08 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 08 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati
1) 5મું ASI (Astronomical Society of India) સિમ્પોઝિયમ ક્યાં યોજાશે?
– PRL
-> અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) ખાતે 7 થી 9 જાન્યુઆરી, 2026 દરમિયાન 5માં ASI સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું છે.
-: મુખ્ય મુદ્દાઓ: :-
-> હેતુ: ખગોળશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાનમાં વપરાતા અત્યાધુનિક સાધનો (Instrumentation) અને ઓપ્ટિક્સ પર ચર્ચા કરવી.
-> સહભાગીઓ: ઈસરો (ISRO) ના પૂર્વ અધ્યક્ષ એ.એસ. કિરણ કુમાર અને દેશભરના 150 જેટલા વિજ્ઞાનીઓ ભાગ લેશે.
-> ચર્ચાના વિષયો: ચંદ્રયાન-4, શુક્ર મિશન (Venus Mission) અને LIGO (Laser Interferometer Gravitational-wave Observatory) -India જેવા ભારતના આગામી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટસ.
-> જાહેર પ્રવચન: ભારતના ચંદ્ર સંશોધન કાર્યક્રમ પર વિશેષ લેક્ચર યોજાશે.
2) “જસ્ટિસ મિશન-2025” યુદ્ધાભ્યાસ કયા વિસ્તારમાં કેન્દ્રિત હતો?
– તાઈવાનની આસપાસ
-> તાજેતરમાં ચીનના સૈન્ય (PLA) દ્વારા તાઈવાનની આસપાસ હાથ ધરવામાં આવેલ “જસ્ટિસ મિશન-2025” યુદ્ધાભ્યાસ વૈશ્વિક રાજનીતિ અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ગંભીર ઘટના છે. ડિસેમ્બર 2025 ના અંતમાં થયેલી આ સૈન્ય ગતિવિધિઓએ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં તણાવ વધાર્યો છે.
-> સમયગાળો: 29 અને 30 ડિસેમ્બર, 2025.
-> મુખ્ય હેતુ: આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય તાઈવાનની આસપાસ દરિયાઈ ઘેરાબંધી (Blockade), મુખ્ય બંદરો પર નિયંત્રણ અને વિદેશી શક્તિઓને હસ્તક્ષેપ કરતા રોકવાનો (Deterrence) હતો.
-> કુલ 130 ચાઈનીઝ વિમાનોએ ઉડાન ભરી, જેમાંથી 90 વિમાનોએ તાઇવાન સ્ટ્રેટની મધ્ય રેખા ઓળંગી હતી.
-> ચીને તાઈવાનના ઉત્તર અને દક્ષિણ ભાગમાં રોકેટ છોડયા હતા, જેમાંથી કેટલાક રોકેટ તાઈવાનના દરિયાકાંઠાથી માત્ર 24 નોટિકલ માઈલ દૂર પડયા હતા.
-> પ્રથમ વખત ચીને ‘ટાઈપ 075’ શ્રેણીના વિશાળ એમ્ફીબિયસ હુમલાખોર જહાજ ‘હુબેઈ’ (Hubei) નો ઉપયોગ કર્યો હતો.
-> રાજકીય સંદેશ: ચીને આ કવાયતને તાઈવાનની સ્વતંત્રતાના સમર્થકો અને અમેરિકા જેવા “બાહ્ય હસ્તક્ષેપ” કરનારા દેશો માટે એક કડક ચેતવણી ગણાવી છે.
3) આઝાદીના 80 વર્ષ પછી હિમાચલ પ્રદેશના કયા ગામમાં પ્રથમ બસ પહોંચી?
– તુમ્મન ગામમાં
-> 1947 માં ભારત આઝાદ થયું ત્યારથી લઈને અત્યાર સુધી આ ગામમાં ક્યારેય જાહેર પરિવહનની બસ પહોંચી નહોતી.
-> જ્યારે હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC) ની પ્રથમ બસ ગામમાં પ્રવેશી, ત્યારે ગ્રામજનોએ તેને ફૂલહાર પહેરાવી અને મીઠાઈઓ વહેંચીને દિવાળી જેવો માહોલ બનાવ્યો હતો.
-> આ ગામ હિમાચલ પ્રદેશના મંડી (Mandi) જિલ્લાના કરસોગ સબડિવિઝનમાં આવેલું છે.
