10 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 10 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

10 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 10 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

1) સંયુક્ત રાષ્ટ્ર (UN) એ વર્ષ 2026 ને કયા આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે?

– આંતરરાષ્ટ્રીય ગોચર અને પશુપાલક વર્ષ

-> સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા વર્ષ 2026 ને ‘આંતરરાષ્ટ્રીય ગોચર અને પશુપાલક વર્ષ’ (International Year for Rangelands and Pastoralists) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ એક અત્યંત મહત્વનો નિર્ણય છે જે અત્યાર સુધી દુર્લક્ષિત રહેલા ઘાસના મેદાનો અને પશુપાલકોના મહત્વને વૈશ્વિક સ્તરે ઉજાગર કરશે.

-> ઉદેશ્ય: ઘાસના મેદાનો (Grasslands), સવાન્ના અને પશુપાલકોના પર્યાવરણીય તથા આર્થિક મહત્વ પર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરવું.

-> મુખ્ય પડકાર: અત્યાર સુધી વૈશ્વિક ક્લાયમેટ વ્યૂહરચનાઓ માત્ર જંગલો (Forests) પર જ કેન્દ્રિત રહી છે, જ્યારે ઘાસના મેદાનોને અવગણવામાં આવ્યા છે.

-> વૈજ્ઞાનિક તથ્ય: ઘાસના મેદાનો અને સવાન્ના પણ જંગલોની જેમ જ કાર્બન સિંક (Carbon Sinks) તરીકે કામ કરે છે અને કાર્બન સંગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

-> COP30: આ બેઠક બ્રાઝિલના બેલેમ (Belém) માં યોજાઈ હતી, જ્યાં જંગલો પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે ઘાસના મેદાનો માટે પણ રણનીતિની માંગ ઉઠી છે.

 

2) દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

– 10 જાન્યુઆરી

-> દર વર્ષે 10 જાન્યુઆરી ના રોજ વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે.

-> પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન નું આયોજન 10 જાન્યુઆરી 1976ના રોજ નાગપુરમાં થયું હતું જેમાં 30 દેશોના 122 પ્રતિનિધિઓ આવ્યા હતા એના માટે જ 10 જાન્યુઆરી ને વિશ્વ હિન્દી દિવસ માટે પસંદ કરવામાં આવી છે.

-> પ્રથમ વિશ્વ હિન્દી દિવસની ઉજવણીની શરૂઆત 10 જાન્યુઆરી 2006ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ દ્વારા કરવામાં આવી હતી.

-> રાષ્ટ્રીય હિન્દી દિવસ દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ ભારતમાં મનાવવામાં આવે છે,

-> 14 સપ્ટેમ્બર 1949 ના રોજ બંધારણ સભાએ હિન્દીને રાજ ભાષાનો દરજ્જો આપ્યો હતો અને ત્યારથી રાષ્ટ્રીય હિન્દી દિવસ મનાવવામાં આવે છે આનો ઉદ્દેશ્ય હિન્દી નો પ્રચાર કરવાનો છે.

 

3) કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કયા પુસ્તકનું વિમોચન કર્યું?

– ખુતબાત-એ-મોદી: લાલ કિલા કી ફસીલ સે

-> કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 5 જાન્યુઆરી, 2026 ના રોજ “ખુતબાત-એ-મોદી: લાલ કિલા કી ફસીલ સે” પુસ્તકનું વિમોચન કર્યું.

-> વિષય: PM મોદીએ વર્ષ 2014 થી 2025 દરમિયાન લાલ કિલ્લા પરથી આપેલા સ્વતંત્રતા દિવસના ભાષણોનું સંકલન.

-> ભાષા: આ પુસ્તક ઉર્દૂ ભાષામાં છે.

-> પ્રકાશક: નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દૂ લેંગ્વેજ (NCPUL).

-> હેતુ: ઉર્દૂ વાચકો સુધી સરકારના ‘વિકસિત ભારત’ અને ‘ગરીબ કલ્યાણ’ના વિઝનને પહોંચાડવું.

 

4) તાજેતરમાં અમેરિકાએ કુલ કેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે?

– 66

-> યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 07 જાન્યુઆરી 2026 ના રોજ એક મહત્વપૂર્ણ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને 66 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી અમેરિકાના ખસી જવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ‘અમેરિકા ફર્સ્ટ’ (America First) નીતિ હેઠળ લેવામાં આવ્યો છે, જે વૈશ્વિક સ્તરે અમેરિકાની ભૂમિકામાં મોટો ફેરફાર સૂચવે છે.

