15 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 15 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati
1) તાજેતરમાં કોણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2નું ઉદ્દઘાટન કર્યું?
– શ્રી નરેન્દ્ર મોદી
-> વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 11 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2નું ઉદ્ઘાટન કર્યું. તેમણે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી મેટ્રો રેલને લીલી ઝંડી આપી.
-> ફેઝ-2 હેઠળ મહાત્મા મંદિર, સેક્ટર-24, સેક્ટર-16, જૂનું સચિવાલય, અક્ષરધામ, સચિવાલય અને સેક્ટર-10 એમ કુલ 7 મેટ્રો સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે 7.8 કિમી લાંબો મેટ્રો રૂટ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે.
-> આ પ્રોજેક્ટથી હવે મોટેરા થી મહાત્મા મંદિર સુધી 28.25 કિમીના મેટ્રો રૂટ પર મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીની સુવિધા મળશે.
2) દર વર્ષે ઇન્ડિયન આર્મી ડે ક્યારે મનાવવામાં આવે છે?
– 15 જાન્યુઆરી
-> લેફ્ટનન્ટ જનરલ કે. એમ. કારિઅપ્પાએ 1949 માં ભારતના છેલ્લા બ્રિટીશ કમાન્ડર-ઇન- ચીફ જનરલ ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફ પદ સંભાળવાના પ્રસંગે આર્મી ડેની ઉજવણી કરવામાં આવે છે.
-> ભારતીય સેનાનું સૂત્ર- सेवा परमो धर्म: (“Service Before Self”) છે અને તેનું લક્ષ્ય રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા સુનિશ્ચિત કરવું, દેશને બાહ્ય આક્રમણ અને આંતરિક ખતરાથી બચાવવા અને તેની સરહદોની અંદર શાંતિ અને સલામતી જાળવવી છે.
-> 2026માં 78 મો આર્મી દિવસ છે.
3) તાજેતરમાં કોણે 70મા ‘અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર’ એનાયત કર્યા?
– અશ્વિની વૈષ્ણવે
-> રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં ભારતીય રેલવેના શ્રેષ્ઠ કર્મચારીઓને સન્માનિત કર્યા.
-> 100 રેલવે અધિકારીઓને પુરસ્કાર અને 26 રેલવે ઝોનને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શીલ્ડ આપવામાં આવી.
-> મહાકુંભ જેવી મોટી ઇવેન્ટ્સમાં સુરક્ષિત રેલવે કામગીરી અને ‘ઓપરેશન સિંદૂર’ માં મહત્વની ભૂમિકા ભજવનાર જવાનોને સન્માનિત કરાયા.
-> સલામતી, નવીનતા, ઓપરેશનલ કાર્યક્ષમતા અને રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન માટે આ પુરસ્કાર અપાયા.
-> આ પુરસ્કાર રેલવે કર્મચારીઓની નિષ્ઠા અને શ્રેષ્ઠતાની કદર કરવા માટેનો સર્વોચ્ચ એવોર્ડ છે.
4) ઓસ્કર 2026 માટે ‘બેસ્ટ પિક્ચર’ શ્રેણીમાં કુલ કેટલી ભારતીય ફિલ્મો પાત્ર ઠરી છે?
– 5
-> જાન્યુઆરી 2026 માં, એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ (AMPAS) દ્વારા જાહેર કરવામાં આવેલી 201 ફિલ્મોની યાદીમાં ભારતની 5 ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
i. Kantara: A Legend – Chapter 1: રિષભ શેટ્ટી દ્વારા લિખિત અને નિર્દેશિત.
ii. Mahavatar Narsimha: અશ્વિન કુમાર દ્વારા નિર્દેશિત એનિમેટેડ ફિલ્મ.
iii. Tanvi The Great: પીઢ અભિનેતા અનુપમ ખેર દ્વારા નિર્દેશિત.
iv. Tourist Family: અભિષન જીવંતના નિર્દેશનમાં બનેલી ફિલ્મ (એમ. શશિકુમાર અને સિમરન અભિનીત)
v. Sister Midnight: કરણ કંધારી દ્વારા નિર્દેશિત ડાર્ક કોમેડી (રાધિકા આપ્ટે અભિનીત).
-> કુલ પાત્ર ફિલ્મો: બેસ્ટ પિક્ચર શ્રેણી માટે 201 ફિલ્મો અને તમામ શ્રેણીઓ મળીને કુલ 317 ફિલ્મો.
-> નોમિનેશનની જાહેરાત: 22 January 2026.
-> એવોર્ડ સમારોહ: 15 March 2026 ના રોજ ડોલ્બી થિયેટર, લોસ એન્જલસ, USA ખાતે યોજાશે.
-> પાત્રતા માપદંડ: ફિલ્મોએ 2025 માં રિલીઝ થયાના 45 દિવસમાં અમેરિકાના 10 થિયેટરોમાં પ્રદર્શિત થવું જરૂરી હતું.
5) ગોવા રાજ્યના નવરચિત ત્રીજા જિલ્લાનું નામ શું છે?
– કુશાવતી
-> ગોવા સરકારે 1 જાન્યુઆરી, 2026 ના રોજ સત્તાવાર રીતે રાજ્યના ત્રીજા જિલ્લાની રચનાની જાહેરાત કરી છે.
-> આ નવા જિલ્લાનું નામ ‘કુશાવતી’ રાખવામાં આવ્યું છે, જે ત્યાંથી વહેતી પ્રાચીન કુશાવતી નદીના નામ પરથી છે.
-> નામઃ કુશાવતી (ત્યાંની પવિત્ર કુશાવતી નદી પરથી).
-> મુખ્ય મથક (HQ): કેપેમ (Quepem).
-> વિભાજન: આ જિલ્લો દક્ષિણ ગોવા (South Goa) માંથી અલગ કરીને બનાવવામાં આવ્યો છે.
-> તાલુકાઓ: તેમાં 4 તાલુકાઓ છે: સાંગુએમ, ધરબંદોરા, કેપેમ અને કાનાકોના.
-: હેતુ અને મહત્વ: :-
-> વહીવટી સરળતાઃ અંતરિયાળ (Hinterland) વિસ્તારોમાં વહીવટી તંત્રને લોકોની નજીક લઈ જવું.
-> એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ : આ જિલ્લાને ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ’ તરીકે વિકસાવવામાં આવશે, જેથી કેન્દ્ર સરકાર તરફથી આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રો માટે વધારાનું ભંડોળ મળી શકે.
-> નિતિ આયોગની ભલામણ: નિતિ આયોગે નાના જિલ્લાઓ બનાવવાની ભલામણ કરી હતી જેથી છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી શકાય.
6) GPSCના નવા સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
– એસ.કે. પટેલ
-> ગુજરાત સરકાર દ્વારા વહીવટી માળખામાં ફેરફાર કરીને એસ.કે. પટેલ ને GPSC ના નવા સચિવ (Secretary) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
-> અધિકારીનું નામ: એસ.કે. પટેલ (S.K. Patel).
-> બેચ: તેઓ 2021 બેચના IAS અધિકારી છે.
-> અગાઉની ભૂમિકા: આ નિમણૂંક પહેલા તેઓ ગુજરાત લાઇવલી હૂડ મિશન (Gujarat Livelihood Mission) ના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
-> નિમણૂંકની તારીખઃ આ આદેશ 12 January 2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
7) માધવ ગાડગિલને કયા વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન ‘Champions of the Earth’ એનાયત કરવામાં આવ્યું હતું?
– 2024
-> ભારતના પ્રસિદ્ધ પરિસ્થિતિ વિજ્ઞાની (Ecologist) માધવ ગાડગિલનું 8 જાન્યુઆરી, 2026ના રોજ 83 વર્ષની વયે નિધન થયું. તેઓ ખાસ કરીને પશ્ચિમ ઘાટના સંરક્ષણ અને સ્થાનિક સમુદાયોના અધિકારો માટેના તેમના કાર્ય માટે જાણીતા હતા.
-> વર્ષ 2010માં તેમની અધ્યક્ષતામાં પશ્ચિમ ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલ (WGEEP)(ગાડગિલ કમિશન) રચાઈ હતી. આ રિપોર્ટમાં પશ્ચિમ ઘાટના સંવેદનશીલ વિસ્તારોને બચાવવા માટે કડક પર્યાવરણીય પગલાંની ભલામણ કરવામાં આવી હતી.
-> વર્ષ 1986માં ભારતના પ્રથમ નીલગીરી બાયોસ્ફિયર રિઝર્વની સ્થાપનામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેઓ Biological Diversity Act ના મુખ્ય રચયિતા હતા અને Forest Rights Act ના અમલીકરણમાં પણ મોટું યોગદાન આપ્યું હતું.
-> તેમના પર્યાવરણ ક્ષેત્રના યોગદાન બદલ તેમને 2024માં UN દ્વારા ‘Champions of the Earth’ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
-> માધવ ગાડગિલ માનતા હતા કે પર્યાવરણ સંરક્ષણમાં સ્થાનિક લોકોની ભાગીદારી અનિવાર્ય છે.
8) તાજેતરમાં DRDOએ કઈ જગ્યા એ પિનાકા લોંગ રેન્જ ગાઈડેડ રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે?
– ઓડિશાના ચાંદીપુર ખાતે
-> DRDOએ ઓડિશાના ચાંદીપુર ખાતે આવેલા ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી પિનાકા લોંગ રેન્જ ગાઈડેડ રોકેટ (LRGR-120)નું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
-: પરીક્ષણની ખાસિયતોઃ :-
-> રેન્જ: આ રોકેટે 120 કિમી દૂર રહેલા લક્ષ્ય પર સચોટ પ્રહાર કરવાની ક્ષમતા સાબિત કરી છે.
-> સચોટતા: ગાઈડન્સ સિસ્ટમને કારણે આ રોકેટે ‘ટેક્સ્ટબુક પ્રિસિઝન’ (એકદમ સચોટતા) સાથે લક્ષ્યને હિટ કર્યું છે.
-> લોન્ચરની ક્ષમતા: આ રોકેટને હાલમાં સેનામાં કાર્યરત પિનાકા લોન્ચર્સમાંથી જ છોડી શકાય છે, જે તેને અત્યંત ખર્ચ-અસરકારક બનાવે છે.
-> સંસ્થા: તેનું સંશોધન DRDOની લેબ્સ Armament Research & Development Establishment (ARDE) (પુણે) અને High Energy Materials Research Laboratory (HEMRL) દ્વારા કરવામાં આવ્યું છે.