-> HRTC ના અધિકારીઓ દ્વારા આ રૂટ પર સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યો છે. Tumman ગામ આની (Ani) બસ સ્ટેન્ડથી આશરે 15 kilometres દૂર આવેલું છે.
4) બીજી ‘ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ’ 2026 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?
– ઘોઘલા બીચ, દીવ
-> દીવના પ્રખ્યાત ઘોઘલા બીચ પર બીજી Khelo India Beach Games શરૂ થઇ છે. આ ટુર્નામેન્ટનું આયોજન કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ દ્વારા કરવામાં આવ્યું છે.
-: કાર્યક્રમની રૂપરેખા: :-
-> સમયગાળો: 5 થી 10 January 2026.
-> સ્થળ: ઘોઘલા બીચ, દીવ.
-> સહભાગીઓ: ભારતભરમાંથી 2,100 થી વધુ એથ્લેટ્સ આ સ્પર્ધામાં ભાગ લેશે
-> નિયંત્રણ: આ રમતો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને રાષ્ટ્રીય રમતગમત મહાસંઘોની ટેકનિકલ દેખરેખ હેઠળ રમાશે.
-: રમતગમતના પ્રકારો: :-
-> આ રમતોત્સવમાં કુલ 8 વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે:
-> મેડલ ઇવેન્ટ્સ (6 રમતો): બીચ સોકર, બીચ વોલીબોલ, બીચ સેપક ટાકરો, બીચ કબડ્ડી, પેનચક સિલાટ અને ઓપન વોટર સ્વિમિંગ.
-> નોન-મેડલ ઇવેન્ટ્સ (2 રમતો): મલ્લખંભ અને ટગ ઓફ વોર (રસાખેંચ).
-: ઉદ્દેશ્ય: :-
-> કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રમતગમત પ્રત્યેના દ્રષ્ટિકોણને અનુરૂપ છે, જેથી યુવાનોમાં સ્વાસ્થ્ય અને રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય.
5) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’નો 129મો એપિસોડ ક્યારે પ્રસારિત કર્યો હતો?
– 28 ડિસેમ્બર 2025
-> પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ડિસેમ્બર 2025ના રોજ ‘મન કી બાત’ના 129માં એપિસોડ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું.
-> વર્ષ 2025ના આ અંતિમ એપિસોડમાં તેમણે વર્ષ દરમિયાન ભારતની સિદ્ધિઓ અને ભવિષ્યના સંકલ્પો વિશે વિગતવાર વાત કરી હતી.
-: મુખ્ય હાઇલાઇટ્સ :-
-> રાષ્ટ્રીય સુરક્ષા – ઓપરેશન સિંદૂર : પીએમ મોદીએ ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ ઓપરેશન ભારતની અતૂટ સુરક્ષા વ્યવસ્થાનું પ્રતીક બન્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આજનું ભારત પોતાની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરતું નથી.
-: રમતગમતની સુવર્ણ સફળતાઃ :-
-> પુરુષ ક્રિકેટ ટીમે ICc ચેમ્પિયન્સ ટ્રોફી જીતી.
-> મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો.
-> ભારતની દીકરીઓએ Women’s Blind T20 World Cup જીતીને ઈતિહાસ રચ્યો.
-> વિજ્ઞાન અને અવકાશ (Science & Space): શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા, જે ભારતની અવકાશ યાત્રામાં એક મોટો સીમાચિહ છે.
-> પર્યાવરણ અને વન્યજીવન: ભારતમાં ચિતાઓની સંખ્યા 30 ને વટાવી ગઈ છે, જે વન્યજીવન સંરક્ષણની સફળતા દર્શાવે છે.
-> સાંસ્કૃતિક વિરાસતઃ વર્ષની શરૂઆતમાં પ્રયાગરાજ મહાકુંભ અને વર્ષના અંતે અયોધ્યા રામ મંદિરમાં આયોજિત ધ્વજારોહણ સમારોહ એ ભારતની સાંસ્કૃતિક ચેતનાને મજબૂત કરી છે.
-> સ્વદેશી અને આર્થિક સશક્તિકરણ: આંધ્રપ્રદેશના નરસપુરમ લેસ ને જીઆઈ ટેગ (GI Tag) મળવાથી 1 લાખ જેટલી મહિલાઓને રોજગારી મળી છે. પીએમએ લોકોને ‘સ્વદેશી’ ઉત્પાદનો અપનાવવા અપીલ કરી હતી.
