ભૂગોળ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 4 | Social Science General Knowledge (121 to 160 Que)
121) જૈવ વૈવિધ્ય…….માં સર્વોચ્ચ હોવાની શક્યતા છે (GPSC PI, 2021)
– વિષુવવૃતીય બારમાસી લીલા જંગલો
122) દરિયાકાંઠાની વનસ્પતિ મેનગ્રુવ્ઝનું ગુજરાતી પર્યાયવાચી નામ છે? (GPSC Class 3, 2011)
– ચેર
123) માઉન્ટ સિમેરુ જ્વાળામુખી ક્યાં દેશમાં આવેલ છે? (GPSC Class 1, 07-02-2021)
– ઇન્ડોનેશિયા
124) સહ્યાદ્રી પર્વતમાળાને બીજા ક્યાં નામથી પણ ઓળખવામાં આવે છે? (GPSC Class 1, 06-02-2021)
– પશ્ચિમ ઘાટ
125) સૌરાષ્ટ્ર માયોસિન સ્તરો પર ચિરોડીયુક્ત માટી તથા રેતાળ ચૂનાના ખડકોના સ્તરની રચના થયેલી છે જે ……તરીકે ઓળખાય છે. (GPSC Class 1, 23-01-2021)
– દ્વારકા સ્તર
126) ગુજરાત રાજ્ય આપતી વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ કોણ છે? (GPSC Class 1, 2016)
– મુખ્યમંત્રી
127) ગુજરાતને અસરકર્તા ભૂકંપ 2001 નું ઉદગમ બિંદુ ક્યાં હતું? (GPSC Class 1-2, 2014)
– ભચાઉ પાસે – કચ્છ જિલ્લામાં
128) ક્યાં રાજ્યમાં સૌપ્રથમ આપતી વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો? (GPSC Class 1-2, 2014)
– ગુજરાત
129) ગુજરાત માટે ગોઝારો દિવસ (GPSC Class 1-2, 2001)
– 26-01-2001
130) ફિઝી ટાપુ કોનો ભાગ છે? (GPSC Class 1, 2017)
– પોલિનેશિયા
131) વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી નેનો દેશ કયો છે? (GPSC Class 1, 2017)
– વેટિકન સીટી
132) યુક્રેનનો કયો ભાગ રશિયા સાથે વર્ષ-2014 માં જોડાયો? (GPSC Class 1-2, 2014)
– ક્રિમીયા
133) બર્માનું નવું નામ શું છે? (GPSC Class 1-2, 2007)
– મ્યાનમાર
134) ભારત નેપાળ અને ભારત ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને ક્યાં નામથી ઓળખવામાં આવે છે? (GPSC Class 1, 2017)
– સુરક્ષા સીમા બળ
135) ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં કૃષિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, તે સંગ્રહાલય ક્યાં આવેલ છે? (GPSC Class 2, 2017)
– રાયપુર, છત્તીસગઢ
136) હિમાચલના ક્યાં શિખરને ”સાગરમઠ” નામ આપવામાં આવ્યું છે? (GPSC Class 2, 2017)
– માઉન્ટ એવરેસ્ટ
137) ભારતને કેટલા PIN COD ઝોનમાં વહેંચવામાં આવેલ છે? (GPSC Class 2, 2017)
– આઠ
138) લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? (GPSC Class 2, 2017)
– અરબસાગર
139) માહે ફેબ્રુઆરી 2014 માં ભારતમાં ‘બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ’ ની રચના શાના માટે કરવામાં આવેલ? (GPSC Class 1-2, 2014)
– પૂર્વોત્તર રાજ્યના લોકોની સુરક્ષા માટે
140) નીલગીરી પર્વતમાળામાં ક્યાં વૃક્ષો વધારે જોવા મળે છે? (GPSC Class 1-2, 2007)
– યુકેલિપટસ
141) તિરુવનંતપુરમનું જૂનું નામ શું હતું? (GPSC Class 1-2, 2007)
– ત્રિવેન્દ્રમ
142) મુનાર હિલસ્ટેશન ક્યાં રાજ્યમાં આવેલું છે? (GPSC Class 1-2, 2007)
– કેરળ
143) નેશનલ એટલાસ એન્ડ થિમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન ક્યાં આવેલ છે? (GPSC Class 1-2, 2016)
– કોલકાતા
144) ભારતીય દ્વિપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડાબેટા ક્યાં આવેલું છે? (GPSC Class 1-2, 2016)
– નીલગીરી ટેકરીઓ
145) વિષુવવૃત્તિવ પટ્ટામાં મહત્તમ વરસાદ થાય છે? (GPSC Class 1-2, 2016)
– ઝેયર તટપ્રદેશ
146) ભારતમાં સર્વ પ્રથમ વિન્ડફાર્મ ક્યાં શરુ કરવામાં આવ્યું હતું? (GPSC Class 1-2, 2016)
– તુતીકોરીન તામિલનાડુ
147) ‘જરદોસી’ કામ માટે ક્યુ શહેર જાણીતું છે? (GPSC Class 2, 2016)
– સુરત
148) ગુજરાત નો ભૌગોલિક વિસ્તાર …..ચો કિમિ છે અને તે પુરા દેશના વિસ્તારના……..%વિસ્તાર છે (GPSC Class 1-2, 2014)
– 1.96 લાખ ચો કિમિ અને 6.19%
149) કાળો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલો છે? (GPSC Class 1-2, 2007)
– કચ્છ
150) સંખેડા શાના માટે વખણાય છે? (GPSC Class 1-2, 2007)
– ફર્નિચર
151) નળસરોવર અહીં આવેલું છે? (GPSC Class 1-2, 2001)
– ભાલપ્રદેશ
152) બાલારામ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે? (GPSC Class 1-2, 2007)
– બનાસકાંઠા
153) ગુજરાતમાં ડાયનોસોર ના અશ્મિઓ ક્યાં મળી આવે છે? (GPSC Class 1-2, 2016)
– બાલાસિનોર
154) છારી ઢંઢ જલપ્લાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય ક્યાં આવેલું છે? (GPSC Class 1-2, 2016)
– ગુજરાત
155) પૂર્વીય હિસ્સાને બાદ કરતા કચ્છનો મોટો ભાગ ક્યાં ભૂકંપ ઝોન માં આવે છે? (GPSC Class 1-2, 2016)
– ઝોન – V
156) માન.વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલ નું ઉદ્ઘાટન કરેલ છે. આ ટનલ ક્યાં રાજ્યમાં આવેલી છે? (GPSC Class 1, 2017)
– જમ્મુ અને કાશ્મીર
157) ધી રેડ ક્લિફ લાઈન ક્યાં બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે? (GPSC Class 1, 2017)
– ભારત અને પાકિસ્તાન
158) શબરી માલ : ધાર્મિક સ્થળ ક્યાં રાજ્યમાં આવેલું છે? (GPSC Class 1, 2017)
– કેરળ
159) ગ્રિનીચ નામનું સ્થળ ક્યાં દેશમાં આવેલું છે? (GPSC Class 3, 2017)
– ઇંગ્લેન્ડ
160) ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે? (GPSC Class 3, 2017)
– અંદમાન અને નિકોબાર