05 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 05 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

05 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 05 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

1) અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026 ની થીમ શું રાખવામાં આવી છે?

– ભારત એક ગાથા

-> અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરી, 2026 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 14 મા ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026’ નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

 

-: મુખ્ય થીમ અને આકર્ષણોઃ :-

-> થીમ: ‘ભારત એક ગાથા’.

-> ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર તૈયાર કરાયું છે.

-> વિશેષ કૃતિઓ: ‘સ્ત્રી સશક્તીકરણ’ થીમ પર સ્કલ્પચર.

-> યુનેસ્કો (UNESCO) દ્વારા જાહેર ‘વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર- દિવાળી’ પર વિશેષ પ્રસ્તુતિ.

-> 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ.

-> ડિજિટલ પહેલ: ફૂલો અને ઝોન વિશે માહિતી મેળવવા માટે QR કોડ અને ઓડિયો ગાઈડની સુવિધા.

-> મુલાકાતીઓ 22 જાન્યુઆરી, 2026 સુધી આ ફ્લાવર શૉની મુલાકાત લઈ શકશે, જ્યાં તેમને ટેકનોલોજીના સમન્વય તરીકે QR કોડ અને ઓડિયો ગાઈડની સુવિધા પણ આપવામાં આવી છે.

-> પ્રદર્શનમાં ‘શાશ્વત ભારત’ ઝોનમાં સમુદ્ર મંથન જેવી પૌરાણિક કથાઓ અને ‘સિદ્ધિઓ’ ઝોનમાં હાઈ-સ્પીડ રેલ તથા સ્પેસ ટેકનોલોજીની ઝાંખી રજૂ કરવામાં આવી છે.

-> સાંસ્કૃતિક ઝોનમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યોનું ફૂલકળા દ્વારા નિરૂપણ કરીને ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિને જીવંત કરવામાં આવી છે, જે આ મહોત્સવને માત્ર મનોરંજન જ નહીં પણ જ્ઞાનવર્ધક પ્રવાસન સ્થળ પણ બનાવે છે.

 

2) વિશ્વના સૌથી મોટા ઓપન-એર થિયેટર તરીકે જાણીતો ‘ધનુ યાત્રા’ મહોત્સવ કયા રાજ્યમાં યોજાય છે?

– ઓડિશા

-> ઓડિશાના બરગઢમાં વિશ્વના સૌથી મોટા ઓપન-એર થિયેટર તરીકે જાણીતા ‘ધનુ યાત્રા’ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ 11 દિવસીય ઉત્સવ પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ છે.

-> આ મહોત્સવ દરમિયાન સમગ્ર બરગઢ શહેર પૌરાણિક નગરી ‘મથુરા’માં ફેરવાઈ જાય છે અને અહીં રમાતું નાટક કોઈ બંધ સ્ટેજ પર નહીં, પરંતુ ખુલ્લા આકાશ નીચે આખા શહેરમાં રમાય છે.

-> સમયગાળો: આ મહોત્સવ કુલ 11 દિવસ સુધી ચાલે છે.

-> વિષયવસ્તુ: ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી લઈને તેમના મામા કંસના વધ સુધીની પૌરાણિક કથાને જીવંત રીતે ભજવવામાં આવે છે.

-> અનોખી વિશેષતા: બરગઢ શહેર ‘મથુરા’ બને છે, જ્યારે નજીકનું અંબપાલી ગામ ‘ગોકુળ’ બને છે અને વચ્ચે વહેતી જીરા નદી ‘યમુના’ નદીનું પ્રતીક બને છે.

-> જીવંત અભિનય: અહીં કલાકારો અને પ્રેક્ષકો વચ્ચેની મર્યાદા ભૂંસાઈ જાય છે. મહોત્સવ દરમિયાન કંસનું પાત્ર ભજવતા અભિનેતાનું શાસન આખા શહેરમાં ચાલે છે અને તેઓ ભૂલ કરનારા અધિકારીઓને દંડ પણ કરી શકે છે.

-> સાંસ્કૃતિક વારસો: ધનુ યાત્રા માત્ર મનોરંજન નથી, પરંતુ તે ભારતીય પરંપરા અને સામુદાયિક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. વર્ષ 2014 માં તેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું હતું

 

3) ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) એ પોતાની નવી ઓળખ ક્યારે જાહેર કરી?

– MoSPI એ પોતાની નવી ઓળખ 01 જાન્યુઆરી 2026 ના રોજ જાહેર કરી.

-> નવો લોગો: તેની થીમ “Data for Development” છે. તેમાં અશોક ચક્ર (પારદર્શિતા), રૂપિયાનું ચિહ (આર્થિક આયોજન) અને ગ્રોથ બાર (પ્રગતિ) દર્શાવવામાં આવ્યા છે.

-> મેસ્કોટ “સાંખ્યિકી”: આ એક મૈત્રીપૂર્ણ પાત્ર છે જે જટિલ આંકડાઓને સામાન્ય જનતા માટે સરળ બનાવશે. તેનો ઉપયોગ રાષ્ટ્રીય સર્વે અને જનજાગૃતિ અભિયાનોમાં થશે.

