18 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 18 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

18 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 18 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

1) ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે જાહેર કરાયેલ WhatsApp નંબર કયો છે?

– 99040 01908

-> ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે.

-> જે અંતર્ગત હવે સામાન્ય નાગરિકો ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી વોટ્સએપ નંબર 99040 01908 અથવા નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 પર આપી શકશે.

-> આ ઝુંબેશની સૌથી મહત્વની બાબત એ છે કે માહિતી આપનાર નાગરિકની ઓળખ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ સેવા દ્વારા યુવાધનને નશાની લતથી બચાવવા અને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે જનતાનો સહયોગ માંગવામાં આવ્યો છે.

 

2) ભારતીય સેનાએ કયા ખાનગી સંરક્ષણ ઉત્પાદક સાથે ‘સૂર્યાસ્ત્ર’ રોકેટ લોન્ચર માટે કરાર કર્યા છે?

– NIBE Limited

-> ભારતીય સેનાએ તાજેતરમાં ખાનગી સંરક્ષણ ઉત્પાદક NIBE Limited સાથે Rs. 293 Crore નો કરાર કર્યો છે. આ કરાર હેઠળ સેનાને અત્યાધુનિક ‘સૂર્યાસ્ત્ર’ રોકેટ લોન્ચર સિસ્ટમ પૂરી પાડવામાં આવશે.

 

-: સૂર્યાસ્ત્ર રોકેટ સિસ્ટમ: મુખ્ય ખાસિયતો :-

-> સ્વદેશી બનાવટ: આ ભારતની પ્રથમ સ્વદેશી યુનિવર્સલ મલ્ટી-કેલિબર રોકેટ લોન્ચર સિસ્ટમ છે. તેને પુણે સ્થિત NIBE Limited દ્વારા ઇઝરાયેલની Elbit Systems ના સહયોગથી વિકસાવવામાં આવી છે.

-> રેન્જ (ક્ષમતા): તે 150 અને 300 km ની રેન્જમાં સપાટી પરથી સપાટી પર ચોકસાઈપૂર્વક હુમલો કરી શકે છે.

-> ચોકસાઈ (Precision): ટ્રાયલ દરમિયાન તેની સચોટતા (CEP) 5 મીટર થી પણ ઓછી જોવા મળી છે. જે તેને અત્યંત ઘાતક બનાવે છે.

-> મલ્ટી-ફંક્શનલ: આ એક જ લોન્ચર દ્વારા 100 km ની રેન્જ સુધીના Loitering Munitions (આત્મઘાતી ડ્રોન) પણ છોડી શકાય છે.

 

-: ટેકનોલોજી અને ફાયદા: :-

-> PULS ટેક્નોલોજી: આ સિસ્ટમ ઇઝરાયેલની પ્રસિદ્ધ ‘PULS’ (Precise & Universal Launching System) ટેકનોલોજી પર આધારિત છે.

-> શૂટ-એન્ડ-સ્કૂટ: તે ગોળીબાર કર્યા પછી તુરંત પોતાની જગ્યા બદલવામાં (Shoot-and-scoot) સક્ષમ છે, જેથી દુશ્મન વળતો પ્રહાર ન કરી શકે.

-> આધુનિક કંટ્રોલ: તેમાં GPS, ઇનર્શિયલ નેવિગેશન અને ડિજિટલ બેલેસ્ટિક કોમ્પ્યુટેશન જેવી આધુનિક ફાયર કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવી છે.

-> સૂર્યાસ્ત્ર સિસ્ટમ ભારતીય સેનાની આક્રમક ક્ષમતામાં મોટો વધારો કરશે અને સંરક્ષણ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ ના લક્ષ્યને મજબૂત બનાવશે.

 

3) દીવમાં યોજાયેલી બીજી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026માં કોણ ચેમ્પિયન બન્યું છે?

– કર્ણાટક

-> તારીખઃ 5 થી 10 જાન્યુઆરી, 2026.

-> સ્થળ: ઘોઘલા બીચ, દીવ (દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ).

-> વિજેતા: કર્ણાટક કુલ 11 મેડલ (3 ગોલ્ડ, 2 સિલ્વર, 6 બ્રોન્ઝ) સાથે એકંદર ચેમ્પિયન બન્યું છે.

