ભૂગોળ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 2 | Social Science General Knowledge (41 to 80 Que)

ભૂગોળ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 2 | Social Science General Knowledge (41 to 80 Que)

41) ગુજરાત રાજ્યમાં કર્કવૃત ક્યા શહેર પાસેથી પસાર થાય છે? (GPSC Class 1, 07-02-2021)

– ગાંધીનગર

42) ભૂગર્ભમાં બનેલો મેગ્મારસ ભૂગર્ભ અને પૃથ્વીની સપાટી વચ્ચે આવેલી તિરાડોમાં ઠરી જવાથી રચાયેલા ખડકો………છે (GPSC PI, 2017)

– મધ્યસ્થિત ખડકો

43)સૂર્યના પ્રથમ કિરણો ભારતના ક્યા રાજ્યમાં પડે છે? (GPSC Class 2, 2017)

 – અરુણાચલ પ્રદેશ

44) સૌથી વધુ વારંવાર ધરતીકંપ ક્યાં આવે છે? (GPSC Class 2, 2019)

– પ્લેટની ધાર

45) પૃથ્વીના સીમાના સ્તરની નીચે આવેલો ભૂગર્ભના કેન્દ્ર ભાગમાં મુખ્યત્વે ……… જેવા નક્કર ધાતુમય દ્રવ્યો આવેલા છે. (GPSC Class 3, 2018)

– નિકલ અને ફેરિયમ

46) તટવર્તિય સમુદાય વિનાશક ભૂકંપ જ્વાળામુખી ફાટવાથી અથવા જલભૂસ્ખલન 15 મીટર કે તેથી વધારાની ઊંચાઈ સુધી પહોંચતા ઉછળતા મોજાંઓને …….. કહે છે. (GPSC Class 1-2, 2018)

– સુનામી

47) પૃથ્વીની ભૂપતલમાં સૌથી સામાન્ય તત્વ ક્યુ છે? (GPSC Class 1, 2018)

– એમલ્યુમિનિયમ

48) ‘ગુટેનબર્ગ ડિસકન્ટિન્યુટી’ કોની વચ્ચે જોવા મળે છે? (GPSC Class 1-2, 2017)

– મેન્ટલ(Mantle) અને ભૂગર્ભ(Core)

49) મોહસસ્કેલ (Moh’s Scale) નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે? (GPSC Class 1-2, 2017)

– ખનિજોની કઠીનતા

50) પૃથ્વીના ભૂગર્ભમાં અત્યંત ગરમી હોવા છતાં તેનો કેન્દ્રીય ભાગ ઘન સ્વરૂપે કેવી રીતે રહી શકે છે? (GPSC Class 1-2, 2017)

– કેન્દ્રીય ભાગ ઉપર બેહદ દબાણ હોવાથી તેનું ઉત્કલન બિંદુ ઊંચું છે.

51) પૃથ્વી નું બાહ્ય સ્તર …… તરીકે ઓળખાય છે. (GPSC Class 1, 2018)

– ભૂપુષ્ઠ

52) પવનની ઉડાણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપિત્ત થતા ”લોએસ” ના મેદાનની રચના થાય છે, ગુજરાતમાં આવ અમેદનો ક્યાં જોવા મળે છે? (GPSC Class 3, 2017)

– ઉત્તર ગુજરાત 

53) પૃથ્વીની સપાટી ઉપર સૌથી વધારે સુર્યાઘાત ક્યાં સ્થળે થાય છે? (GPSC PI, 2017)

– ઉષ્ણ કટિબંધ ના રણ 

54) વિઘટિત થયા વિના આકાર અથવા બંધારણમાં પરિવર્તન પામેલા ખાડોકે ને શું કહે છે? (GPSC PI, 2017)

– વિકૃત ખડકો 

55) ભૂ-આકૃતિઓના વૈવિધ્યના આધારે ભારતને કેટલા પ્રાકૃતિક વિભાગોમાં વિભાજીત કરી શકાય? (GPSC Class 2, 2018)

– 5 

56) અધોગામી અને ઉર્ધ્વગામી સ્તંભ શું છે? (GPSC Class 1-2, 2017)

– કાર્સ્ટ વિસ્તાર માં નિક્ષેપાત્મક ભૂમિ આકારો 

57) રિક્ટલ સ્કેલ પર એક ક્રમના વધારાથી, કંપન વિસ્તાર ………ઘણો વધે છે (GPSC Class 1, 2018)

– 10

58) ગુજરાતના મેદાન અને પહાડી ખેત-આબોહવિય ઉપક્ષેત્ર સમગ્ર ગુજરાતને આવરી લે છે. તેના કેટલા પેટ આબોહવા ઉપક્ષેત્ર છે? (GPSC Class 1, 2018)

– 7 ઉપક્ષેત્ર 

59) ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ, આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે, આવા ખડકોને………ખડકો કહે છે. (GPSC Class 2, 2019)

– રૂપાંતરિત ખડક 

60) ભારતમાં ભૂસ્તરીય અને ભુસ્વરૂપ રીતે સૌથી યુવા ભૂમિ સ્વરૂપ……છે (GPSC Class 2, 2019)

– ઉતારના મેદાનો 

61) વિપુલ પ્રમાણમાં જળધોધ અને જમીનમાં ઢોળાવ એ નદીના ધોવાણનો……છે .(GPSC Class 1, 2019)

– યુવાન તબક્કો 

62) પાછા ફરતા મોસમી પવનો ના ઓક્ટોબર અને નવેમ્બર માસના સમયે ક્યાં નામે ઓળખવામાં આવે છે. (GPSC Class 1, 23-01-2021)

– શરદ સંપાત 

63) ઉષ્ણ કટિબંધની વચ્ચેની પસાર થતા ગ્રહીય પવનોને શું કહે છે?

– વ્યાપારી પવનો 

64) જયારે સમશીતોષ્ણ ચક્રવાતનો મધ્યભાગ વિસ્તાર ઉપરથી પસાર થાય છે ત્યારે હવામાન…….રહે છે (GPSC PI, 2017) 

– ચોખ્ખું 

65) ઇજિપ્તમાં કઈ ભૌગોલિક ક્રિયા દ્વારા રણની ખડક સપાટી પર પવનગર્ત રચાયા છે? (GPSC PI, 2017)

– ઉડાણ ક્રિયા 

66) જયારે બેરોમીટરમાં અચાનક ઘટાડો થાય છે ત્યારે કઈ બાબતની શક્યતા રહેલ છે? (GPSC Class 2, 2020)

– તોફાની હવામાં 

67) સૂર્યસ્ત બાદ પણ…….ના કારણે વાતાવરણ કેટલીક ગરમી પ્રાપ્ત કરે છે (GPSC Class 2, 2020)

– પાર્થિવ કિરણોત્સર્ગ 

68) વિષુવવૃત પર હવાનું હલકું દબાણ હોય છે, કારણ કે…….(GPSC Class 2, 2017)

– વિષુવવૃત પર બારેમાસ અતિશય ગરમી પડે છે 

69) ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? (GPSC Class 2, 2017)

– હલકું 

70) બંને ગોળાર્ધમાં 30 અક્ષાંશની આસપાસ 8થી15 કી.મીની ઊંચાઈના વાતાવરણ સર્પાકર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો…….તરીકે ઓળખય છે (GPSC Class 2, 2017)

– જેટ સ્ટ્રીમ 

71) સૌથી શક્તિશાળી અને વિનાશક ચક્રવાત તોફાન. (GPSC Class 1, 2018)

– ઉષ્ણકટિબંધીય ચક્રવાતો 

72) ભૂમધ્ય પ્રકારની આબોહવાની લાક્ષણિકતા શું છે? (GPSC Class 1-2, 2017)

– ભીનો શિયાળો અને શુષ્ક ઉનાળો 

73) જ્યાં તાપમાન મહત્વ ઘટીને આશરે 900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે? (GPSC Class 1-2, 2017)

– મધ્યાવરણ 

74) વિષુવવૃત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઉંચાઈ કેટલી છે? (GPSC Class 1-2, 2017)

– 16 કી.મી.

75) વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ કે, જ્યાં ઠંડો વાયુસમુચ્ચાય ગરમ વાયુસમુચ્ચાયની જગ્યા લે છે, તેને શું કહે છે? (GPSC Class 1-2, 2017)

– ઠંડો વાતાગ્ર 

76) બાંદીપુર અભયારણ્ય ક્યાં આવેલ છે? (GPSC Class 1, 2018)

– કર્ણાટક 

77) ……..માંથી સૂર્યાસ્ત પછી પણ વાતાવરણ ગરમી પ્રાપ્ત કરે છે (GPSC Class 1-24, 2018)

– પાર્થિવ કિરણપાત 

78) ઉષ્ણકટિબંધીય ચક્રવાતને હરિકેન નામ…….માં આપવામાં આવ્યું છે (GPSC Class 1-24, 2018)

– ઓસ્ટ્રેલિયા 

79) વાતાગ્ર એ હોવાનો……..કિલોમીટર પહોળો વિસ્તાર છે (GPSC Class -3, 2018)

– 3 થી 50 

80) પૃથ્વી ગ્રહ ઉપર મોટાભાગનું મીઠું પાણી હિમ શિખરો અને હિમનદીઓ તરીકે અસ્તિત્વ ધરાવે છે. બાકીના મીઠા પાણીનું સૌથી વધુ પ્રમાણ…………(GPSC Class 2, 2019)

– ભૂગર્ભજળ તરીકે અસ્તિત્વ ધરાવે છે

Leave a Comment