-> સ્વાસ્થ્ય સલાહ: પીએમએ એન્ટિબાયોટિક્સના આડેધડ ઉપયોગ સામે ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે દવાઓ હંમેશા ડોક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ.
-> પીએમ મોદીએ ઓડિશાના સ્વાતંત્ર્ય સેનાની પાર્વતી ગિરી (Parvati Giri) ને યાદ કર્યા હતા, જેમની જન્મ શતાબ્દી જાન્યુઆરી 2026 માં ઉજવવામાં આવશે. તેમણે 16 વર્ષની વયે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો.
6) ઓસ્કાર 2026 ની સ્પર્ધામાં સામેલ થનારી પ્રથમ મરાઠી ફિલ્મ કઈ બની?
– દશાવતાર
-> મરાઠી ફિલ્મ ‘દશાવતાર’ (Dashavatar) એ ઓસ્કાર 2026 ની સ્પર્ધામાં સામેલ થઈને ઈતિહાસ રચી દીધો છે. આ સિદ્ધિ મેળવનારી તે પ્રથમ મરાઠી ફિલ્મ છે.
-> પસંદગી: વિશ્વભરની 2,000 થી વધુ ફિલ્મોમાંથી આ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે.
-> વાર્તા: આ ફિલ્મ કોંકણના એક લોક કલાકારની છે, જે ભગવાન વિષ્ણુના 10 અવતાર ભજવે છે.
-> મહત્વની તારીખ: ઓસ્કાર માટેના ફાઈનલ નામાંકનોની જાહેરાત 22 January 2026 ના રોજ થશે.
7) RPREX-2025 કયા સ્થળે યોજાઈ હતી?
– મુંબઈના દરિયાકિનારે
-> ભારતીય તટ રક્ષક દળ (ICG) દ્વારા તાજેતરમાં મુંબઈના દરિયાકાંઠે પ્રાદેશિક પ્રદૂષણ પ્રતિભાવ કવાયત ‘RPREX-2025’ (Regional Level Pollution Response Exercise) સફળતાપૂર્વક યોજાઈ હતી.
-> ઉદ્દેશ્ય: દરિયામાં તેલના ફેલાવા (Oil Spill) જેવી આપત્તિઓ સામે ભારતની સજ્જતા અને વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનની ચકાસણી કરવી.
-> ઘટનાનું નિરૂપણ: કવાયતમાં એક માછીમારી હોડી અને મોટર ટેન્કર વચ્ચેની અથડામણથી તેલ ફેલાય તેવી કાલ્પનિક સ્થિતિ ઊભી કરી તેની સામે લડવાની પ્રેક્ટિસ કરવામાં આવી હતી.
-> મુખ્ય સાધનો: આ ડ્રિલમાં ખાસ પોલ્યુશન કંટ્રોલ વેસેલ (PCV), ઓઈલ સ્કીમર્સ અને ડિસ્પર્સન્ટ સિસ્ટમ્સ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ થયો હતો.
-> ભાગીદાર સંસ્થાઓ: મુંબઈ પોર્ટ ઓથોરિટી, ONGC, વન વિભાગ અને કોસ્ટલ પોલીસ જેવી સંસ્થાઓએ પણ આમાં સહયોગ આપ્યો હતો.
-> મહત્વ: ભારતનો 7,500 કિમી લાંબો દરિયાકિનારો અને દરિયાઈ જીવસૃષ્ટિ (જેમ કે મેન્ગ્રોવ્સ) ને નુકસાનથી બચાવવા આવી કવાયતો અનિવાર્ય છે.
8) એન્ટી ટેરર કોન્ફરન્સ 2025-26 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?
– નવી દિલ્હી માં
-> આયોજન: NIA દ્વારા નવી દિલ્હીમાં.
-> ઉદ્ઘાટન: ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા.
-> મુખ્ય લક્ષ્ય: આતંકવાદ સામે ‘Zero Tolerance’.
-: મુખ્ય 3 મુદ્દાઓ: :-
-> નવી નીતિ: ભારતની પ્રથમ ‘નેશનલ કાઉન્ટર ટેરરિઝમ પોલિસી’ રજૂ કરાઈ.
-> સંયુક્ત લડાઈ: કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને કામ કરવું (‘Whole of Government’).
-> ટેકનોલોજી: આતંકવાદી ફાઇનાન્સિંગ અને સાયબર જોખમો રોકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ.
1 thought on “08 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 08 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati”