12 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 12 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

12 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 12 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

1) સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ, જો અનામત વર્ગનો ઉમેદવાર મેરિટમાં આગળ હોય તો તેને કઈ શ્રેણીમાં ગણવામાં આવશે?

– સામાન્ય શ્રેણી

-> સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં અનામત અંગે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને દૂરગામી ચુકાદો આપ્યો છે. આ નિર્ણય મુજબ, જો અનામત વર્ગના ઉમેદવારો મેરિટમાં આગળ હોય, તો તેમને સામાન્ય શ્રેણી (General Category) માં ગણવામાં આવશે.

-> ન્યાયાધીશ દીપાંકર દત્તા અને એ.જી.મસીહની બેન્ચે રાજસ્થાન હાઈકોર્ટ વહીવટીતંત્ર અને તેના રજિસ્ટ્રાર દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે યોગ્યતાને તેનું યોગ્ય મહત્વ આપવું જોઈએ.

-> બધા માટે ઓપન કેટેગરીની બેઠકો: સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં 1992 ના ઇન્દિરા સાહની કેસના ઐતિહાસિક ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જસ્ટિસ દત્તાએ કહ્યું, “અમારું માનવું છે કે ‘ઓપન’ શબ્દનો અર્થ ફક્ત ઓપન થાય છે.

 

-: ચુકાદાની મુખ્ય વિગતો: :-

-> મેરિટને પ્રાધાન્ય: SC, ST, OBC અને EWS વર્ગના ઉમેદવારો જો સામાન્ય કેટેગરીના કટ-ઓફ (Cut-off) કરતા વધુ માર્કસ મેળવે છે, તો તેઓ સામાન્ય શ્રેણીની બેઠક મેળવવા માટે હકદાર ગણાશે.

-> અનામતનો હેતુઃ કોર્ટે સ્પષ્ટ કર્યું કે અનામત એ વધારાની તક છે, પરંતુ તે પ્રતિભાશાળી ઉમેદવારોને સામાન્ય બેઠકો મેળવતા રોકી શકે નહીં.

-> અસર: આ નિર્ણયથી ભારતની સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયામાં મોટી પારદર્શિતા આવશે.

 

-: આ નિર્ણય કેમ મહત્વનો છે? :-

-> અત્યાર સુધી ઘણી જગ્યાએ એવી મૂંઝવણ હતી કે અનામત વર્ગના ઉમેદવાર માત્ર પોતાની જ કેટેગરીની બેઠકો પર લડી શકે. પરંતુ આ ચુકાદાથી:

–> અનામત વર્ગના તેજસ્વી ઉમેદવારોનો વિજય થયો છે.

–> સામાન્ય શ્રેણીની બેઠકો હવે ખરેખર ‘ઓપન’ (બધા માટે ખુલ્લી) શ્રેણી બની રહેશે.

–> અનામત વર્ગની બેઠકો પર તે વર્ગના અન્ય જરૂરિયાતમંદ ઉમેદવારોને વધુ તક મળશે.

–> આ ચુકાદો સામાજિક ન્યાય અને મેરિટ (પ્રતિભા) વચ્ચે સંતુલન જાળવવામાં મદદરૂપ થશે.

 

2) ભારતનું પ્રથમ સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ કયું છે?

– સમુદ્ર પ્રતાપ

-> તાજેતરમાં, ભારતની દરિયાઈ સુરક્ષા અને પર્યાવરણીય સંરક્ષણ ક્ષમતામાં વધારો કરતા, રક્ષા મંત્રી રાજનાથ સિંહે 5 જાન્યુઆરી, 2026 ના રોજ ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) ખાતે આધુનિક જહાજ ‘સમુદ્ર પ્રતાપ’ ને ભારતીય કોસ્ટ ગાર્ડમાં કાર્યરત કર્યું છે.

-> લંબાઈ: 114.5 મીટર.,વજન (ડિસ્પ્લેસમેન્ટ): 4,200 ટન.ઝડપ: 22 નોટ્સ (Knots) થી વધુ., ક્ષમતા (Endurance): 6,000 નોટિકલ માઈલ.

-> સ્વદેશી સામગ્રી: આ જહાજમાં 60% થી વધુ સામગ્રી ભારતની છે.

-> પ્રદૂષણ નિયંત્રણ (Pollution Control): આ જહાજનું પ્રાથમિક કાર્ય દરિયામાં થતા તેલના ગળતર ને અટકાવવાનું અને

-> તેને સાફ કરવાનું છે. તે અત્યાધુનિક ઓઈલ રિકવરી સિસ્ટમથી સજ્જ છે.

-> સર્ચ એન્ડ રેસ્ક્યુ (SAR): દરિયાઈ આપત્તિઓ કે અકસ્માતો સમયે બચાવ કામગીરી માટે તે મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડશે.

-> EEZ ની સુરક્ષા: તે ભારતના વિશાળ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (Exclusive Economic Zone) માં દેખરેખ રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવામાં મદદ કરશે.

 

3) તાજેતરમાં કયા મંત્રાલયે EV બેટરી માટે ‘Battery Pack Aadhaar Number (BPAN)’ નો પ્રસ્તાવ કર્યો છે?

– ટ્રાન્સપોર્ટ મંત્રાલય

-> ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ઇલેક્ટ્રિક વાહનો (EV) ની બેટરીઓ માટે આધાર જેવી ઓળખ વ્યવસ્થા લાવવાનો પ્રસ્તાવ કર્યો છે, જેને Battery Pack Aadhaar Number (BPAN) કહેવામાં આવે છે.

-> આ અંતર્ગત દરેક બેટરી પર 21 અંકનો યુનિક નંબર આપવામાં આવશે.

-> આ નંબર દ્વારા બેટરીના ઉત્પાદનથી લઈને વપરાશ અને રિસાયક્લિંગ સુધીની સમગ્ર માહિતી સત્તાવાર પોર્ટલ પર ટ્રેક કરવામાં આવશે. BPAN બેટરી પર સ્પષ્ટ અને કાયમી રીતે અંકિત કરવો ફરજિયાત રહેશે.

-> જો બેટરીને રિસાયકલ કરીને ફરી ઉપયોગમાં લેવાશે, તો તેને નવો BPAN આપવામાં આવશે.

-> આ સિસ્ટમથી પારદર્શિતા, જવાબદારી, રિસાયક્લિંગ અને second-life ઉપયોગ સરળ બનશે.

-> ભારતમાં લિથિયમ-આયન બેટરીની કુલ માંગના 80-90% હિસ્સો માત્ર ઇલેક્ટ્રિક વાહનોનો છે. તેથી, મંત્રાલયે 2 kWh થી વધુ ક્ષમતા ધરાવતી ઇન્ડસ્ટ્રિયલ બેટરીઓ સાથે ખાસ કરીને EV બેટરીઓને આ ફ્રેમવર્કમાં પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે.

 

4) ચીને સુપરકન્ડકિટંગ મેગલેવ સ્પીડ ટેસ્ટમાં કેટલી મહત્તમ ઝડપ હાંસલ કરી?

– 700 કિમી/કલાક

-> ચીને એન્જિનિયરિંગ ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરતા સુપરકન્ડક્ટિંગ મેગલેવ (Maglev) ટ્રેન ટેકનોલોજીમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. ચીનની નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજીના સંશોધકોએ માત્ર 2 સેકન્ડમાં 700 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરીને દુનિયાને ચોંકાવી દીધી છે.

-> ઝડપ અને સમય: એક ટન વજન ધરાવતા વાહનને માત્ર 2 સેકન્ડમાં 700 કિમી/કલાકની અતિશય ઝડપે દોડાવવામાં આવ્યું.

-> પરીક્ષણ સ્થળ: આ પ્રયોગ 400 મીટર લાંબા સ્પેશિયલાઇઝ્ડ ટેસ્ટ ટ્રેક પર કરવામાં આવ્યો હતો.

-> ટેકનોલોજી: આ વાહન સુપરકન્ડક્ટિંગ ઇલેક્ટ્રિક મેગલેવ સિસ્ટમ પર આધારિત છે, જે ચુંબકીય શક્તિનો ઉપયોગ કરીને ટ્રેનને પાટાથી થોડી ઊંચે હવામાં તરતી રાખે છે.

-> વર્લ્ડ રેકોર્ડ: આ કોઈપણ સુપરકન્ડક્ટિંગ ઇલેક્ટ્રિક મેગલેવ સિસ્ટમ માટે અત્યાર સુધીની સૌથી વધુ નોંધાયેલી ઝડપ છે. અગાઉ આ જ ટીમે જાન્યુઆરી 2025 માં 648 કિમી/કલાકની ઝડપનો રેકોર્ડ બનાવ્યો હતો.

 

-: મેગ્નેટિક લેવિટેશન (Maglev) ટેકનોલોજી શું છે? :-

-> મેગલેવ એ પરિવહનની એવી પદ્ધતિ છે જેમાં ટ્રેન પૈડાં વગર પાટા પર દોડે છે.

-> ઘર્ષણ રહિત: ચુંબકીય આકર્ષણ અને અપાકર્ષણના સિદ્ધાંત પર કાર્ય કરતી આ સિસ્ટમમાં ટ્રેન અને પાટા વચ્ચે કોઈ સીધો સંપર્ક હોતો નથી, જેનાથી ઘર્ષણ (Friction) શૂન્ય થઈ જાય છે.

-> ગતિ: ઘર્ષણ ન હોવાને કારણે આ ટ્રેનો અત્યંત ઝડપે દોડી શકે છે અને પરંપરાગત ટ્રેનો કરતા ઓછો અવાજ કરે છે.

-> ભવિષ્યઃ આ ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં હાઈપરલૂપ સિસ્ટમ્સ અને એરોસ્પેસ લોન્ચિંગ (રોકેટ લોન્ય) માં પણ થઈ શકે છે.

 

5) ISROનું વર્ષ 2026નું પ્રથમ મિશન કયું છે?

– PSLV-C62

-> ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) 12 જાન્યુઆરી, 2026 ના રોજ સવારે 10:17 વાગ્યે શ્રીહરિકોટાથી તેનું વર્ષનું પ્રથમ રોકેટ લોન્ચ કરશે.

-> સેટેલાઇટ: મુખ્ય પેલોડ EOS-N1 છે, જે DRDO દ્વારા વિકસિત વ્યૂહાત્મક દેખરેખ માટેનો ઉપગ્રહ છે.

-> રોકેટ: PSLV-C62 દ્વારા લોન્ચિંગ કરવામાં આવશે.

-> આંતરરાષ્ટ્રીય સહયોગ: ભારત ઉપરાંત અમેરિકા, યુરોપ, UAE અને સિંગાપોર જેવા દેશોના અન્ય 18 કોમર્શિયલ પેલોડ્સ પણ અવકાશમાં જશે

 

6) તાજેતરમાં અવસાન પામેલા મનોજ કોઠારી કઈ રમત સાથે સંકળાયેલા હતા?

– બિલિયર્ડ્સ અને સ્નૂકર

-> ભારતના સુપ્રસિદ્ધ અને પૂર્વ વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયન મનોજ કોઠારીનું તાજેતરમાં તિરુનલવેલી, તમિલનાડુ ખાતે અવસાન થયું છે. તેઓ 67 વર્ષના હતા અને લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું છે.

 

-: કારકિર્દીની મુખ્ય સિદ્ધિઓ: :-

-> વર્લ્ડ ચેમ્પિયન: તેમણે 1990 માં બેંગલુરુ ખાતે IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

-> વર્લ્ડ ડબલ્સ: 1997 માં તેમણે ઈંગ્લેન્ડના ઈયાન વિલિયમસન સાથે મળીને વર્લ્ડ ડબલ્સ બિલિયર્ડ્સ ટાઈટલ જીત્યું હતું.

-> સ્ટેટ ચેમ્પિયન: તેઓ 16 વખત સ્ટેટ ચેમ્પિયન રહ્યા હતા.

-> મુખ્ય કોચ: વર્ષ 2011 થી તેઓ ભારતીય બિલિયર્ડ્સ ટીમના ચીફ નેશનલ કોચ તરીકે કાર્યરત હતા.

 

-: સન્માન અને એવોર્ડ્સ: :-

-> મેજર ધ્યાનચંદ એવોર્ડ: રમતગમત ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા વર્ષ 2005 માં તેમને પ્રતિષ્ઠિત ધ્યાનચંદ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

-> IBSF લાઈફટાઈમ અચીવમેન્ટ: વર્ષ 2025 માં તેમને ઈન્ટરનેશનલ બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન દ્વારા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

-: વારસો: :-

-> મનોજ કોઠારીનો પરિવાર ફૂટબોલ અને ક્યુ સ્પોર્ટ્સ સાથે જોડાયેલો છે.

-> તેમના પુત્ર સૌરવ કોઠારી પણ વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયન છે, જેમણે વર્ષ 2025 માં જ પંકજ અડવાણીને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

-> મનોજ કોઠારીએ માત્ર એક ખેલાડી તરીકે જ નહીં, પરંતુ એક કુશળ કોચ તરીકે પણ ભારતના અનેક યુવા ખેલાડીઓને તૈયાર કર્યા છે.

 

7) તાજેતરમાં વોરેન બફેટે કઈ કંપની ના CEO પદેથી નિવૃત્તિ લીઘી છે?

– બર્કશાયર હેથવે

-> વિશ્વના સૌથી પ્રભાવશાળી રોકાણકાર તરીકે જાણીતા વૉરેન બફેટે 1 January 2026 થી

-> બર્કશાયર હેથવેના CEO પદેથી નિવૃત્તિ લીધી છે.

-> નવા CEO: Greg Abel (ગ્રેગ એબેલ) એ બર્કશાયરના નવા CEO તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

-> બફેટની નવી ભૂમિકા: 95 વર્ષીય બફેટ હવે કંપનીના Chairman of the Board તરીકે ચાલુ રહેશે અને સલાહકારની ભૂમિકા ભજવશે.

-> કંપનીનું મૂલ્ય: બર્કશાયર હેથવે $ 1 trillion થી વધુ માર્કેટ કેપ ધરાવતી પ્રથમ અમેરિકન ‘નોન- ટેક’ કંપની બની છે.

-> રોકડ અનામત: કંપની પાસે અત્યારે રેકોર્ડબ્રેક $ 380 billion ની રોકડ (Cash) જમા છે.

>> ગઈકાલ નું કરંટ અફેર્સ વાંચો <<

1 thought on “12 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 12 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati”

Leave a Comment