14 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 14 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati
1) તાજેતરમાં કોણે ‘આશા વાન’ નામની અલ્ટ્રા-મોડર્ન કેન્સર સ્કિનિંગ વાનનું લોકાર્પણ કર્યું?
– શ્રી ભૂપેન્દ્ર પટેલ
-> મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 08 જાન્યુઆરી 2026 ના રોજ ગાંધીનગર ખાતેથી ‘આશા વાન’ નામની અલ્ટ્રા- મોડર્ન કેન્સર સ્ક્રિનિંગ વાનનું લોકાર્પણ કર્યું છે. આ વાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘હેલ્થ એન્ડ વેલનેસ ફોર ઓલ’ ના ધ્યેયને ગ્રામીણ સ્તરે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
-> ડોનેશન: જેનબર્ક ફાર્માસ્યુટિકલ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (ભાવનગર બ્રાન્ચ) ને આ વાન ભેટ આપવામાં આવી છે.
-> ટેકનોલોજી: આ વાન EVA-Pro ડાયગ્નોસ્ટિક્સ, ડિજિટલ મેમોગ્રાફી યુનિટ અને નિષ્ણાંતો સાથેના ટેલી- કન્સલ્ટેશન ની સુવિધાથી સજ્જ છે.
-> નિદાન: આ વાન દ્વારા સ્થળ પર જ 10 પ્રકારના કેન્સરનું સ્ક્રિનિંગ થઈ શકશે, જેમાં લંગ, ઓરલ, બ્લડ, સર્વાઈકલ, લિવર, બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સરનો સમાવેશ થાય છે.
-: મહત્વ: :-
-> કેન્સરની વહેલી પ્રાથમિક તપાસ માટે આ મોબાઈલ યુનિટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ગ્રામીણ વિસ્તારોના લોકોને ઘરઆંગણે જ આધુનિક તપાસની સુવિધા મળશે, જેનાથી સમયસર સારવાર શરૂ કરી અનેક જીવ બચાવી શકાશે.
2) દર વર્ષે આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે?
– 14 જાન્યુઆરી
-> આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે 1953 થી 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે, ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ (C-in-C) – ફિલ્ડ માર્શલ કેએમ કરિઅપ્પા, જેમણે 1947ના યુદ્ધમાં ભારતીય દળોને વિજય તરફ દોરી હતી, તેઓ ઔપચારિક રીતે નિવૃત્ત થયા હતા.
-> આ દિવસ આર્મ્ડ ફોર્સીસ વેટરન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે અને આપણા આદરણીય વેટરન્સને સમર્પિત છે.
-> પ્રથમ સશસ્ત્ર દળો વેટરન્સ ડે 14 જાન્યુઆરી, 2016 ના રોજ ઉજવવામાં આવ્યો હતો અને દર વર્ષે આ૫ણા સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોના સન્માનમાં આવા ઇન્ટરેક્ટિવ ઇવેન્ટ્સનું આયોજન કરીને આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
3) તાજેતરમાં મેઘાલય હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે?
– જસ્ટિસ રેવતી મોહિતે ડેરે
-> જસ્ટિસ રેવતી મોહિતે ડેરે એ 10 જાન્યુઆરી 2026 ના રોજ મેઘાલય હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે.
-> ઐતિહાસિક ક્ષણ: મેઘાલય જેવા માતૃસત્તાક રાજ્યની હાઈકોર્ટના વડા બનનાર તેઓ પ્રથમ મહિલા છે.
-> શપથ વિધિ: રાજ્યપાલ સી. એચ. વિજયશંકરે શિલોંગમાં તેમને શપથ લેવડાવ્યા.
-> પૃષ્ઠભૂમિ: તેઓ અગાઉ બોમ્બે હાઈકોર્ટમાં ન્યાયાધીશ હતા.
-> નિમણૂક: બંધારણની કલમ 217 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી છે.
4) APAAR ID બનાવવામાં સૌથી આગળ કયું રાજ્ય છે?
– છત્તીસગઢ
-> છત્તીસગઢ રાજ્યએ વિધાર્થીઓ માટે APAAR ID બનાવવામાં મોટા રાજ્યોમાં પ્રથમ સ્થાન મેળવી ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. જાન્યુઆરી 2026 સુધીમાં રાજ્યએ લગભગ 89% કામગીરી પૂર્ણ કરી છે.
-> APAAR ID :- Automated Permanent Academic Account Registry
-> વિધાર્થીઓની કાયમી ડિજિટલ ઓળખ છે, જેમાં શૈક્ષણિક રેકોર્ડ્સ અને પ્રમાણપત્રો સુરક્ષિત રીતે સંગ્રહિત થાય છે. રાજ્ય કે શાળા બદલાય ત્યારે દસ્તાવેજો સરળતાથી ટ્રાન્સફર થાય છે.
-: છત્તીસગઢનું પ્રદર્શનઃ :-
-> કવરેજ: 88.63% (7 January 2026 સુધી)
-> કુલ વિધાર્થીઓ: 57,10,207
-> APAAR ID મળેલા વિધાર્થીઓ: 50,60,941
-> અગ્રેસર જિલ્લા: બેમેતરા (96.40%), રાજનાંદગાંવ (96.38%)
-> મહત્વ: કેન્દ્ર સરકારે 31 January 2026 સુધી સમયમર્યાદા નક્કી કરી છે. છત્તીસગઢની ઝડપી પ્રગતિ વહીવટી સફળતા દર્શાવે છે અને અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ છે.
5) તાજેતરમાં વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન 81 વર્ષની વયે પુણેમાં થયું છે, રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા સુરેશ કલમાડી કઈ સેવામાં ફરજ બજાવતા હતા?
– ભારતીય વાયુસેના
-> વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન 81 વર્ષની વયે પુણેમાં થયું છે.
-> સૈન્ય સેવાઃ રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ ભારતીય વાયુસેના (IAF) માં પાયલોટ તરીકે ફરજ બજાવતા હતા અને 1965 તથા 1971ના યુદ્ધમાં પણ ભાગ લીધો હતો.
-> રાજકીય કારકિર્દી: તેઓ પુણે બેઠક પરથી અનેકવાર લોકસભાના સાંસદ રહ્યા હતા.
-> કેન્દ્ર સરકારમાં રેલવે રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી.
-> સુરેશ કલમાડીનું નામ ભારતીય રમતગમતના વહીવટમાં ખૂબ જાણીતું છેઃ
-> IOA પ્રમુખ: તેઓ સતત 15 વર્ષ સુધી ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ પદે રહ્યા હતા.
-> એશિયન એથ્લેટિક્સ એસોસિએશનઃ તેમણે આ આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રમુખ તરીકે પણ લાંબો સમય સેવા આપી હતી.
-> CWG 2010: દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2010 ના તેઓ આયોજન સમિતિના અધ્યક્ષ હતા. આ ગેમ્સ ભારત માટે ગૌરવની સાથે સાથે ભ્રષ્ટાચારના વિવાદોને કારણે પણ ચર્ચામાં રહી હતી, જેમાં કલમાડી મુખ્ય આરોપી હતા.
6) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 650 સિક્સ મારનાર વિશ્વનો પહેલો ખેલાડી કોણ બન્યો છે?
– રોહિત શર્મા
-> વડોદરામાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રોહિત શર્માએ બે મોટા રેકોર્ડ બનાવ્યા છે.
-> 650 સિક્સ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 650 સિક્સ મારનાર તે વિશ્વનો પહેલો ખેલાડી બન્યો છે.
-> ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો: વન-ડે (ODI) માં ઓપનર તરીકે સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ હવે રોહિતના નામે છે.તેણે ગેલના 328 સિક્સના રેકોર્ડને વટાવી દીધો છે.
-> કુલ વન-ડે સિક્સ: વન-ડેમાં તેના નામે હવે કુલ 357 સિક્સ છે.
7) આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026 અંતર્ગત રાત્રિ પતંગ ઉડાનનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું?
– 13 જાન્યુઆરી, 2026
-> 12 જાન્યુઆરી, 2026 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ગ ઉપસ્થિત રહ્યા.
-> મહોત્સવમાં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને ભારતના 14 રાજ્યોમાંથી 936થી વધુ પતંગબાજો ભાગ લઇ રહ્યા છે.
-> 12 થી 14 જાન્યુઆરી, 2026 દરમિયાન વિવિધ આકારની રંગબેરંગી પતંગો આકાશમાં જોવા મળશે.
-> 13 જાન્યુઆરી ના રોજ રાત્રિ પતંગ ઉડાન ખાસ આકર્ષણ છે.
-> મહોત્સવ દરમિયાન 25 હસ્તકલા સ્ટોલ અને 15 ફૂડ સ્ટોલ દ્વારા સ્થાનિક કલા અને વ્યંજનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
-> આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 10 જાન્યુઆરી, 2026ના રોજ રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરા, 11 જાન્યુઆરી, 2026ના રોજ વડનગર, શિવરાજપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમજ 13 જાન્યુઆરી, 2026ના રોજ વડોદરા ખાતે પણ યોજાશે.
-> વર્ષ 2025માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે સમગ્ર ગુજરાતમાં 3.83 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા હતા. વર્ષ 2026માં આ સંખ્યા પાંચ લાખથી વધુ પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
8) તાજેતરમાં કોણે લેહમાં લદ્દાખની પ્રથમ સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરી છે?
– લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ
-> કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ ૩ જાન્યુઆરી, 2026ના રોજ લેહમાં લદ્દાખની પ્રથમ સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરી છે. 2019માં લદ્દાખ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછીની આ પ્રથમ વ્યાપક રમતગમત નીતિ છે.
-> સરકારી નોકરીમાં અનામતઃ ઉત્કૃષ્ટ રમતવીરો (Outstanding Sportspersons) માટે સરકારી નોકરીઓમાં 4% અનામત (Horizontal Reservation) ની જોગવાઈ કરવામાં આવી છે.
-> નાણાકીય સહાય: રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે શિષ્યવૃત્તિ (Scholarships), રોકડ પુરસ્કારો અને એવોર્ડની વ્યવસ્થા છે.
-> Ladakh Sports Council: આ પોલિસી હેઠળ ‘લદ્દાખ સ્પોર્ટ્સ કાઉન્સિલ’ની સ્થાપના કરવામાં આવશે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોચિંગ અને નાણાકીય સહાયનું સંકલન કરશે.
-> સિદ્ધાંત: આ પોલિસી “Scout, Facilitate and Recognize” (પ્રતિભા શોધો, સુવિધા આપો અને સન્માન કરો) ના સિદ્ધાંત પર આધારિત છે.
1 thought on “14 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 14 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati”