07 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 07 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

07 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 07 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

1) ભારતના બુલેટ ટ્રેન પ્રોજેકટમાં કયા દેશની ‘શિંકાનસેન’ (Shinkansen) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે?

– જાપાન

-> ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Mumbai-Ahmedabad High-Speed Rail – MAHSR) અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

 

-: પ્રોજેક્ટની ઝડપ અને સુવિધાઃ :-

-> ટ્રેનની ફ્રીક્વન્સી: પીક અવર્સ દરમિયાન દર 15 to 20 minutes ના અંતરે ટ્રેન દોડશે, જે ભવિષ્યમાં ઘટાડીને 10 minutes કરવામાં આવશે.

-> સમયની બચત: અત્યારે મુંબઈ-અમદાવાદ વચ્ચે 6 to 7 hours લાગે છે, જે ઘટીને માત્ર 1 hour and 58 minutes થઈ જશે.

-> અંતર: કુલ 508 km લાંબો કોરિડોર.

 

-: તાજેતરની મોટી સિદ્ધિ: :-

-> Mountain Tunnel-5 (MT-5): 2 January 2026 ના રોજ પાલઘર (મહારાષ્ટ્ર) માં આ ટનલનું સફળ બ્રેકથ્રુ થયું.

-> આ પ્રોજેક્ટની 7 પર્વતીય ટનલમાંથી આ સૌથી લાંબી (1.48 km) ટનલ છે.

 

-: અમલીકરણ અને લક્ષ્યાંકો: :-

-> પ્રથમ તબક્કો: 15 Aug 2027 ના રોજ સુરતથી બીલીમોરા અને વાપી

-> પૂર્ણ પ્રોજેક્ટ: December 2029 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.

-> આર્થિક અસર: લગભગ 1 લાખ લોકોને રોજગારી મળી છે અને ભાડું અંદાજે ₹3,000 to ₹5,000 ની વચ્ચે રહેવાની શક્યતા છે

 

2) તાજેતરમાં DRDO દ્વારા કયા રાજ્યના દરિયાકાંઠે ‘પ્રલય’ (Pralay) મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું?

– ઓડિશા

-> (DRDO) દ્વારા 31 ડિસેમ્બર, 2025 ના રોજ ઓડિશાના દરિયાકાંઠે ‘પ્રલય’ (Pralay) મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

-> આ પરીક્ષણની સૌથી મોટી ખાસિયત એ હતી કે એક જ લોન્ચર પરથી બે મિસાઈલનું સતત (Salvo Launch) પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે ભારતીય સેનાની આક્રમક ક્ષમતામાં મોટો વધારો કરશે.

 

-: મિસાઈલની મુખ્ય લાક્ષણિકતાઓ: :-

-> પ્રકાર: સપાટીથી સપાટી પર પ્રહાર કરતી (Surface-to-Surface), ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ.

-> ટ્રેજેક્ટરી: તે ‘ક્વાસી-બેલેસ્ટિક’ (Quasi-Ballistic) મિસાઈલ છે, જેનો અર્થ છે કે તે હવામાં પોતાની દિશા બદલી શકે છે અને દુશ્મનના એન્ટી-મિસાઈલ સિસ્ટમને છેતરી શકે છે.

-> રેન્જ (અંતર): 150 થી 500 કિલોમીટર.

-> પેલોડ ક્ષમતા: 500 થી 1,000 કિલોગ્રામ (પરંપરાગત હથિયારો લઈ જવા માટે સક્ષમ).

-> ઝડપ: ટર્મિનલ ફેઝમાં તે હાઈપરસોનિક ઝડપ (આશરે Mach 6.1) પ્રાપ્ત કરી શકે છે.

-> ચોકસાઈ: આ મિસાઈલનું CEP (Circular Error Probability) 10 મીટરથી ઓછું છે, જે તેને અત્યંત સચોટ બનાવે છે.

 

-: મહત્વ અને વ્યૂહાત્મક ઉપયોગઃ :-

-> આ મિસાઈલ ચીનની ‘ડોંગફેંગ-12’ અને રશિયાની ‘ઈસ્કેન્ડર’ મિસાઈલ જેવી જ ક્ષમતા ધરાવે છે.

-> તેને મુખ્યત્વે સરહદ (LoC અને LAC) પર તૈનાત કરવામાં આવશે, જે દુશ્મનના કમાન્ડ સેન્ટર્સ, એરબેઝ અને લોજિસ્ટિક્સ હબને નિશાન બનાવી શકશે.

 

3) તાજેતરમાં વેનેઝુએલાના નવા કાર્યકારી રાષ્ટ્રપતિ કોને બનાવવામાં આવ્યા છે?

– ડેલ્સી રોડ્રિગ્ઝ

-> ૩ જાન્યુઆરી, 2026 ના રોજ અમેરિકન સૈન્યના ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ દ્વારા નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા છે.

-> તેઓ 2018 થી વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે.

-> તેઓ વ્યવસાયે વકીલ છે અને માદુરોના સૌથી વિશ્વાસુ સહયોગી માનવામાં આવે છે. માદુરો તેમને પ્રેમથી ‘સિંહણ’ કહીને સંબોધતા હતા.

-> માદુરો અત્યારે અમેરિકાની જેલમાં છે અને તેમના પર ‘નાર્કો-ટેરરિઝમ’ (નશાખોરી અને આતંકવાદ) ના ગંભીર આરોપો છે.

-> ડેલ્સી રોડ્રિગ્સે અમેરિકાના આ પગલાને ગેરકાયદેસર ગણાવ્યું છે અને માદુરોને મુક્ત કરવાની માંગ કરી છે.

 

4) INSV કૌન્ડિન્યની પ્રથમ દરિયાઈ સફર કયા બે સ્થળો વચ્ચે થઈ રહી છે?

– પોરબંદર – મસ્કત

-> વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 ડિસેમ્બર, 2025 ના રોજ ભારતીય નૌકાદળના જહાજ INSV કૌન્ડિન્ય ને તેની પ્રથમ દરિયાઈ સફર માટે અભિનંદન પાઠવ્યા છે. આ જહાજ ગુજરાતના પોરબંદર થી ઓમાનના મસ્કત સુધીની ઐતિહાસિક સફર પર નીકળ્યું છે.

-> INSV કૌન્ડિન્ય એ કોઈ સામાન્ય જહાજ નથી, પરંતુ ભારતની 1,500 વર્ષ જૂની વહાણ બાંધવાની કળાનું જીવંત ઉદાહરણ છે.

-> ટાંકાવાળી વહાણ પદ્ધતિ(Stitched-Ship Technique): જહાજ પ્રાચીન ‘ટાંકાવાળી’ પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે. તેમાં લાકડાના પાટિયાઓને જોડવા માટે લોખંડની ખીલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ તેને નાળિયેરની કાથી થી સીવવામાં આવ્યા છે.

-> કુદરતી રાળ (Natural Resins): લાકડાના સાંધાઓને વોટરપ્રૂફ બનાવવા માટે કુદરતી રાળ અને તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

-> પ્રેરણા: આ જહાજની ડિઝાઇન અજંતાની ગુફાઓ (ગુફા નંબર 17) માં જોવા મળતા 5મી સદીના વહાણના ચિત્રો પરથી લેવામાં આવી છે.

-> નવીનતા: આ વહાણમાં કોઈ એન્જિન નથી. તે સંપૂર્ણપણે પવન અને સઢ (Sails) પર આધારિત છે. તેને હલેસાં (Oars) દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

-> ઐતિહાસિક સફર: પોરબંદર થી મસ્કત આ સફર ભારત અને આરબ દેશો વચ્ચેના પ્રાચીન વ્યાપારિક સંબંધોને ફરીથી તાજા કરવા માટે છે.

-> રૂટ: પોરબંદર (ગુજરાત) થી મસ્કત (ઓમાન).

-> ક્રૂ: આ જહાજ પર 17 સભ્યો (4 અધિકારીઓ અને 13 નાવિકો) સવાર છે, જેમનું નેતૃત્વ કમાન્ડર વિકાસ શેઓરાન કરી રહ્યા છે.

-> ઉદ્દેશ્ય: આ સફર દ્વારા ભારત તેની જૂની દરિયાઈ પરંપરાઓને સમજવા અને વિશ્વ સમક્ષ રજૂ કરવા માંગે છે. આ રૂટ દ્વારા પ્રાચીન સમયમાં મસાલા, કાપડ અને સંસ્કૃતિનું આદાનપ્રદાન થતું હતું.

-> મહત્વ: PM મોદીએ જણાવ્યું હતું કે આ જહાજ ભારતની સમૃદ્ધ દરિયાઈ પરંપરાઓને ઉજાગર કરે છે અને અખાતી પ્રદેશો સાથેના આપણા ઐતિહાસિક સંબંધોને જોડે છે.

 

5) ‘રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો-2025’ કયા જિલ્લામાં યોજાયો?

– સુરત

-> મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ‘રાષ્ટ્રીય આદિવાસી ઉધોગ મેળો-2025′ નો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી યુવાનોને સ્વરોજગારી માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમની પરંપરાગત કલા-કસબને વૈશ્વિક મંચ પૂરો પાડવાનો છે.

 

-: મેળાની વિશેષતાઓ :-

-> સમયગાળો: 26 થી 29 ડિસેમ્બર, 2025.

-> સ્થળ: વસરાઈ, અંબિકા તાલુકો (સુરત જિલ્લો).

-> સ્ટોલ્સ: મેળામાં કુલ 370 થી વધુ વિવિધ ઉત્પાદનોના સ્ટોલ્સ અને આદિવાસી વાનગીઓના 80 થી વધુ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે.

-> સહભાગીતા: દેશભરના વિવિધ રાજ્યોમાંથી 700 થી વધુ પ્રતિનિધિઓ આ મેળામાં ભાગ લઇ રહ્યા છે.

 

-: વિકાસ કામોની ભેટ :-

-> મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સુરત જિલ્લા માટે 858 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ પણ કર્યા હતા. આ કામો મુખ્યત્વે માર્ગ અને મકાન વિભાગ સાથે જોડાયેલા છે, જે જિલ્લાના માળખાગત વિકાસને વેગ આપશે.

 

-: મુખ્ય ઉદ્દેશ્યો :-

-> વોકલ ફોર લોકલ: સ્થાનિક આદિવાસી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને ‘લોકલ ફોર ગ્લોબલ’ ના મંત્રને સાકાર કરવો.

-> MSME ને વેગ: નાના અને મધ્યમ ઉધોગકારો માટે બિઝનેસ વર્કશોપનું આયોજન કરી તેમને વ્યવસાયિક માર્ગદર્શન પૂરું પાડવું.

-> રોજગારી: આદિવાસી યુવાનોને ‘જોબ સીકર’ (નોકરી શોધનાર) ને બદલે ‘જોબ ગિવર’ (નોકરી આપનાર) બનાવવાનો લક્ષ્યાંક.

 

6) જર્મન ચાન્સેલર ફ્રીડ્રિય મર્ઝ ક્યારે ભારત આવી રહ્યા છે?

– 12-13 જાન્યુઆરી 2026

-> જર્મનીના ચાન્સેલર ફ્રીડ્રિય મર્ઝ (Friedrich Merz) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 12 અને 13 જાન્યુઆરી, 2026 ના રોજ ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે.

-> તેઓ 12 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ બેંગલુરુ જશે.

-> હેતુ: વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં ભારત-જર્મની સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂકવામાં આવશે.

-> સંદર્ભ: ભારત અને જર્મની વચ્ચેની ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થયા બાદ આ મુલાકાત યોજાઈ રહી છે.

 

7) સોમનાથ મંદિર પર પ્રથમ આક્રમણ ક્યારે થયું હતું?

– ઈ.સ. 1026

-> વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1,000 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક વિશેષ લેખ દ્વારા ભારતની અતૂટ સંસ્કૃતિ અને ઈતિહાસ વિશે વાત કરી છે.

 

-: ઐતિહાસિક પૃષ્ઠભૂમિ :-

-> પ્રથમ આક્રમણ: જાન્યુઆરી 1026 માં ગઝનીના મહમૂદે સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. આ વર્ષ (2026) તે ઘટનાના 1,000 વર્ષ પૂર્ણ કરે છે.

-> મંદિરનું સ્થાન: સોમનાથ મંદિર ગુજરાતના પશ્ચિમ કિનારે પ્રભાસ પાટણ ખાતે આવેલું છે. તે ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ માનવામાં આવે છે.

 

-: આધુનિક પુનઃનિર્માણના સીમાચિહો સરદાર પટેલનું યોગદાન: :-

-> આઝાદી પછી મંદિરના પુનઃનિર્માણની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી. તેમણે દિવાળી 1947 માં સોમનાથની મુલાકાત લીધા બાદ આ નિર્ણય કર્યો હતો.

-> લોકાર્પણ: મે 1951 માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ ની ઉપસ્થિતિમાં નવનિર્મિત મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

-> 75 વર્ષ: વર્ષ 2026 માં મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ ૫ણ પૂર્ણ થશે.

 

8) ખાલિદા ઝિયા કોણ હતી?

– ખાલિદા ઝિયા બાંગ્લાદેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના ચેરપર્સન હતી.

-> બાંગ્લાદેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના કદાવર નેતા ખાલિદા ઝિયા નું 80 વર્ષની વયે લાંબી બિમારી બાદ નિધન થયું છે.

-> 15 ઓગસ્ટ, 1945 ના રોજ જન્મેલા ખાલિદા ઝિયાએ 1991 થી 1996 અને 2001 થી 2006 દરમિયાન બે વાર દેશના પ્રધાનમંત્રી તરીકે સેવા આપી હતી.

-> તેમના પતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનની હત્યા બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને સૈન્ય શાસન સામે લોકશાહી પુનઃસ્થાપિત કરવાના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

-> પાકિસ્તાનના બેનઝીર ભુટ્ટો પછી તેઓ મુસ્લિમ વિશ્વના બીજા મહિલા પ્રધાનમંત્રી બન્યા હતા.

-> છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ લીવર સિરોસિસ અને હૃદયની બિમારીઓથી પીડાતા હતા.

-> તેમના અવસાનથી બાંગ્લાદેશના રાજકારણમાં દાયકાઓ સુધી ચાલેલા ‘બેગમ વિરુદ્ધ બેગમ’ (ખાલિદા ઝિયા અને શેખ હસીના વચ્ચેની હરીફાઈ) ના યુગનો અંત આવ્યો છે.

>> ગઈકાલ નું કરંટ અફેર્સ વાંચો <<

1 thought on “07 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 07 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati”

Leave a Comment