11 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 11 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati
1) ભારતની પ્રથમ સંપૂર્ણ પેપરલેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ક્યાં સ્થિત છે?
– કલપેટ્ટા, વાયનાડ જિલ્લો, કેરળ
-> ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે 06 જાન્યુઆરી 2026 ના રોજ કેરળના વાયનાડ જિલ્લાના કલપેટ્ટા (Kalpetta) ખાતે દેશની પ્રથમ સંપૂર્ણ પેપરલેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું ઉદ્ઘાટન કર્યું.
-> આ સાથે કલપેટ્ટા ભારતનો પ્રથમ એવો ન્યાયિક જિલ્લો બન્યો છે જ્યાં તમામ અદાલતો ડિજિટલ મોડમાં કાર્યરત છે.
-> તકનીકી વિશેષતાઓઃ આ સિસ્ટમ કેરળ હાઈકોર્ટની IT ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સાધનોનો ઉપયોગ કરીને કેસની વિગતો આપમેળે તૈયાર કરવામાં આવશે.
-> સાક્ષીઓની જુબાની માટે ‘વોઈસ-ટુ-ટેક્સ્ટ’ ટેકનોલોજી અને સુરક્ષિત ‘ડિજિટલ સિગ્નેચર’નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
-> મહત્વ CII એ આ પહેલને ‘ગ્રીન જ્યુરિસ્ટ્રુડન્સ’ (પર્યાવરણલક્ષી ન્યાયશાસ્ત્ર) ગણાવી છે, કારણ કે તેનાથી કાગળનો વપરાશ બંધ થશે અને પર્યાવરણનું જતન થશે.
-> આનાથી ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા આવશે, ખર્ચ ઘટશે અને પક્ષકારોને ઝડપથી ન્યાય મળી શકશે.
2) દર વર્ષે રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
– 11 જાન્યુઆરી
-> દર વર્ષે રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ 11 જાન્યુઆરી, 2022 ના રોજ મનાવવામાં આવે છે.
-> આ દિવસનો ઉદ્દેશ્ય માનવ તસ્કરી પીડિતોની દુર્દશા અંગે જાગૃતિ લાવવા અને તેમના અધિકારોને પ્રોત્સાહન આપવા અને રક્ષણ આપવાનો છે.
-> જો કે સમગ્ર જાન્યુઆરી મહિનાને પહેલાથી જ રાષ્ટ્રીય ગુલામી અને માનવ તસ્કરી નિવારણ મહિના તરીકે માન્યતા આપવામાં આવી છે.
-> 2007 માં, યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટે 11મી જાન્યુઆરીને રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ તરીકે સ્થાપિત કરવાના ઠરાવને બહાલી આપી હતી.
-> 2010 માં, પ્રમુખ ઓબામાએ જાન્યુઆરીનો આખો મહિનો માનવ તસ્કરીની જાગૃતિ અને નિવારણ માટે સમર્પિત કર્યો.
3) બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશ માં અનાહત સિંઘે કયો મેડલ જીત્યો છે?
– સિલ્વર મેડલ
-> ભારતીય સ્ક્વોશ ખેલાડી અનાહત સિંઘે યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ, ઈંગ્લેન્ડ ખાતે યોજાયેલી બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપની Women’s U-19 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે.
-> પરિણામ: ફાઈનલ મેચમાં અનાહત સિંઘ ફ્રાન્સની લોરેન બાલ્ટાયન સામે 1-3 (9-11, 11-7, 3-11, 9-11) થી હારી જતા રનર-અપ રહી હતી.
-> સેમીફાઈનલ: તેણે સેમીફાઈનલમાં ઈજીપ્તની મલિકા અલ કરાક્સીને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
-> અનાહત સિંઘ ભારતની ઉભરતી સ્ટાર ખેલાડી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે.
4) દીપ્તિ શર્માએ મહિલા T20I માં કુલ કેટલી વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે?
– 152
-> ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ મહિલા T20I ક્રિકેટમાં 152 વિકેટ ઝડપીને વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ તેણે 30 ડિસેમ્બર, 2025 ના રોજ શ્રીલંકા સામેની મેચમાં મેળવી હતી.