-> અમેરિકાએ કુલ 66 સંસ્થાઓ, એજન્સીઓ અને કમિશનમાંથી પીછેહઠ કરી છે. આમાં 31 સંયુક્ત રાષ્ટ્ર (UN) સંલગ્ન સંસ્થાઓ છે. 35 બિન-UN આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે.

-> ભારત પર અસર: ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) માંથી અમેરિકાના ખસવાને કારણે ભારત માટે પર્યાવરણ ક્ષેત્રે પડકારો વધશે.

-> વૈશ્વિક અસર: ક્લાઇમેટ ચેન્જ અને માનવતાવાદી કાર્યો માટે મળતું ફંડ ઓછું થશે.

-> ચીનનો પ્રભાવ: અમેરિકાની વિદાયથી વૈશ્વિક મંચ પર ચીન વધુ શક્તિશાળી બની શકે છે.

-> અમેરિકા બધી જ સંસ્થાઓમાંથી બહાર નથી નીકળ્યું. તે ટેલિકોમ્યુનિકેશન (ITU) અને મેરીટાઈમ (IMO) જેવી સંસ્થાઓમાં રહેશે.

 

5) ભારતીય રેલવે દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) પ્રણાલી ‘કવચ 4.0* ગુજરાતના કયા વિભાગમાં પ્રથમ વખત કાર્યરત કરવામાં આવ્યું છે?

– બાજવા (વડોદરા)-અમદાવાદ

-> 30 ડિસેમ્બર 2025 ના રોજ વડોદરાના બાજવા અને અમદાવાદ વચ્ચે ભારતની સ્વદેશી ટેકનોલોજી ‘કવચ 4.0’ કાર્યરત કરવામાં આવી છે.

-> રૂટ અને લંબાઈ: બાજવા (વડોદરા) થી અમદાવાદ વચ્ચેનો 96 કિમીનો રેલવે માર્ગ.

-> માળખું: આ પ્રોજેક્ટમાં 17 સ્ટેશનો, 23 ટાવર અને 2,872 RFID ટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

-> પ્રથમ ટ્રેન: આ સુવિધાનો લાભ મેળવનાર પ્રથમ ટ્રેન સંકલ્પ કાસ્ટ પેસેન્જર બની છે.

-> સુરક્ષા સ્તર: આ સિસ્ટમ SIL-4 પ્રમાણિત છે, જે વિશ્વનું સર્વોચ્ચ સુરક્ષા સ્તર ગણાય છે.

 

-: કવચ 4.0 કેવી રીતે કામ કરે છે? :-

-> આ સિસ્ટમ મુખ્યત્વે માનવીય ભૂલોને સુધારીને અકસ્માતો અટકાવે છે:

–> ઓટોમેટિક બ્રેકિંગ: જો લોકો પાયલોટ (ડ્રાઈવર) લાલ સિગ્નલ ઓળંગે, તો સિસ્ટમ આપમેળે બ્રેક લગાવી દે છે.

–> અથડામણ અટકાવવી: એક જ ટ્રેક પર બે ટ્રેનો સામસામે આવી જાય તો તે બંનેને સુરક્ષિત અંતરે ઉભી રાખી દે છે.

–> સ્પીડ કંટ્રોલ: જો ટ્રેન નિર્ધારિત મર્યાદા કરતા વધુ ઝડપથી દોડતી હોય, તો સ્પીડ ઓટોમેટિક કંટ્રોલ થાય છે.

–> સ્માર્ટ સુવિધાઓ: રેલવે ફાટક પાસે આપમેળે હોર્ન વગાડવાની અને કટોકટીમાં SOS બટનની સુવિધા પણ છે.

 

6) નવી દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળો 2026 ક્યારેથી ક્યારે સુધી યોજાશે?

– 10 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી

-> નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2026 ની 53મી આવૃત્તિ 10 થી 18 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હીના ભારત પંડપમ ખાતે યોજાશે. આ વખતે તમામ મુલાકાતીઓ માટે Free Entry રાખવામાં આવ્યો છે.

-> થીમ: “ભારતીય સૈન્ય ઇતિહાસ: શૌર્ય અને શાણપણ @75”.

-> ગેસ્ટ દેશો: કતાર (ગેસ્ટ ઓફ ઓનર) અને સ્પેન (ફોકસ કન્ટ્રી).

-> સહભાગીઓ: 35 થી વધુ દેશોના 1,000 થી વધુ પ્રકાશકો.