-> બીજું અને ત્રીજું સ્થાન: તમિલનાડુ (8 મેડલ) બીજા ક્રમે અને મણિપુર ત્રીજા ક્રમે રહ્યું છે.

-> આયોજન: આ રમતનું આયોજન DNHDD કેન્દ્રશાસિત પ્રદેશ અને ભારતીય રમતગમત સત્તામંડળ (SAI) દ્વારા કરવામાં આવ્યું હતું.

-> માસ્કોટ (Mascot): આ ગેમ્સનો માસ્કોટ ‘પર્લ’ (Pearl) નામની ડોલ્ફિન હતી.

-> રમતગમતના પ્રકાર: આ સ્પર્ધામાં બીચ વોલીબોલ, બીચ સોકર, સેપાક ટાકરો, બીચ કબડ્ડી, પેનકાક સિલાટ અને ઓપન વોટર સ્વિમિંગ જેવી 6 મેડલ ઇવેન્ટ્સ હતી. આ ઉપરાંત મલ્લખંભ અને ટગ-ઓફ-વોરનું પ્રદર્શન (Demonstration) કરવામાં આવ્યું હતું.

-> સહભાગીઓ:30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1,100 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

 

4) તાજેતરમાં કચા IIT ખાતે ‘PARAM SHAKTI’ નામના શક્તિશાળી સુપર કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું છે?

– IIT મદ્રાસ

-> ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ 3 January, 2026 ના રોજ IIT Madras ખાતે ‘PARAM SHAKTI’ નામના શક્તિશાળી સુપરકોમ્પ્યુટરની શરૂઆત કરી છે.

-> ક્ષમતા: આ સિસ્ટમ 3.1 petaflops ની પીક પર્ફોર્મન્સ ધરાવે છે, જેનો અર્થ છે કે તે પ્રતિ સેકન્ડ 3.1 quadrillion (પદ્મ) ગણતરીઓ કરી શકે છે.

-> મેક ઇન ઇન્ડિયા: આ સુપરકોમ્પ્યુટર C-DAC દ્વારા નેશનલ સુપરકોમ્પ્યુટિંગ મિશન (NSM) હેઠળ સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવ્યું છે.

-> ટેકનોલોજી: તે AlmaLinux અને C-DAC ના પોતાના સોફ્ટવેર પર ચાલે છે. તેમાં આધુનિક કુલિંગ સિસ્ટમ અને અવિત પાવર સપ્લાયની સુવિધા છે.

-> આ સુપરકોમ્પ્યુટર જટિલ વૈજ્ઞાનિક સંશોધનો માટે ગેમ-ચેન્જર સાબિત થશે:

-> હવામાન અને આબોહવા: વરસાદ અને વાવાઝોડાની સચોટ આગાહી કરવામાં મદદ મળશે.

-> દવા અને આરોગ્ય: નવી દવાઓની શોધ (Drug discovery) અને ન્યુક્લિયર રિસર્ચમાં ઉપયોગી થશે.

-> એરોસ્પેસ: વિમાન અને અવકાશયાનની ડિઝાઈન અને તેના સિમ્યુલેશન ઝડપથી કરી શકાશે.

-> અન્ય ક્ષેત્રો: મટીરિયલ સાયન્સ, કમ્બશન સ્ટડીઝ અને મોલેક્યુલર સાયન્સમાં પણ તે મદદરૂપ થશે.

-> NSM ની સફળતા: ભારતમાં અત્યાર સુધીમાં આવા 37 સુપરકોમ્પ્યુટર સ્થાપવામાં આવ્યા છે.

-> IndiaAl મિશન: આ સુપરકોમ્પ્યુટર ભારતના AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) મિશનને પણ વેગ આપશે, જેનાથી સંશોધકોને વિવિધ GPU પ્લેટફોર્મ પર કામ કરવાનો અનુભવ મળશે.

 

5) તાજેતરમાં ભારતના 92મા ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે?

– આર્યન વર્ણેય

-> ભારતીય ચેસ માટે ગૌરવના સમાચાર છે કે 21 વર્ષીય આર્યન વર્ણય આર્મેનિયામાં આયોજિત ‘એન્ડ્રાનિક માર્ગારિયન મેમોરિયલ’ ટુર્નામેન્ટ જીતીને ભારતના 92મા ગ્રાન્ડમાસ્ટર (GM) બન્યા છે.

-> દિલ્હીના વતની એવા આર્યને અંતિમ રાઉન્ડ બાકી હોવા છતાં પોતાનો ત્રીજો અને અંતિમ GM નોર્મ હાંસલ કરી આ સિદ્ધિ મેળવી હતી.

-> ગ્રાન્ડમાસ્ટર બનવા માટે જરૂરી 2500 એલો રેટિંગ અને ૩ નોર્મ્સ પૂર્ણ કરીને તેમણે ભારતનું નામ રોશન કર્યું છે.

-> આ સાથે તેઓ દિલ્હીના 8મા ગ્રાન્ડમાસ્ટર બન્યા છે, જે દર્શાવે છે કે ભારત ચેસની વૈશ્વિક મહાસત્તા તરીકે સતત આગળ વધી રહ્યું છે.

 

6) આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને તાજેતરમાં કઈ પ્રાચીન જાપાનીઝ માર્શલ આર્ટ પરંપરામાં સામેલ કરવામાં આવ્યા છે?

– કેન્જુત્સુ

-> આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને પ્રાચીન જાપાનીઝ સામુરાઈ માર્શલ આર્ટ ‘કેન્જુત્સુ’ (Kenjutsu) માં સામેલ કરવામાં આવ્યા છે.

-> પવન કલ્યાણ જાપાન બહાર આ પ્રતિષ્ઠિત ‘કેન્જુત્સુ’ પરંપરામાં સામેલ થનારા પ્રથમ ભારતીય બન્યા છે.

-> આ સન્માન તેમના છેલ્લા 30 વર્ષથી વધુ સમયના માર્શલ આર્ટ્સ પ્રત્યેના સમર્પણ અને તાલીમનું પરિણામ છે.

-> તેમને ‘ટાઈગર ઓફ માર્શલ આર્ટ્સ’ (Tiger of Martial Arts) ના ખિતાબથી પણ નવાજવામાં આવ્યા છે.

 

-: કેન્જુત્સુ (Kenjutsu) શું છે? :-

-> કેન્જુત્સુ એ જાપાનની એક પ્રાચીન તલવારબાજીની કળા છે, જેનો ઉપયોગ સામુરાઈ યોદ્ધાઓ કરતા હતા. તે માત્ર શારીરિક તાકાત જ નહીં, પરંતુ શિસ્ત, માનસિક સંતુલન અને નૈતિક મૂલ્યો પર ભાર મૂકે છે.

 

-: અન્ય મહત્વની સિદ્ધિઓ: :-

-> ટેકેડા શિન્જેન ક્લેનઃ તેઓ જાપાનના પ્રખ્યાત ‘ટેકેડા શિન્જેન ક્લેન’ (Takeda Shingen Clan) માં સામેલ થનારા પ્રથમ તેલુગુ વ્યક્તિ પણ છે.

-> 5th Dan: તેમને ‘સોગો બુડો કાન્ડી કાઈ’ સંસ્થા દ્વારા 5th Dan (એક ઉચ્ચ સ્તરીય બ્લેક બેલ્ટ રેન્ક) એનાયત કરવામાં આવ્યો છે.

 

7) 28મી કોન્ફરન્સ ઓફ સ્પીકર્સ એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસર્સ ઓફ ધ કોમનવેલ્થ (CSPOC) નો પ્રારંભ ક્યાં થયો છે?

– દિલ્હીમાં

-> નવી દિલ્હીમાં 14 જાન્યુઆરીથી 3 દિવસીય 28મી કોન્ફરન્સ ઓફ સ્પીકર્સ એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસર્સ ઓફ ધ કોમનવેલ્થ (CSPOC) નો પ્રારંભ થયો છે, લોકસભાના સ્પીકર કોન્ફરન્સના અધ્યક્ષ છે.

-> આ કોન્ફરન્સમાં 60 થી વધુ કોમનવેલ્થ દેશો અને અર્ધ-સ્વાયત્ત સંસદના સ્પીકર્સ ભાગ લઈ રહ્યા છે.

-> વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરી સંવિધાન સદનના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.

-> સંસદમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ, સોશિયલ મીડિયાની સાંસદો પર અસર, સંસદની સુરક્ષા અને સાંસદોનું સ્વાસ્થ્ય જેવા મહત્વના વિષયો પર સત્રો યોજાશે.

>> ગઈકાલ નું કરંટ અફેર્સ વાંચો <<

Leave a Comment