13 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 13 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

13 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 13 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

1) ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે?

– કરૂણા અભિયાન

-> ઉત્તરાયણ સમયે માણસો સાથે પક્ષીઓના જીવને જોખમ વધી જતુ હોય છે, ઉત્તરાયણના તહેવારમાં પંખી અને પ્રાણીઓની ઈમરજન્સી કેસોમાં વધારો શક્ય છે . ત્યારે ગુજરાત સરકારની 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા પંખી અને પ્રાણીઓની ઇમરજન્સી કેસોમાં વધારો થાય એવા મહત્વપૂર્ણ વધારાનો સામનો કરવા માટે સજ્જ બની છે.

-> વર્ષ 2015થી દર વર્ષે રાજ્યભરમાં તા. 10 થી 20 જાન્યુઆરી 2025 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે.

 

-: મદદ માટેના મુખ્ય નંબર: :-

-> હેલ્પલાઇન: 1962 પર કોલ કરીને ઘાયલ પક્ષીની જાણ કરી શકાય છે.

-> વોટ્સએપ: 83200 02000 પર “Hi” લખીને નજીકના સારવાર કેન્દ્રની માહિતી મેળવી શકાય છે.

 

-: અભિયાનનું વિશાળ નેટવર્ક: :-

-> રાજ્યમાં 450 જેટલા કલેક્શન સેન્ટર અને 480 થી વધુ સારવાર કેન્દ્રો કાર્યરત છે.

-> પક્ષીઓની સેવા માટે 740 થી વધુ ડોકટરો અને 8,500 થી વધુ સ્વયંસેવકો તૈનાત છે.

-> છેલ્લા 9 વર્ષમાં આ અભિયાન દ્વારા 1.12 લાખથી વધુ પશુ-પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે.

 

-: નાગરિકોએ ધ્યાનમાં રાખવાની બાબતોઃ :-

-> સમય: સવારે અને સાંજે (જ્યારે પક્ષીઓ વધુ ઉડતા હોય) પતંગ ચગાવવાનું ટાળવું જોઈએ.

-> ચાઈનીઝ દોરી: પક્ષીઓ માટે જીવલેણ એવી ચાઈનીઝ દોરી કે સિન્થેટિક માંજાનો ઉપયોગ બિલકુલ ન કરવો.

-> તાલુકા સ્તરે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી કંટ્રોલરૂમ ખુલ્લા રહેશે.

 

2) ડિસેમ્બર 2025માં ભારતે કયા દેશો સાથેના વેપાર કરારોમાં AYUSH પદ્ધતિને સત્તાવાર માન્યતા આપી?

– ઓમાન અને ન્યુઝીલેન્ડ

-> ભારતની AYUSH પદ્ધતિને વૈશ્વિક સ્તરે મોટું પ્રોત્સાહન મળ્યું છે. ડિસેમ્બર 2025 માં ભારત દ્વારા ઓમાન અને ન્યુઝીલેન્ડ સાથે કરવામાં આવેલા વેપાર કરારોમાં આયુષ ચિકિત્સા પદ્ધતિને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.

-> નવા કરારો: ભારતની પરંપરાગત દવાઓ અને વેલનેસ સેવાઓને હવે ઓમાન અને ન્યુઝીલેન્ડ સાથેના વેપાર કરારોમાં ખાસ સ્થાન મળ્યું છે.

-> નિકાસમાં વધારો: વર્ષ 2024-25 માં આયુષ ઉત્પાદનોની નિકાસમાં 6.11% નો વધારો થયો છે.

-> નિકાસનું મૂલ્ય: નિકાસની કિંમત USD 649.2 મિલિયન (વર્ષ 2023-24) થી વધીને USD 688.89 મિલિયન (વર્ષ 2024-25) થઈ ગઈ છે.

-> મહત્વ: આ કરારોથી ભારતીય હર્બલ ઉત્પાદનો માટે આંતરરાષ્ટ્રીય બજારોના દરવાજા ખુલશે અને સંશોધન ક્ષેત્રે સહયોગ વધશે.

 

3) ભારતની પ્રાચીન ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં 55 પુસ્તકો અને કૃતિઓ કોને લોન્ચ કરી?

– કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને

-> ભાષાઓ: તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને ભારતીય સાંકેતિક ભાષા

-> કુલ પુસ્તકો: 41 પુસ્તકો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજિસ (CIIL) દ્વારા અને 13 પુસ્તકો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ તમિલ (CICT) દ્વારા તૈયાર કરાયા છે.

-> ખાસ વિશેષતાઃ દિવ્યાંગો માટે ‘તિરુક્કુરલ’ (Thirukkural) ને સાંકેતિક ભાષામાં રજૂ કરવામાં આવ્યો છે.

-> ઉદ્દેશ્ય: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ ભારતીય ભાષાઓમાં શિક્ષણ અને સંશોધનને વેગ આપવો.

-> આ પગલું ભારતની સાંસ્કૃતિક વિવિધતાને મજબૂત કરવા અને માતૃભાષામાં જ્ઞાન ઉપલબ્ધ કરાવવા માટે લેવામાં આવ્યું છે.

 

4) તાજેતરમાં કયા રાજ્યમાં સ્થાનિક ચૂંટણી માટેનું “બે બાળકોનું ધોરણ” રદ કરવામાં આવ્યું છે?

– તેલંગણા

-> તેલંગાણા વિધાનસભાએ સર્વાનુમતે પંચાયત રાજ સુધારા બિલ, 2026 પસાર કર્યું છે, જેનાથી એક જૂનો નિયમ બદલાયો છે.

-> નવો ફેરફાર: હવે જેમને 2 થી વધુ બાળકો છે, તેઓ પણ સ્થાનિક ચૂંટણી લડી શકશે. 1994 થી ચાલી આવતો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.

-> કેમ હટાવ્યો?: રાજ્યમાં પ્રજનન દર (Fertility Rate) ઘટીને 1.7 થઈ ગયો છે. જો આ મર્યાદા ચાલુ રહે, તો ભવિષ્યમાં યુવા નેતૃત્વમાં ઘટાડો થઈ શકે છે.

-> ગામનું નામ બદલાયું: ‘જયંતીરુમાલાપૂર’ ગામનું નામ હવે ‘જયન્ના તિરુમાલાપુર’ કરવામાં આવ્યું છે.

-> અન્ય સુધારા: સરકારી નિમણૂકો અને પગાર માળખાને વ્યવસ્થિત કરવા માટેના બિલો પણ મંજૂર થયા છે.

-> ટૂંકમાં, આ નિર્ણય બદલાતી વસ્તીને ધ્યાનમાં રાખીને વધુ લોકોને ચૂંટણી લડવાની તક પૂરી પાડશે.

 

5) વંદે ભારત સ્લીપર ટ્રેન માટે પ્રથમ ઓપરેશનલ કોરિડોર કયો પસંદ થયો છે?

– ગુવાહાટી-હાવડા

-> રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે વંદે ભારત સ્લીપર ટ્રેને તેના તમામ હાઈ-સ્પીડ ટ્રાયલ્સ અને સર્ટિફિકેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.

-> આ ટ્રેન માટે ગુવાહાટી-કોલકાતા (હાવડા) રૂટને પ્રથમ ઓપરેશનલ કોરિડોર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

 

-: મુખ્ય લાક્ષણિકતાઓ: :-

-> ટ્રાયલ સ્પીડ: આ ટ્રેને કોટા-નાગડા સેક્શન પર 180 kmph ની ટોચની ઝડપ હાંસલ કરી છે.

-> ડિઝાઇન: તે સંપૂર્ણપણે સ્વદેશી (Indigenously) રીતે તૈયાર કરવામાં આવી છે, જે 1,000 km થી વધુની ઓવરનાઈટ મુસાફરી માટે અનુકૂળ છે.

-> કોચની સંખ્યા: આ ટ્રેનમાં કુલ 16 કોચ હશે, જેમાં આધુનિક સસ્પેન્શન અને ઓટોમેટિક દરવાજા હશે.

-> સુરક્ષાઃ તેમાં ભારતની પોતાની ટ્રેન સુરક્ષા સિસ્ટમ ‘KAVACH’ (કવચ) ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

-> ગુવાહાટી થી હાવડા રૂટ માટે અંદાજિત ભાડું 3AC માટે ₹ 2,300, 2AC માટે ₹3,000 અને First AC માટે ₹3,600 રાખવામાં આવ્યું છે.

 

6) મણિપુરમાં થાડૌ ભાષાનું પ્રસારણ ફરી શરૂ કરવા માટે તૈયારી કોણે કરી?

– પ્રસાર ભારતીએ

-> પ્રસાર ભારતીએ મણિપુરના ઇમ્ફાલમાં આકાશવાણી પરથી Thadou (થાડો) ભાષામાં ફરીથી લાઇવ કાર્યક્રમો શરૂ કરવાની તૈયારી કરી છે.

-> મે 2023 માં થયેલી હિંસાને કારણે લાઈવ પ્રસારણ બંધ હતું, કારણ કે સ્ટાફ ઇમ્ફાલ છોડી ગયો હતો. અત્યારે માત્ર રેકોર્ડ કરેલા ગીતો જ વાગે છે.

-> નવી શરૂઆત: થાડૌ ઇન્પી’ સંસ્થાની વિનંતી બાદ પ્રસાર ભારતીએ સ્ટાફની ભરતી અને લાઇવ બ્રોડકાસ્ટિંગ શરૂ કરવા પગલાં લીધાં છે.

-> મહત્વ: આ પગલાથી થાડૌ સમુદાયની ભાષા અને સંસ્કૃતિ જળવાશે. સાથે જ, વિવિધ સમુદાયો વચ્ચે શાંતિ અને વિશ્વાસ વધારવામાં મદદ મળશે.

-> સમયઃ હાલમાં થાડૌ કાર્યક્રમો દરરોજ સાંજે 5 pm થી 5.30 pm દરમિયાન પ્રસારિત થાય છે.

 

7) UIDAI દ્વારા આધાર સંવાદને સરળ બનાવવા કયો મેસ્કોટ લોન્ચ કરવામાં આવ્યો છે?

– ઉદય

-> ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) એ નાગરિકો માટે આધાર સંબંધિત સેવાઓને વધુ સરળ અને સમજી શકાય તેવી બનાવવા માટે ‘ઉદય’ (Udai) નામનો મેસ્કોટ (Mascot) લોન્ચ કર્યો છે. આ પહેલનો હેતુ 1 અબજથી વધુ રહેવાસીઓ માટે ડિજિટલ ઓળખ પ્રણાલીને વધુ સુલભ બનાવવાનો છે.

 

-: ‘ઉદય’ મેસ્કોટની ભૂમિકા અને ઉદ્દેશ્ય: :-

-> માર્ગદર્શક તરીકે: ‘ઉદય’ એક મૈત્રીપૂર્ણ સાથી તરીકે કામ કરશે જે નાગરિકોને આધાર અપડેટ, ઓથેન્ટિકેશન અને ઓફલાઇન વેરિફિકેશન જેવી પ્રક્રિયાઓમાં મદદ કરશે.

-> જટિલતા ઘટાડવી. તે આધાર સંબંધિત જટિલ ટેકનિકલ ખ્યાલોને સામાન્ય જનતા સમજી શકે તેવી સરળ ભાષામાં રજૂ કરશે.

-> જાગૃતિ વધારવી: જવાબદાર આધાર ઉપયોગ અને ટેકનોલોજી અપગ્રેડ વિશે લોકોમાં વિશ્વાસ અને જાગૃતિ ફેલાવશે.

 

-: પસંદગી પ્રક્રિયા અને વિજેતાઓ: :-

-> આ મેસ્કોટ અને તેના નામની પસંદગી MyGov પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં કુલ 875 એન્ટ્રીઓ મળી હતી.

-> મેસ્કોટ ડિઝાઇન: પ્રથમ ઇનામ ત્રિશૂર (કેરળ) ના અરુણ ગોકુલ ને મળ્યું.

 

8) ક્યારથી ઓસ્ટ્રેલિયામાં ભારતની 100% નિકાસ પર Zero-duty લાગુ કરવામાં આવી છે?

– 1 January 2026

-> 1 January 2026 થી ઓસ્ટ્રેલિયામાં ભારતની તમામ વસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે.

-> ઝીરો ક્યુટી: હવે ભારતથી ઓસ્ટ્રેલિયા મોકલાતી 100% ચીજવસ્તુઓ પર કોઈ ટેક્સ (Zero-duty) લાગશે નહીં.

-> કોને ફાયદો થશે?: ખાસ કરીને જવેલરી (16% વધારો), કપડાં, દવાઓ અને ખેતીની પેદાશો (મસાલા, કોફી) ને મોટો લાભ મળશે.

-> વેપારમાં તેજી: ભારતની નિકાસ 8% વધીને USD 8.58 billion સુધી પહોંચી છે.

-> મોટો ફાયદો: ભારતની વેપાર ખાધમાં 42% નો ઘટાડો થયો છે, જે અર્થતંત્ર માટે ખૂબ જ સારા સમાચાર છે.

>> ગઈકાલ નું કરંટ અફેર્સ વાંચો <<

1 thought on “13 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 13 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati”

Leave a Comment