-> આકર્ષણ: અર્જુન ટેન્ક અને INS વિક્રાંતની પ્રતિકૃતિઓ, તેમજ 21 પરમવીર ચક્ર વિજેતાઓને શ્રદ્ધાંજલિ.

-> વિશેષ કાર્યક્રમો: વંદે માતરમ ના 150 વર્ષ અને સરદાર પટેલના જીવન પર વિશેષ પ્રદર્શન.

 

7) 29મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2026 કયા નામથી ઓળખવામાં આવે છે?

– વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ

-> કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત 29મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ આગામી 11 અને 12 જાન્યુઆરી, 2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. આ વર્ષે મહોત્સવને “વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ” (VBYLD-2026) તરીકે ઓળખવામાં આવે છે.

-> > ગુજરાતનું પ્રતિનિધિત્વ: ગુજરાતમાંથી કુલ 76 પ્રતિભાશાળી યુવાનોની પસંદગી કરવામાં આવી છે, જેઓ રાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું ગૌરવ વધારશે. આ પસંદગી પ્રક્રિયામાં ડિજિટલ નિબંધ લેખન અને PPT પ્રેઝન્ટેશન જેવી કડક સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

-> મહોત્સવના મુખ્ય ચાર ટ્રેક:

-> યુવાનો પોતાની કલા અને કૌશલ્યનું પ્રદર્શન નીચેના ચાર મુખ્ય વિભાગોમાં કરશે:

i. સાંસ્કૃતિક અને નવીનતા ટ્રેક: 27 સ્પર્ધકો.

ii. વિકસિત ભારત ચેલેન્જ ટ્રેક: 45 સ્પર્ધકો.

iii. ભારત માટે ડિઝાઇન: 1 સ્પર્ધક.

iv. સામાજિક કારણ માટે હેક : ૩ સ્પર્ધકો.

 

-: રાજ્યપાલ દ્વારા પ્રોત્સાહન :-

-> આ યુવાનોનું મનોબળ વધારવા માટે 7 જાન્યુઆરી, 2026 ના રોજ રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તેમને મળીને પ્રોત્સાહિત કરશે અને નવી દિલ્હી પ્રસ્થાન માટે શુભેચ્છાઓ પાઠવશે.

-> સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ (12 જાન્યુઆરી) નિમિત્તે યોજાતા આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય “વિકસિત ભારત @2047” ના વિઝનને સાકાર કરવા માટે યુવાનોના વિચારો અને નેતૃત્વને મંચ પૂરું પાડવાનો છે.

-> આ મહોત્સવમાં દેશભરમાંથી પસંદ થયેલા યુવા નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંવાદ પણ કરશે.

 

8) વિશ્વની પ્રથમ ITVISMA જીન થેરાપી સફળતાપૂર્વક ક્યાં અપાઈ?

– અબુ ધાબીમાં

-> અબુ ધાબીની શેખ ખલીકા મેડિકલ સિટી (SKMC) એ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) ની સારવાર માટે વિશ્વની પ્રથમ ITVISMA જીન થેરાપી આપીને મેડિકલ ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ સાથે સંયુક્ત આરબ અમીરાત (UAE), અમેરિકા પછી આ થેરાપીને મંજૂરી આપનાર વિશ્વનો બીજો દેશ બન્યો છે.

-> 28 ડિસેમ્બર, 2025 ના રોજ વિશ્વમાં પ્રથમ વખત આ એડવાન્સ જીન થેરાપી એક દર્દીને આપવામાં આવી હતી.

-> રોગ: આ થેરાપી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) માટે છે, જે એક દુર્લભ આનુવંશિક સ્નાયુ વિકાર છે.

-> ITVISMA શું છે?: તે નોવાર્ટિસ (Novartis) કંપની દ્વારા વિકસિત વન-ટાઇમ (એક જ વાર લેવાની) જીન રિપ્લેસમેન્ટ થેરાપી છે.

-> કાર્યપ્રણાલી: તે ખામીયુક્ત SMN1 જીન ને બદલે છે, જેનાથી શરીરમાં સ્નાયુઓના કાર્ય માટે જરૂરી ‘સર્વાઇવલ મોટર ન્યુરોન’ (SMN) પ્રોટીન બનવાનું શરૂ થાય છે.

-> પાત્રતા: તે 2 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો તેમજ પુખ્ત વયના લોકો માટે મંજૂર કરવામાં આવી છે.

>> ગઈકાલ નું કરંટ અફેર્સ વાંચો <<

1 thought on “10 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 10 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati”

Leave a Comment