા ગોચર ……માં મળે છે (GPSC Class 2, 2019)
– સધર્ન વેસ્ટર્ન ઘાટ
298) આપણાં દેશમાં સુપ્ત શક્તિઓને કામમાં લઇ ભરતી ઉર્જા મેળવવા ક્યાં સંભવનીય છે? (GPSC Class 2, 2019)
– ખંભાતનો અખાત
299) કર્કવૃત ક્યાં રાજ્યને સ્પર્શ થતો નથી? (GPSC Class 2, 2019)
– મણિપુર
300) ભારતનો કયો દરિયા કિનારો ઉત્તર-પૂર્વ ચોમાસાથી વરસાદ મેળવે છે? (GPSC Class 2, 2019)
– કોરોમંડળ દરિયા કિનારો
301) પૃથ્વી પરની જમીનના લગભગ કેટલા ટકા જમીન ઉપર ભારત દેશ આવેલો છે? (GPSC Class 2, 2019)
– 2.4
302) ગુજરાતના ક્યાં જિલ્લાનો, ગ્રામ્ય વિસ્તારનો સાક્ષરતા દર સૌથી ઓછો છે? (GPSC Class 2, 2019)
– દાહોદ
303) ચિલ્કા સરોવર એ……ખાતે સ્થિત છે (GPSC Class 1, 2019)
– ઉત્તર સિરકાર દરિયાકાંઠે
304) પોર્ટબ્લેરની રાજધાની એ અંદમાન અને નિકોબાર ના ક્યાં દ્વીપમાં આવેલી છે? (GPSC Class 1, 2019)
– દક્ષિણ અંદમાન
305) ભારત સરકાર બે સંરક્ષણ ઔધોગીક કોરિડોર……રાજ્યોમાં સ્થાપના કરનાર છે (GPSC Class 2, 2019)
– તામિલનાડુ અને ઉત્તરપ્રદેશ
306) ભારત વિશ્વના ભૂમિભાગના કુલ ક્ષેત્રફ્ળનો કેટલો હિસ્સો ધરાવે છે? (GPSC Class 2, 2019)
– 2.42%
307) નિકોબાર સમૂહમાં કુલ કેટલા દ્વીપોનો સમાવેશ થાય છે? (GPSC Class 1, 2020)
– 19
308) ન્યૂ મુર દીપ ક્યાં આવેલ છે? (GPSC Class 1, 2020)
– બંગાળની ખાડીમાં
309) ગુજરાતના ભૌગોલિક વિસ્તારનું કદ ..(GPSC Class 3, 2012)
– આશરે 2 લાખ ચોરસ કિલોમીટર છે
310) કચ્છના રણના વિવાદનું કઈ રીતે નિરાકરણ થયું? (GPSC Class 2, 2017)
– આંતરરાષ્ટ્રીય લવાદ દ્વારા
311) કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે? (GPSC Class 1, 2017)
– કચ્છ
312) તાપીની દક્ષિણે ………પર્વતમાળા શરુ થાય છે (GPSC Class 1, 2017)
– સહ્યાદ્રી
313) ગુજરાત રાજ્યની સાગર સીમા આશરે કેટલા કિલોમીટર છે? (GPSC Class 1, 2017)
– 1600
314) ગુજરાતના મધ્યભાગમાંથી ક્યુ વૃત પસાર થાય છે? (GPSC Class 1, 2017)
– કર્કવૃત
315) ભારતના કુલ દરિયા કિનારા નો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે? (GPSC Class 1, 2017)
– ત્રીજો
316) ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર …….ચોરસ કિમિ છે (GPSC Class 1, 2017)
– 1.96 લાખ ચો કી.મી.
317) ભારતના કેટલા રાજ્યો ચીનની સરહદ સાથે જોડાયેલા છે? (GPSC Class 2, 09-01-2021)
– પાંચ
318) લક્ષદ્વીપ સમૂહના 36 દ્વીપ પૈકી કેટલા પર માનવવસ્તી જોવા મળે છે? (GPSC Class 2, 09-01-2021)
– 10
319) સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ ક્યાં વર્ષમા થયું હતું? (GPSC Class 1, 2017)
– ઇ.સ. 1956
320) ભાખરા-નાંગલ બહુહેતુક યોજનાના ક્યાં રાજ્યો લાભાન્વિત રાજ્યો છે? (GPSC Class 1, 2017)
– પંજાબ, હરિયાણા, રાજસ્થાન