-> હેતુ: ડેટા આધારિત સુશાસનને પ્રોત્સાહન આપવું અને સરકારી આંકડાઓમાં જનતાનો વિશ્વાસ વધારવો.

 

4) NTCA ના ડેટા અનુસાર વર્ષ 2025 માં ભારતમાં કુલ કેટલા વાઘના મૃત્યુ નોંધાયા?

– 166

-> વર્ષ 2025 માં ભારતમાં કુલ 166 વાઘના મૃત્યુ નોંધાયા છે, જે 2024 (126 મૃત્યુ) ની સરખામણીએ મોટો ઉછાળો દર્શાવે છે.

 

-: રાજ્યવાર સ્થિતિઃ :-

-> મધ્ય પ્રદેશ: 55 મૃત્યુ (સૌથી વધુ).

-> મહારાષ્ટ્ર: 38 મૃત્યુ.

-> કેરળ અને આસામ: અનુક્રમે 13 અને 12 મૃત્યુ.

 

–> વિશેષઃ કુલ મૃત્યુમાં 31 વાઘના બચ્ચા હતા.

 

-: મૃત્યુ પાછળના મુખ્ય કારણો: :-

-> પ્રાદેશિક સંઘર્ષ: વાઘની વસ્તી વધવાને કારણે વિસ્તાર (Territory) માટે થતી લડાઈ.

-> કુદરતી મૃત્યુઃ ઉંમર અથવા માંદગી.

-> માનવ-સર્જિત: વીજ કરંટ (7 મૃત્યુ) અને શિકાર (Poaching).

-> વિખેરવાની પ્રક્રિયા: યુવાન વાઘ જ્યારે નવો વિસ્તાર શોધવા નીકળે ત્યારે જોખમ વધી જાય છે.

-> વિશ્વ સ્તરે સ્થાન: ભારત વિશ્વના 75% વાઘનું ઘર છે.

 

–> વાઘની સંખ્યા (2022 અંદાજ): 3,682 (વાર્ષિક 6% નો વૃદ્ધિ દર).

 

5) ‘સબકા બીમા સબકી રક્ષા’ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

– વીમા કંપનીઓની જવાબદારી વધારવી અને પોલિસીધારકોનું રક્ષણ

-> 17 ડિસેમ્બર, 2025ના રોજ પસાર થયેલા આ નવા કાયદાનો ઉદ્દેશ્ય વીમા પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે.

 

-: બિલની મુખ્ય વિશેષતાઓ: :-

-> 100% વિદેશી રોકાણ (FDI): વીમા ક્ષેત્રમાં હવે 100% વિદેશી રોકાણને મંજૂરી મળી છે. આનાથી નવી કંપનીઓ આવશે, સ્પર્ધા વધશે અને ગ્રાહકોને ઓછા પ્રીમિયમમાં વધુ સુવિધાઓ મળશે.

-> ક્લેમ પાસ કરવામાં સરળતા: જો વીમા કંપની પાસે ગ્રાહકની વિગતો (KYC) માં કોઈ ભૂલ હશે, તો કંપની તેના આધારે ગ્રાહકનો ક્લેમ નકારી શકશે નહીં. ડેટાની સચોટતા જાળવવાની જવાબદારી હવે કંપનીની રહેશે.

-> ડેટા સુરક્ષાઃ તમારી મંજૂરી વગર કંપની તમારો પર્સનલ ડેટા કોઈને આપી શકશે નહીં.

-> પારદર્શિતાઃ જો કોઈ ક્લેમ રિજેક્ટ થાય, તો કંપનીએ તેનું ચોક્કસ કારણ લેખિતમાં આપવું પડશે.

-> ડિજિટલ પોલિસી: પેપરવર્ક ઘટાડવા માટે તમામ પોલિસી અને ક્લેમ રેકોર્ડ્સ હવે ડિજિટલ ફોર્મેટમાં રાખવા ફરજિયાત છે.

-> કડક દંડ: નિયમોનું ઉલ્લંઘન કરનાર એજન્ટ કે કંપની પર રોજના ₹1 લાખ સુધીના દંડની જોગવાઈ છે.

-> સામાન્ય જનતાને ફાયદોઃ આ કાયદાથી વીમો લેવો અને ક્લેમ પાસ કરાવવો બંને પ્રક્રિયાઓ વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. કંપનીઓ હવે ગ્રાહકો સાથે મનસ્વી રીતે વર્તી શકશે નહીં

 

6) મકરવિલાકક્કુ તહેવાર કયા રાજ્યના કયા મંદિરમાં અને ક્યારે ઉજવવામાં આવે છે?

– મકરવિલાકક્કુ તહેવાર કેરળના શબરીમાલા મંદિરમાં મકર સંક્રાંતિના દિવસે ઉજવવામાં આવે છે.

-> આ દિવસે ભક્તો પવિત્ર ‘મકરજ્યોતિ’ના દર્શન કરે છે. આ ઉત્સવમાં ભાગ લેવા માટે ભક્તો 41 દિવસનું કઠિન ‘મંડલમ વ્રત’ રાખે છે, જેમાં શુદ્ધતા અને બ્રહ્મચર્યનું પાલન અનિવાર્ય છે.

-> પશ્ચિમ ઘાટની પહાડીઓમાં સ્થિત આ મંદિર ભગવાન અયપ્પાને સમર્પિત છે, જેઓ ભગવાન શિવ અને વિષ્ણુ (મોહિની સ્વરૂપ) ના પુત્ર ‘હરિહર’ તરીકે ઓળખાય છે. આ મંદિર તેની અનોખી પરંપરાઓ અને પહાડોની વચ્ચેની કઠિન પદયાત્રા માટે જાણીતું છે.

 

7) સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 2025 ગ્લોબલ Al વાઈબ્રન્સી ટૂલ મુજબ ભારત કયા ક્રમે છે?

– 3

-> સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના નવેમ્બર 2025 ના અહેવાલ મુજબ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ભારતે વિશ્વના ટોચના ૩ દેશોમાં સ્થાન મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

-> રેન્કિંગમાં સુધારો: ભારત વર્ષ 2023 માં 7 માં ક્રમે હતું, જે હવે 4 સ્થાનના સુધારા સાથે ૩ જા ક્રમે પહોંચ્યું છે.

 

-: ટોચના દેશો: :-

-> અમેરિકા (પ્રથમ)

-> ચીન (બીજું)

-> ભારત (ત્રીજું – સ્કોર 21.59)

 

-> કોને પાછળ છોડ્યા?: ભારતે યુકે (UK), જાપાન, દક્ષિણ કોરિયા અને સિંગાપોર જેવા ટેક લીડર્સને પાછળ રાખી દીધા છે.

-> મૂલ્યાંકનના 7 મુખ્ય સ્તંભો

-> આ ઇન્ડેક્સ મુખ્યત્વે સંશોધન (R&D), અર્થતંત્ર, ટેલેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેર અભિપ્રાય, જવાબદાર AI અને નીતિ-શાસન પર આધારિત છે.

-> ખાસ નોંધ: ભારત સંશોધન અને ટેલેન્ટમાં મજબૂત છે, પરંતુ ‘નીતિ અને શાસન’ (Policy & Governance) માં તેનું રેન્કિંગ 5 સ્થાન નીચે સરક્યું છે.

 

-: વૈશ્વિક AI રોકાણની સરખામણી :-

-> વિશ્વના દેશો AI ક્ષેત્રે જંગી રોકાણ કરી રહ્યા છેઃ

-> સાઉદી અરેબિયા: $100 બિલિયન

-> ચીન: $47.5 બિલિયન

-> કેનેડા: $2.4 બિલિયન

-> ભારત: $1.25 બિલિયન (ઇન્ડિયા AI મિશન)

 

8) ચિલ્લાઈ કલાન શું છે?

– કાશ્મીરનો સૌથી કઠોર શિયાળાનો સમયગાળો

-> કાશ્મીર ખીણમાં 21 ડિસેમ્બરથી શરૂ થતા 40 દિવસના અતિશય ઠંડીના સમયગાળાને ‘ચિલ્લાઈ કલાન’ કહેવામાં આવે છે.

-> સમયગાળો: 21 ડિસેમ્બર થી 30 જાન્યુઆરી (40 દિવસ).

-> અસર: તાપમાન -15°C સુધી નીચે જઈ શકે છે, જેનાથી નદીઓ અને સરોવરો થીજી જાય છે.

-> મહત્વ: આ સમયની હિમવર્ષા ગ્લેશિયર્સ માટે ખૂબ જરૂરી છે, જે આખું વર્ષ ખેતી અને પીવા માટે પાણી પૂરું પાડે છે.

 

-: શિયાળાના ત્રણ તબક્કા: :-

->ચિલ્લાઈ કલાન: 40 દિવસ (સૌથી મોટી ઠંડી).

-> ચિલ્લાઈ ખુર્દ: 20 દિવસ (મધ્યમ । ઠંડી – 31 જાન્યુઆરીથી).

-> ચિલ્લાઈ બચ્ચા: 10 દિવસ (હળવી ઠંડી – 20 ફેબ્રુઆરીથી).

 

-: ઠંડીથી બચવાના ઉપાયોઃ :-

-> ફેરન (Pheran): કાશ્મીરીઓ દ્વારા પહેરવામાં આવતું લાંબુ ઊની વસ્ત્ર.

-> કાંગડી (Kangri): માટીના વાસણમાં કોલસા ભરીને બનાવેલી નાની સગડી, જે શરીરને ગરમી આપે છે.

>> ગઈકાલ નું કરંટ અફેર્સ વાંચો <<

1 thought on “05 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 05 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati”

Leave a Comment