16 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 16 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

16 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 16 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

1) ભારતનું સૌથી મોટું Al ડેટા સેન્ટર ક્યાં બનાવાશે?

– જામનગર

-> રાજકોટના આંગણે 11 અને 12 જાન્યુઆરી, 2026 ના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાત માટે અનેક મહત્વના વચનો આપ્યા હતા.

 

-: મુકેશ અંબાણીના મુખ્ય વચનો અને જાહેરાતો: :-

-> રોકાણમાં મોટો ઉછાળો: રિલાયન્સ આગામી 5 વર્ષમાં ગુજરાતમાં પોતાનું રોકાણ બમણું કરીને 7 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જશે. (છેલ્લા 5 વર્ષમાં કંપનીએ 3.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું).

-> ક્લીન એનર્જી હબ: જામનગરમાં વિશ્વની સૌથી મોટી ક્લીન એનર્જી ઇકો-સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે અને કચ્છને ગ્લોબલ ક્લીન એનર્જી હબ બનાવવામાં આવશે.

-> સસ્તું AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ): જામનગરમાં ભારતનું સૌથી મોટું AI રેડી ડેટા સેન્ટર બની રહ્યું છે. જિયો (Jio) ટૂંક સમયમાં ‘પીપલ-ફર્સ્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ’ લોન્ચ કરશે, જેનાથી દરેક ભારતીય પોતાની ભાષામાં મોબાઈલ પર AI સેવા મેળવી શકશે.

-> ઓલિમ્પિક 2036: ભારતના ઓલિમ્પિકના સપનાને સાકાર કરવા રિલાયન્સ ગુજરાત સરકાર સાથે મળીને નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન કરશે અને ભાવિ ચેમ્પિયન્સ તૈયાર કરશે.

 

2) દર વર્ષે નેશનલ સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

– 16 જાન્યુઆરી

-> ભારતમાં દર વર્ષે 16 January ના રોજ નેશનલ સ્ટાર્ટઅપ ડે અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. જેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 માં કરી હતી. આ દિવસ ભારતની વધતી જતી સ્ટાર્ટઅપ સંસ્કૃતિ અને ઉધોગસાહસિકોના યોગદાનને બિરદાવવા માટે સમર્પિત છે.

-> વર્ષ 2026 માં ભારત તેની ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પહેલના 10 સફળ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, જે અંતર્ગત દેશભરમાં વિશેષ કાર્યક્રમો અને ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન વીક’ નું આયોજન કરવામાં આવ્યું છે.

-> હાલમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે, જેમાં 1.8 લાખ (1,80,000) થી વધુ સરકારી માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે.

-> બેંગ્લોર હજુ પણ ભારતના ‘સ્ટાર્ટઅપ કેપિટલ’ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે સુરત અને અમદાવાદ જેવા ગુજરાતના શહેરો પણ નવા હબ તરીકે ઉભરી રહ્યા છે. આ વર્ષે સરકાર ખાસ કરીને Deep-Tech, Al અને ટકાઉ વિકાસ (Sustainability) પર ધ્યાન કેન્દ્રિત કરતા સ્ટાર્ટઅપ્સને વધુ પ્રોત્સાહન આપી રહી છે.

 

3) તાજેતરમાં કયા બે દેશો સાથેના ભારતના વેપાર કરારોમાં ‘આયુષ’ (AYUSH) ને સત્તાવાર માન્યતા મળી?

– ઓમાન અને ન્યુઝીલેન્ડ

-> ભારતની AYUSH પદ્ધતિને વૈશ્વિક સ્તરે મોટું પ્રોત્સાહન મળ્યું છે. ડિસેમ્બર 2025 માં ભારત દ્વારા ઓમાન અને ન્યુઝીલેન્ડ સાથે કરવામાં આવેલા વેપાર કરારોમાં આયુષ ચિકિત્સા પદ્ધતિને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.

-> નવા કરારો: ભારતની પરંપરાગત દવાઓ અને વેલનેસ સેવાઓને હવે ઓમાન અને ન્યુઝીલેન્ડ સાથેના વેપાર કરારોમાં ખાસ સ્થાન મળ્યું છે.

-> નિકાસમાં વધારો: વર્ષ 2024-25 માં આયુષ ઉત્પાદનોની નિકાસમાં 6.11% નો વધારો થયો છે.

-> નિકાસનું મૂલ્ય: નિકાસની કિંમત USD 649.2 મિલિયન (વર્ષ 2023-24) થી વધીને USD 688.89 મિલિયન (વર્ષ 2024–25) થઈ ગઈ છે.

-> મહત્વ: આ કરારોથી ભારતીય હર્બલ ઉત્પાદનો માટે આંતરરાષ્ટ્રીય બજારોના દરવાજા ખુલશે અને સંશોધન ક્ષેત્રે સહયોગ વધશે.

 

4) હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ ભારતીય નાગરિકો કેટલા દેશોમાં વિઝા-ફ્રી અથવા વિઝા-ઓન-અરાઈવલ મુસાફરી કરી શકે છે?

– 55

-> હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2026 (Henley Passport Index 2026) માં ભારતીય પાસપોર્ટની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળ્યો છે.

-> ભારતીય પાસપોર્ટ હવે પહેલા કરતા વધુ મજબૂત બન્યો છે. 2026 ના રેન્કિંગમાં ભારત 5 સ્થાન ઉપર ચહ્યું છે.

-> સુધારો: ભારતીય પાસપોર્ટ 80માં ક્રમે છે.

-> વિઝા-મુક્ત એન્ટ્રી: ભારતીય નાગરિકો હવે વિશ્વના 55 દેશોમાં વિઝા વગર (અથવા વિઝા-ઓન-અરાઇવલ) પ્રવાસ કરી શકે છે.

 

-: વૈશ્વિક સ્તરે ટોચના દેશો: :-

  1. સિંગાપોર: 192 દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રી સાથે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ.
  2. જાપાન અને દક્ષિણ કોરિયા: 188 દેશો સાથે બીજા ક્રમે.
  3. ડેનમાર્ક, લક્ઝમબર્ગ, સ્પેન, સ્વીડન અને સ્વિત્ઝરલેન્ડ: 186 દેશોમાં પ્રવેશ સાથે ત્રીજા ક્રમે.

 

-> UAE (યુનાઇટેડ આરબ અમીરાત): 184 દેશોમાં પ્રવેશ સાથે ઐતિહાસિક 5મા ક્રમે.

-> અમેરિકા: 179 દેશોમાં પ્રવેશ સાથે 10મા ક્રમે આવી ફરી ટોપ 10માં સ્થાન મેળવ્યું.

 

5) તાજેતરમાં કયા સ્થળે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા પવિત્ર Piprahwa Relics (પિપરહવા અવશેષો) ના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું યોજાયું?

– નવી દિલ્હી

-> નવી દિલ્હીમાં ૩ જાન્યુઆરી, 2026 થી 9 જાન્યુઆરી, 2029 સુધી ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા પવિત્ર Piprahwa Relics (પિપરહવા અવશેષો) ના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાયું, જેમાં પરત કરાયેલા અવશેષો અન્ય કલાકૃતિઓ સાથે એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રદર્શિત કરવામાં આવ્યા.

-> વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.

-> આ પ્રદર્શનનું શીર્ષક “The Light and the Lotus: Relics of the Awakened One” રાખવામાં આવ્યું છે.

 

-: પિપરહવા અવશેષો વિશે: :-

-> શોધ: આ અવશેષોની શોધ 1898 માં ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના પિપરહવા ખાતે કરવામાં આવી હતી.

-> ઐતિહાસિક લિંક: આ અવશેષો પ્રાચીન કપિલવસ્તુ સાથે જોડાયેલા છે, જ્યાં ભગવાન બુદ્ધે સંન્યાસ લેતા પહેલા તેમના જીવનના શરૂઆતના 29 years વિતાવ્યા હતા

-> વિશેષતા: તે બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ પુરાતત્વીય પુરાવા માનવામાં આવે છે.

-> તેમાં હાડકાના અવશેષો, રત્નો અને કિંમતી ધાતુઓનો સમાવેશ થાય છે.

 

-: પ્રદર્શનની મુખ્ય વિગતોઃ :-

-> સ્થળ: રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ (Rai Pithora Cultural Complex), નવી દિલ્હી.

-> પુનઃપ્રાપ્તિ: પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયેલા ઘણા અવશેષો 127 વર્ષ પછી વિદેશથી ભારત પાછા લાવવામાં આવ્યા છે. આ માટે ભારત સરકાર અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ (PPP મોડલ) વચ્ચે સહયોગ કરવામાં આવ્યો હતો.

-> સંગ્રહ: આ પ્રદર્શનમાં પ્રથમ વખત નેશનલ મ્યુઝિયમ (નવી દિલ્હી) અને ઇન્ડિયન મ્યુઝિયમ (કોલકાતા) માં રાખવામાં આવેલા પિપરહવા અવશેષોને એકસાથે લાવવામાં આવ્યા છે.

-> આ પ્રદર્શન ભારતની આધ્યાત્મિક વિરાસતને વૈશ્વિક સ્તરે રજૂ કરે છે અને બૌદ્ધ ધર્મ સાથેના ભારતના ઊંડા સંબંધોને મજબૂત બનાવે છે.

 

6) તાજેતરમાં કોણે ભારતના BRICS અધ્યક્ષપદ (Chairship) 2026 માટે લોગો, થીમ અને વેબસાઈટ લોન્ચ કરી છે?

– ડૉ. એસ. જયશંકર

-> ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે 13 જાન્યુઆરી 2026 ના રોજ નવી દિલ્હીમાં ભારતના BRICS અધ્યક્ષપદ (Chairship) 2026 માટે લોગો, થીમ અને વેબસાઇટ લોન્ચ કરી છે.

 

-: લોગો (Logo): :-

-> પ્રતીકઃ લોગોમાં પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ છે.

-> ડિઝાઇન: મધ્યમાં “નમસ્તે” મુદ્રા છે, જે સન્માન અને સહયોગ દર્શાવે છે. પાંખડીઓના વાઇબ્રન્ટ રંગો તમામ BRICS સભ્ય દેશોની સામૂહિક શક્તિ અને એકતાનું પ્રતીક છે.

 

-: થીમ (Theme): :-

-> મુખ્ય વિષય: “Building for Resilience, Innovation, Cooperation and Sustainability” (સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ).

-> વિઝન: આ થીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “હ્યુમેનિટી ફર્સ્ટ” (માનવતા પ્રથમ) અને લોકો-કેન્દ્રીય વિઝનથી પ્રેરિત છે.

 

-: વેબસાઇટ: :-

-> વિદેશ મંત્રીએ brics2026.gov.in પોર્ટલ લોન્ચ કર્યું છે, જે ભારતના અધ્યક્ષપદ હેઠળની તમામ માહિતી અને કાર્યક્રમો માટેનું મુખ્ય પ્લેટફોર્મ રહેશે.

 

7) તાજેતરમાં ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઈકોસીસ્ટમ મેં મજબૂત કરવા ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) ના કેટલામાં તબક્કા ને મંજૂરી આપી છે?

– ત્રીજો તબ્બકો

-> કેન્દ્ર સરકારે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે ECMS ના ત્રીજા તબક્કાને મંજૂરી આપી છે. આ યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાનનો એક મહત્વનો હિસ્સો છે.

-> કુલ ફાળવણી: ₹41,863 કરોડ.

-> કુલ રોકાણ: અત્યાર સુધીમાં આ ક્ષેત્રમાં ₹54,567 કરોડનું રોકાણ આકર્ષવામાં સફળતા મળી છે.

-> રોજગારી: આ યોજના દ્વારા આશરે 51,000 લોકોને પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડવામાં આવી છે.

 

-: મુખ્ય ફોકસ અને ટેકનોલોજી :-

-> PCBs: કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણનું હૃદય.

-> Lithium-ion Cells: ઇલેક્ટ્રિક વાહનો અને સ્માર્ટફોન માટે અનિવાર્ય.

-> Display & Camera Modules: જે અત્યાર સુધી મોટાભાગે આયાત કરવામાં આવતા હતા.

-> આ યોજનામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સેમસંગ ડિસ્પ્લે, વિપ્રો અને ડિક્સન જેવી અગ્રણી કંપનીઓએ રસ દાખવ્યો છે.

-> કુલ 46 જેટલી દરખાસ્તોને મંજૂરી આપીને ભારતની આયાત નિર્ભરતા (ખાસ કરીને ચીન પર) ઘટાડવાનો લક્ષ્યાંક છે.

>> ગઈકાલ નું કરંટ અફેર્સ વાંચો <<

1 thought on “16 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 16 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati”

Leave a Comment