-> વર્લ્ડ રેકોર્ડ: દીપ્તિ શર્મા હવે 152 વિકેટ સાથે મહિલા T20I માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગઈ છે. તેણે ઓસ્ટ્રેલિયાની મેગન શટ (151 વિકેટ) નો રેકોર્ડ તોડયો છે.
-> અનોખી સિદ્ધિ: તે વિશ્વની પ્રથમ ખેલાડી (પુરુષ કે મહિલા) છે જેણે T20I માં 1000 રન અને 150 વિકેટનો ‘ડબલ રેકોર્ડ’ બનાવ્યો છે.
-> શાનદાર વર્ષ 2025: આ વર્ષે તેણે ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મદદ કરી અને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ નો ખિતાબ પણ મેળવ્યો.
-> શ્રેણી વિજય: શ્રીલંકા સામેની શ્રેણીમાં ભારતને 5-0 થી જીત અપાવવામાં તેની ભૂમિકા પાયાની રહી હતી.
5) સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ની ઉજવણી ક્યારે થઇ રહી છે?
– 8 થી 11 જાન્યુઆરી 2026
-> સોમનાથ ખાતે 8 થી 11 January, 2026 દરમિયાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની ઉજવણી થઈ રહી છે. આ પર્વ ગઝનીના આક્રમણના 1,000 વર્ષ અને મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે યોજાયો છે.
-: મુખ્ય આકર્ષણોઃ :-
-> 72 કલાક અખંડ જાપ: સતત ‘ઓમકાર’ નાદનો જાપ.
-> શૌર્ય યાત્રા: 11 January એ PM મોદીના નેતૃત્વમાં ભવ્ય પરેડ.
-> ડ્રોન શો: આકાશમાં સોમનાથના ઇતિહાસનું પ્રદર્શન.
-> મહિલા સશક્તિકરણ: મંદિરમાં 363 મહિલાઓને રોજગાર મળે છે, જે વાર્ષિક 9 કરોડ રૂપિયા ની આવક મેળવે છે.
6) કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળના કયા વિભાગે PPP પ્રોજેક્ટ પાઇપલાઇન તૈયાર કરી છે?
– આર્થિક બાબતોનો વિભાગ (DEA)
-> કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગ (DEA) એ યુનિયન બજેટ 2025-26 ની જાહેરાતને અનુસરીને આગામી ત્રણ વર્ષ માટે ₹17 લાખ કરોડ થી વધુની કિંમતની Public Private Partnership (PPP) પ્રોજેક્ટ પાઇપલાઇન તૈયાર કરી છે.
-> આ પહેલનો મુખ્ય હેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનો અને રોકાણકારોને સ્પષ્ટ રોડમેપ પૂરો પાડવાનો છે.
-: પ્રોજેક્ટની મુખ્ય વિગતો :-
-> કુલ પ્રોજેક્ટ્સ: આગામી ૩ વર્ષ માટે દેશભરમાં કુલ 852 પ્રોજેક્ટ્સ.
-> કુલ રોકાણ: અંદાજે ₹17.15 લાખ કરોડનું માળખાગત રોકાણ.
-> સમયગાળો: નાણાકીય વર્ષ 2026 થી 2028 સુધી.
-: કેન્દ્ર અને રાજ્યોનો હિસ્સો :-
-> કેન્દ્ર સરકાર: 232 પ્રોજેક્ટ્સ (₹13.15 લાખ કરોડ).
-> રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઃ 620 પ્રોજેક્ટ્સ (#3.84 લાખ કરોડ).
-: મુખ્ય ક્ષેત્રો :-
-> રોડ અને હાઇવે: સૌથી | વધુ ₹8.77 લાખ કરોડના 108 પ્રોજેક્ટ્સ.
-> ઉર્જા (Power): ₹3.40 લાખ કરોડના 46 પ્રોજેક્ટ્સ.
-> અન્યઃ બંદર, શિપિંગ, રેલવે અને જળ સંસાધન ક્ષેત્રના પ્રોજેક્ટ્સનો સમાવેશ.
-: અગ્રણી રાજ્યો :-
-> આંધ્રપ્રદેશ: 270 પ્રોજેક્ટ્સ સાથે દેશમાં પ્રથમ ક્રમે.
-> તમિલનાડુ: ₹87,640 કરોડના રોકાણ સાથે બીજા ક્રમે.
1 thought on “11 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 11 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati”