17 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 17 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati
1) NITI Aayog દ્વારા જાહેર કરવામાં આવેલા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સ (EPI) 2024 માં ગુજરાત કયા સ્થાને છે?
– ત્રીજા
-> NITI Aayog દ્વારા જાહેર કરવામાં આવેલા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સ (EPI) 2024 માં ભારતભરના રાજ્યોની નિકાસ સજ્જતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
-: પ્રદર્શન વર્ગીકરણ :-
i. Leaders (નેતાઓ): નિકાસ માટે ખૂબ જ ઉચ્ચ સ્તરની સજ્જતા ધરાવતા રાજ્યો.
ii. Challengers (પડકાર આપનારા): મધ્યમ સજ્જતા અને સુધારાની સારી સંભાવના ધરાવતા રાજ્યો.
iii. Aspirers (આકાંક્ષીઓ): નિકાસ ઇકોસિસ્ટમના વિકાસના પ્રારંભિક તબક્કામાં રહેલા રાજ્યો.
-: શ્રેણી મુજબ ટોચના પ્રદર્શન કરનારા (Leaders) :-
-> મોટા રાજ્યો (Large States): નિકાસ માળખું અને શાસનમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા રાજ્યોઃ
i. મહારાષ્ટ્ર (પ્રથમ ક્રમે)
ii. તમિલનાડુ
iii. ગુજરાત
iv. ઉત્તર પ્રદેશ
v. આંધ્ર પ્રદેશ
-> નાના, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને UTs: મર્યાદિત સંસાધનો છતાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા પ્રદેશો:
–> ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ, ગોવા, અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ,
-: ચૅલેન્જર્સ અને એસ્પાયરર્સ (Challengers & Aspirers) :-
-> Challengers: મધ્ય પ્રદેશ, હરિયાણા, કેરળ અને પશ્ચિમ બંગાળ આ શ્રેણીમાં છે.
-> કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી (12મો રેન્ક) પણ આ શ્રેણીમાં આવે છે.
-> Aspirers: ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડ સૌથી નીચેના ક્રમે છે, જેમને વધુ સરકારી હસ્તક્ષેપની જરૂર છે.
-: EPI 2024 ના 4 મુખ્ય સ્તંભો (Pillars): :-
-> આ ઇન્ડેક્સ કુલ 70 સૂચકાંકોના આધારે તૈયાર કરવામાં આવ્યો છેઃ
i. નિકાસ માળખું (20%): લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી.
ii. બિઝનેસ ઇકોસિસ્ટમ (40%): રોકાણ અને વ્યવસાય માટેનું વાતાવરણ.
iii. નીતિ અને શાસન (20%): રાજ્યની નિકાસ નીતિઓ.
iv. નિકાસ પ્રદર્શન (20%): વાસ્તવિક નિકાસના આંકડા અને વૈશ્વિક જોડાણ.
2) DRDO દ્વારા કયા સ્થળે Man Portable Anti-Tank Guided Missile (MPATGM)નું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું?
– મહારાષ્ટ્ર
-> 11 જાન્યુઆરી 2026 ના રોજ, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) એ કે કે રેંજ અહિલ્યા નગર, મહારાષ્ટ્રમાં એક ગતિશીલ લક્ષ્ય સામે Man Portable Anti-Tank Guided Missile (MPATGM) નું સફળ ઉડાન પરીક્ષણ કર્યું હતું. આ ત્રીજી પેઢીની મિસાઈલ ભારતની સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવે છે અને ‘આત્મનિર્ભર ભારત’ તરફનું એક મોટું પગલું છે.
-: મુખ્ય વિશેષતાઓ અને ટેકનોલોજી :-
-> પેઢી (Generation): આ એક 3rd-generation ‘ફાયર-એન્ડ-ફોર્ગેટ’ (fire-and-forget) મિસાઈલ સિસ્ટમ છે.
-> ટોપ-એટેક ક્ષમતા: આ મિસાઈલ દુશ્મન ટેન્કોના ઉપરના ભાગ પર હુમલો કરે છે, જે સામાન્ય રીતે સૌથી ઓછું સશસ્ત્ર હોય છે.
-> ગાઈડન્સ સિસ્ટમ: તેમાં Imaging Infrared (IIR) Homing Seeker છે, જે દિવસ અને રાત બંને સમયે સચોટ લક્ષ્ય મેળવવાની મંજૂરી આપે છે.
-> વોરહેડ: તે આધુનિક ટેન્કોના રક્ષણાત્મક કવચને તોડવા માટે Tandem Warhead થી સજ્જ છે.
-> ઉત્પાદન ભાગીદારો: આ પ્રોજેક્ટમાં Bharat Dynamics Limited (BDL) અને Bharat Electronics Limited (BEL) ઉત્પાદન ભાગીદારો છે.
3) ISO/IEC 42001 પ્રમાણપત્ર મેળવનાર ભારત અને એશિયા-પેસિફિક ક્ષેત્રની પ્રથમ પેમેન્ટ કંપની કઈ બની છે?
– FSS (Financial Software and Systems)
-> Financial Software and Systems (FSS) એ ભારત અને એશિયા-પેસિફિક ક્ષેત્રની પ્રથમ પેમેન્ટ કંપની બની છે જેને ISO/IEC 42001 પ્રમાણપત્ર મળ્યું છે. આ પ્રમાણપત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના નૈતિક અને સુરક્ષિત ઉપયોગ માટે આપવામાં આવે છે.
-> પ્રમાણપત્ર: ISO/IEC 42001 (વિશ્વનું પ્રથમ AI મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ).
-> મહત્વ: તે સાબિત કરે છે કે કંપની પેમેન્ટ પ્રોસેસિંગ અને ફ્રોડ રોકવા માટે AI નો ઉપયોગ પારદર્શક અને સુરક્ષિત રીતે કરે છે.
-> કાયદો: ઓનલાઇન વ્યવહારોમાં ડેટા સુરક્ષા વધશે અને પક્ષપાતી નિર્ણયોનું જોખમ ઘટશે.
4) તાજેતરમાં કોને પુણે ગ્રાન્ડ ટૂર 2026 ના ગુડવિલ/બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે?
– MS ધોની
-> ભારતના પૂર્વ કેપ્ટન MS Dhoni હવે સાયકલિંગ ક્ષેત્રે પણ પોતાની ભૂમિકા ભજવશે. તેમને ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય મલ્ટી-સ્ટેજ સાયકલિંગ રેસ ‘પુણે ગ્રાન્ડ ટૂર 2026’ ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.
-> કાર્યક્રમ: પુણે ગ્રાન્ડ ટૂર 2026 (5 દિવસની રેસ).
-> તારીખ: 19 थी 23 January 2026.
-> મહત્વ: આ ભારતની પ્રથમ UCI (Union Cycliste Internationale) માન્યતા પ્રાપ્ત 2.2 કેટેગરીની રોડ સાયકલિંગ રેસ છે.
-: રેસનો રૂટ અને સ્પર્ધકોઃ :-
-> અંતર: 437 km (ડેક્કન પ્લેટુ અને સહ્યાદ્રી પર્વતમાળામાં).
-> સહભાગીઓ: 35 દેશોની 29 ટીમોના કુલ 171 રાઇડર્સ ભાગ લેશે.
-> ભારતીય ટીમ: ભારત તરફથી નવીન જ્હોન (Naveen John) નેતૃત્વ કરશે. ભારતની બે ટીમો (નેશનલ અને ડેવલપમેન્ટ) માં કુલ 12 ખેલાડીઓ હશે.
-> આ રેસ પુણેના 9 તાલુકા અને 150 થી વધુ ગામડાઓમાંથી પસાર થશે, જે ગ્રામીણ પ્રવાસન અને સાંસ્કૃતિક વારસાને પણ પ્રોત્સાહન આપશે.
-> આ આયોજન દ્વારા પુણેને ફરીથી ભારતની ‘સાયકલ કેપિટલ’ તરીકે સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે.
5) તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઈઝ ડયુટી કઈ તારીખથી લેવામાં આવશે?
– 1 ફેબ્રુઆરી 2026
-> કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરી, 2026 થી તમાકુ ઉત્પાદનો અને પાન મસાલા પર ટેક્સના નવા નિયમો લાગુ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ ફેરફારો દ્વારા ‘સિન ગુડ્સ’ (Sin Goods) પરના ટેક્સ માળખામાં નોંધપાત્ર બદલાવ આવશે.
-: મુખ્ય મુદ્દાઓ : :-
- નવી ટેક્સ પ્રણાલી અને અમલીકરણ તારીખ:
-> સરકારે 1 ફેબ્રુઆરી, 2026 થી તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઈઝ ડ્યુટી) અને પાન મસાલા પર નવો ‘હેલ્થ અને નેશનલ સિક્યુરિટી સેસ’ (Health and National Security Cess) લાગુ કરવાની સૂચના આપી છે.
- GST દરોમાં ફેરફાર:
-> આ ઉત્પાદનો પર લાગતા GST દરો નીચે મુજબ રહેશેઃ
–> પાન મસાલા, સિગારેટ, અને તમાકુ ઉત્પાદનો પર 40% GST.
–> બીડી પર 18% GST લાગશે.
૩. કમ્પેન્સેશન સેસનું સ્થાન:
-> આ નવી એક્સાઈઝ ડ્યુટી અને નવો સેસ અત્યાર સુધી લેવામાં આવતા ‘કમ્પેન્સેશન સેસ’ (Compensation Cess) નું સ્થાન લેશે. કમ્પેન્સેશન સેસ મૂળભૂત રીતે GST ના અમલીકરણ પછી રાજ્યોને થતા મહેસૂલ નુકસાનની ભરપાઈ કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો.
-: કાયદાકીય પૃષ્ઠભૂમિ :-
-> ડિસેમ્બર મહિનામાં ભારતીય સંસદ દ્વારા બે મહત્વના બિલોને મંજૂરી આપવામાં આવી હતી, જે આ નવા ટેક્સ માળખા માટે કાયદાકીય આધાર પૂરો પાડે છે.
-> આ પગલાનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય જોખમોને કારણે તમાકુનું સેવન ઘટાડવાનો અને સરકાર માટે વધુ આવક ઊભી કરવાનો છે.
6) તાજેતરમાં ઇરાનથી ભારતીયોની ઘરવાપસી ના ઓપેરશન ને શું નામ આપવામાં આવ્યું છે?
– ઓપરેશન સ્વદેશ
-> ઈરાનમાં પ્રવર્તી રહેલી અસ્થિરતા અને હિંસક વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં કસાયેલા ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા માટે ‘ઓપરેશન સ્વદેશ’ (Operation Swades) શરૂ કર્યું છે.
-> હેતુ: ઈરાનમાં રહેતા અંદાજે 12,000 ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમને ભારત પરત લાવવા.
-> પ્રથમ ફ્લાઇટ: તેહરાનથી ઉપડેલી પ્રથમ ફ્લાઇટ આજે નવી દિલ્હી ખાતે લેન્ડ થશે.
-> નાગરિકોની સંખ્યા: ઈરાનમાં લગભગ 10,000 ભારતીયો છે, જેમાંથી 2,500 થી 3,000 Medical Studies કરતા વિધાર્થીઓ છે.
-> એડવાઈઝરી: વિદેશ મંત્રાલયે ભારતીયોને હાલ પૂરતી ઈરાનની મુસાફરી ન કરવાની સલાહ આપી છે.
-: ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઇન જાહેર :-
-> ઈરાનમાં ફસાયેલા ભારતીયો કોઈપણ સહાય માટે નીચેના નંબરો અને ઈમેલ પર સંપર્ક કરી શકે છેઃ
-> Mobile numbers: +989128109115; +989128109109; +989128109102; +989932179359.
-> Email: cons.tehran@mea.gov.in.
7) તાજેતરમાં કોણે ગાંધીનગરમાં નિર્માણ પામનારી BSL-4 લેબનો શિલાન્યાસ કર્યો?
– શ્રી અમિત શાહ
-> કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગરમાં રૂ. 362 કરોડ ના ખર્ચે નિર્માણ પામનારી દેશની પ્રથમ રાજ્ય સરકાર સંચાલિત બાયો સેફ્ટી લેવલ-4 (BSL-4) લેબનો શિલાન્યાસ કર્યો છે.
-: BSL-4 લેબ શું છે અને તેનું મહત્વઃ :-
-> બાયો સેફ્ટી લેવલ-4 એ પ્રયોગશાળાની સુરક્ષાનું સર્વોચ્ચ સ્તર છે. આ લેબ એવા વાયરસ અને બેક્ટેરિયા પર સંશોધન કરવા માટે બનાવવામાં આવે છે જે અત્યંત જોખમી હોય અને જેની કોઈ રસી કે સારવાર ઉપલબ્ધ ન હોય (દા.ત. ઈબોલા, લાસા ફીવર અથવા નવા ઉભરતા ઘાતક વાયરસ).
-: આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ: :-
-> સ્થળ: ગાંધીનગર, ગુજરાત (અમિત શાહનો સંસદીય મતક્ષેત્ર).
-> દેશની પ્રથમ: પુણે બાદ આ દેશની બીજી ઉચ્ચ સ્તરીય લેબ છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આ દેશની પ્રથમ લેબ છે.
-> રાષ્ટ્રીય દરજ્જો: તેને ‘નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઈનમેન્ટ પેથોજેન રિસર્ચ ફેસિલિટી’ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
-> વન હેલ્થ મિશન: આ લેબ પશુઓમાંથી માણસોમાં ફેલાતી બીમારીઓ (Zoonotic diseases) પર સંશોધન કરી ‘વન હેલ્થ મિશન’ ને વેગ આપશે.
-: બાયો-ઈકોનોમીમાં ભારતની પ્રગતિ: :-
-> અમિત શાહે ભારતના બાયો-ટેકનોલોજી ક્ષેત્રના વિકાસના આંકડા રજૂ કર્યા:
-> બાયો-ઈકોનોમી: 2014 માં 10 બિલિયન ડોલરથી વધીને 2024 માં 166 બિલિયન ડોલર થઇ.
-> સ્ટાર્ટઅપ્સ: આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 500 થી વધીને 10,000 ને પાર કરી ગઈ છે.
-> પેટન્ટ: પેટન્ટ ફાઈલિંગની સંખ્યા 125 થી વધીને 1300 થી વધુ થઈ છે.
8) તાજેતરમાં ભારતીય મહિલા હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
– સ્યોર્ડ મરીન
-> હોકી ઈન્ડિયાએ ડચ કોચ સ્યોર્ડ મરીનને ફરી એકવાર ભારતીય મહિલા હોકી ટીમના ચીફ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
-> મહત્વનું મિશન: તેમનું તાત્કાલિક લક્ષ્ય 8 થી 14 માર્ચ 2026 માં હૈદરાબાદ ખાતે યોજાનારી FIH વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ માં ટીમને સફળતા અપાવવાનું છે.
-> વતન: તેઓ નેધરલેન્ડ (ડચ) ના વતની છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે હોકીના શ્રેષ્ઠ વ્યૂહરચનાકાર માનવામાં આવે છે.
-> ઐતિહાસિક સિદ્ધિ: તેમના નેતૃત્વ હેઠળ ભારતીય મહિલા હોકી ટીમે Tokyo 2020 Olympics માં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ ચોથું (4th) સ્થાન મેળવ્યું હતું.