ભૂગોળ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 1 | Social Science General Knowledge (01 to 40 Que)

ભૂગોળ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 1 | Social Science General Knowledge (01 to 40 Que)

1) ક્યા દિવસે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકમાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે? (GPSC Class 1-2, 2018)

– 22મી ડિસેમ્બર

2) 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે? (GPSC Class 1-2, 2014)

– કર્કવૃત

3) ક્યા અક્ષાંસ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે? (GPSC Class 1-2, 2016)

– વિષુવવૃત

4) ભારતમાં આવેલ ક્યુ સ્થળ એ ક્યારેય સૂર્યના લંબરૂપ કિરણો(Vertical) પ્રાપ્ત કરતું નથી? (GPSC Class 1, 2020)

– ચંદીગઢ

5) કયો તારો(Star) પૃથ્વીની સૌથી નજીક છે? (GPSC Class 2,2020)

– સૂર્ય(Sun)

6) ઘણા ખરા ગ્રહોનું ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે, કયો ગ્રહ પોતાંની ધરી પર રિવર્સ દિશામાં ફરે છે? (GPSC Class  2,2017)

– શુક્ર

7) સૌથી વધુ સમય પટ્ટા(ટાઈમ ઝોન) ક્યા દેશમાં છે? (GPSC Class-2, 2017)

– રશિયા

8) પૃથ્વીની પરિભ્રમણની ગતિને ………. ગતિ પણ કહે છે? (GPSC Class -2, 2017)

– દૈનિક

9) બે અક્ષાંશવૃતો વચ્ચે કેટલા કિ.મી નું અંતર હોય છે? (GPSC Class-2, 2017)

– 111 કિ.મી

10) ક્યા અક્ષાંસ પછી સતત છ મહિના માટે દિવસ અને છ મહિના માટે રાત હોય છે? (GPSC Class-3, 2016)

– 66 1’/2

10) પૃથ્વીના તાપમાન અને પ્રકાશ, ગરમી, ઠંડીના આધારે પૃથ્વીને કેટલા ઝોન(કટિબંધો) માં વિભાગવામાં આવે છે? (GPSC Class-2, 2017)

– ત્રણ

11) પૃથ્વી પરના તાપમાનના વિતરણમાં ક્યુ સૌથી અગત્યનું અસરકર્તા ઘટક છે? (GPSC Class 1-2, 2017)

– અક્ષાંસ

12) સૂર્યથી પૃથ્વી ક્યાં દિવસે સૌથી વધારે અંતર ઉપર હોઈ છે? (GPSC Class-2, 2018)

– 4 જુલાઈ

13) ‘કર્કવૃત’ કેટલા અક્ષાંસ વૃત ઉપર આવેલું છે?(Tropic of cancer) (GPSC Class-2,2018)

– 23.5

14) મધ્યાન સમયે, જહાજ ઉપર, ક્રોનોમીટર એ જ દિવસના 07:00 AM GMT સમય દર્શાવે છે. જહાજનું રેખાંશ સ્થાન શું છે? (GPSC Class 1-2,2017)

– 75′ પૂર્વ રેખાંશ

15) કર્કવૃત અને મકરવૃત ઉપર સૂર્યની સ્પષ્ટ સ્થિતિ શેનું પરિણામ છે? (GPSC Class 1-2, 2017)

– અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ

16) પૃથ્વીની સમગ્રપણે સરાસરી ઘનતા કેટલી છે? (GPSC Class 1-2, 2017)

– 5.5 ગ્રામ/ સે.મી

17) સૂર્યના વાતાવરણના બાહ્યતમ ભાગને …… કહેવાય છે. (GPSC Class-1, 2018)

– કોરોના

18) 45′ પૂર્વ રેખાંશ ધરાવતું એક A સ્થળ છે. 75′ પૂર્વ રેખાંશ ધરાવતું અન્ય B સ્થળ છે. જો A નો સ્થાનિક સમય 1100 કલાક હોય તો B  નો સ્થાનિક સમય શું છે? (GPSC Class 1-2, 2018)

– 1300 કલાક

19) પ્રત્યેક ઋતુમાં થતા દિવસ અને રાતના સમયગાળામાં થતા ફેરફારનું કારણ …….. છે? (GPSC Class – 3, 2019)

– પૃથ્વીનું અક્ષીયનમન સાથેનું ભ્રમણ

20) આંતરરાષ્ટ્રીય દિન રેખા પસાર કરતી વખતે વહાણોએ એમના અઠવાડિયાના દિવસોનો મેળ પાડવા માટે શું કરવું પડે છે? (GPSC Class 3, 2019)

– પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે છે.

21) કયો ગ્રહ પૂર્વથી પશ્ચિમમાં તેની ધરી પર ફરે છે? (GPSC Class 1, 2019)

– શુક્ર

22)સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર(અંદાજિત) કેટલું છે? (GPSC Class 1-2, 2019)

-150 x 10*6 કિ.મી

23) દક્ષિણ ગોળાર્ધમાં પવનના ડાબી બાજુ વળાંક લેવા માટે ક્યુ પરિબળ જવાબદાર છે? (GPSC Class 1-2, 2019)

– પૃથ્વીનું પરિભ્રમણ

24) સૌરમંડળમાં સૂર્યની ફરતે ફરતા ગ્રહોમાં, મોટી સંખ્યામાં કુદરતી અવકાશી ઉપગ્રહો(અથવા ચંદ્ર) …….. છે? (GPSC Class 2, 2019)

– 63

-> હાલમાં 82 છે.

25) સૂર્યમંડળમાં એક જ એવો કયો ગ્રહ છે કે જે સૂર્યને ફરતે બીજા ગ્રહની વિરુદ્ધ પરિભ્રમણ કરે છે? (GPSC Class 2, 2019)

– શુક્ર

26) પૃથ્વીની ‘Perihelion’ સ્થિતિએ …….. ના સંદર્ભે છે? (GPSC Class 2, 2020)

– એવો દિવસ કે જયારે પૃથ્વી એ સૂર્યની સૌથી નજીક હોય છે.

27) પૃથ્વીના હવામાનમાં ઋતુકીય પરિવર્તન એ પૃથ્વીના …….. ની અસર છે. (GPSC Class 2, 2020)

– પરિક્રમણ(Revolution)

28) સૌરમંડળનો કયો ગ્રહ પશ્ચિમમાં સૂર્યોદય અનુભવે છે? (GPSC Class 2, 2020)

– શુક્ર

29) જો ગ્રિનીચ(મુખ્ય રેખાંશ – પ્રાઈમ મેરિડિયન) ખાતે બપોર ના 12:00 વાગ્યા હોય, પરંતુ પૃથ્વીના અન્ય એક ભાગમાં જો લોકો સ્થાનિક સમય મુજબ સવારની ચા 06:00 કલાકે પિતા હોય તો તે જગ્યાનો રેખાંશ …….(GPSC, PI 2021)

– 90 ડિગ્રી પશ્ચિમ

30) સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે? (GPSC Class 2, 2017)

– ચંદ્રના આકર્ષણને કારણે

31) સૂર્યમંડળમાં નાનામાં નાનો ગ્રહ કયો છે? (GPSC Class 2, 2017)

– બુધ

32) સૂર્યના ગર્ભમાં દ્રવ્ય  ………… અવસ્થામાં હોય છે? (GPSC Class 2, 2017)

– પ્લાઝ્મા

33) સૂર્યાસ્ત તેના વાસ્તવિક સમય કરતા કેટલા સમયના તફાવતથી દેખાય છે? (GPSC Class 2, 2017)

– 2 મિનિટના વિલંબથી

34) સૂર્યમંડળના ક્યા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે? (GPSC Class 1, 2016)

– ગુરુ

35) આપણી સૂર્યમાળાનો કયો ગ્રહ વધુ ચંદ્રો ધરાવે છે? (GPSC Class 2, 2017)

– ગુરુ

36) ક્યા ગ્રહને તેની આસપાસ વાતાવરણ નથી? (GPSC Class 1, 2007)

– બુધ

37) પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો. (GPSC Class 1-2, 2007)

-ચંદ્ર

38) સૂર્યથી સૌથી નજીક ગ્રહ કયો છે? (GPSC Class 1-2, 2007)

– બુધ

39) ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે? (GPSC Class 1-2, 2007)

– પૂનમ

40) સૂર્યમંડના ક્યા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે? (GPSC Class 1, 2016)

– ગુરુ

Leave a Comment