04 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 04 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

04 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 04 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

1) વર્ષ 2025 માં કાંકરિયા કાર્નિવલે કેટલા વર્ષ પૂર્ણ કર્યા?

– 18 વર્ષ

-> અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા લેકફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન ‘કાંકરિયા કાર્નિવલ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

-> સમયગાળો: 25 થી 31 ડિસેમ્બર, 2025.

-> ઐતિહાસિક સફળતા: આ મહોત્સવને 18 વર્ષ પૂર્ણ થયા છે (શરૂઆત: 2008).

-> ઉદ્ઘાટન: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ₹526 કરોડના વિકાસકામોના લોકાર્પણ સાથે પ્રારંભ.

 

-: મુખ્ય આકર્ષણો અને નવીનતા :-

-> કલાકારો: ગીતા રબારી, કિર્તીદાન ગઢવી અને પાર્થ ઓઝા જેવા દિગ્ગજ કલાકારો દ્વારા સાંસ્કૃતિક રજૂઆત.

-> ટેકનોલોજી: 1000 થી વધુ ડ્રોન સાથેનો મેગા ડ્રોન શો, લેસર શો અને મ્યુઝિકલ ફાઉન્ટેન.

-> વિશેષ આકર્ષણ: પ્રથમ વખત દુબઈ સ્ટાઈલનો ‘પાયરો શો’ અને પેટ ફેશન શોનું આયોજન.

 

-: આંકડાકીય વિગતો અને સુરક્ષા :-

-> જનમેદની: પ્રથમ 4 દિવસમાં 5.17 લાખ મુલાકાતીઓ અને 31 ડિસેમ્બરે આંકડો 2 લાખને પાર.

-> ક્રાઉડ મેનેજમેન્ટ: ભીડ નિયંત્રણ માટે 7 ગેટ પર હેડ-કાઉન્ટ કેમેરા; 1,00,000 થી વધુ લોકો થાય ત્યારે એન્ટ્રી બંધ કરવાની વ્યવસ્થા.

-> વીમો: મુલાકાતીઓની સુરક્ષા માટે ₹5,000 કરોડનો પબ્લિક લાયબિલિટી વીમો.

-> આ મહોત્સવ 31 ડિસેમ્બરની મધ્યરાત્રિએ આતશબાજી સાથે સંપન્ન થયો હતો.

-> અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા લેકફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન ‘કાંકરિયા કાર્નિવલ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

-> સમયગાળો: 25 થી 31 ડિસેમ્બર, 2025.

-> ઐતિહાસિક સફળતા: આ મહોત્સવને 18 વર્ષ પૂર્ણ થયા છે (શરૂઆત: 2008).

-> ઉદ્ઘાટન: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ₹526 કરોડના વિકાસકામોના લોકાર્પણ સાથે પ્રારંભ.

 

2) દર વર્ષે ‘વિશ્વ બ્રેઈલ દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે?

– 04 જાન્યુઆરી

-> દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ World Braille Day મનાવવામાં આવ્યો છે.

-> બ્રેઈલ લિપિનો ઉપયોગ દૃષ્ટિહીન લોકો માટે થાય છે અને બ્રેઈલ લિપિ વિશે જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ આ દિવસ મનાવવામાં આવે છે.

-> આ છઠ્ઠા નંબરનો વિશ્વ બ્રેઇલ દિવસ છે,પહેલીવાર 2019 માં મનાવવામાં આવ્યો હતો.

-> બ્રેઈલ લિપિની શોધ Louis Braille એ કરી હતી, તેમનો જન્મ 4 જાન્યુઆરી 1809 ના રોજ ફ્રાન્સમાં થયો હતો.

-> બ્રેલ લિપિમાં 6 ડોટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

 

3) તાજેતરમાં સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ની કેટલામી આવૃત્તિ નું આયોજન થયું હતું?

– 87મી

 

-: 87મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ વિજેતાઓ :-

-> મહિલા સિંગલ્સ: સૂર્યા કરિશ્મા તામિરીએ તન્વી પત્રીને 17-21, 21-12, 21-14 થી હરાવીને ખિતાબ જીત્યો.

-> પુરુષ સિંગલ્સ: સ્તિવિક સંજીવી એસ. એ ભરત રાઘવને 21-16, 22-20 થી હરાવીને ટાઇટલ મેળવ્યું.

-> મહિલા ડબલ્સ: શિખા ગૌતમ અને અશ્વિની ભટ્ટની જોડી વિજેતા બની.

-> પુરુષ ડબલ્સઃ એ. હરિહરન અને રૂબન કુમારે ખિતાબ જીત્યો.

-> મિક્સ ડબલ્સ: સાત્વિક રેડ્ડી કે. અને રાધિકા શર્મા વિજેતા જાહેર થયા.

->આ ટુર્નામેન્ટ ભારતના ઘરેલું બેડમિન્ટન ક્ષેત્રે નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ છે.

 

4) 8મું રાજ્ય પગાર પંચ રચનાર ભારતનું પ્રથમ રાજ્ય કયુ છે?

– આસામ

-> આસામ સરકારે 1 January 2026 ના રોજ 7મા પગાર પંચની મુદત પૂરી થાય તે પહેલાં જ, રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8th State Pay Commission ની રચના કરવાની જાહેરાત કરી છે. આ સાથે આસામ આ પ્રકારનું પગલું લેનાર દેશનું 1st રાજ્ય બન્યું છે.

-> અધ્યક્ષ: આ પંચના અધ્યક્ષ તરીકે ભૂતપૂર્વ મુખ્ય સચિવ (Chief Secretary) Subhas Das ની નિમણૂક કરવામાં આવી છે.

-> જાહેરાત: આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત મુખ્યમંત્રી Himanta Biswa Sarma દ્વારા કરવામાં આવી છે.

-> હેતુ: મોંઘવારી અને વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થાં અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન માળખામાં સુધારો કરવો.

 

-: મહત્વ અને સમયગાળો: :-

-> સામાન્ય રીતે પંચને તેનો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરવામાં અંદાજે 18 months જેટલો સમય લાગે છે.

-> આ પંચ 1 January 2026 થી અમલમાં આવનારા નવા પગાર માળખા માટે ભલામણો આપશે.

-> વહેલી રચનાને કારણે આસામના કર્મચારીઓને અન્ય રાજ્યોની સરખામણીએ પગાર સુધારાનો લાભ ઝડપથી મળી શકે છે.

 

-: પૃષ્ઠભૂમિ: :-

-> ભારતમાં દર 10 years એ પગાર પંચની સમીક્ષા કરવામાં આવે છે. હાલમાં દેશમાં 7મું પગાર પંચ અમલમાં છે, જેની અવધિ January 1, 2026 ના રોજ પૂર્ણ થઈ રહી છે. આસામનું આ પ્રગતિશીલ પગલું અન્ય રાજ્યો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડે છે.

 

5) ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં કેટલા ડોલરના રોકાણની ખાતરી આપી છે?

– 20 બિલિયન ડોલર

-> આ કરાર ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે, કારણ કે તે માત્ર 9 મહિનાના ટૂંકા ગાળામાં (માર્ચ 2025 થી ડિસેમ્બર 2025) પૂર્ણ થયેલા ભારતના સૌથી ઝડપી FTAs માંનો એક છે.

 

-: કરારના મુખ્ય આકર્ષણો (Key Takeaways) :-

-> નિકાસમાં મોટો ફાયદો: ન્યૂઝીલેન્ડ ભારતની 100% નિકાસ ચીજવસ્તુઓ (આશરે 8,284 ટેરિફ લાઇન્સ) પરની ડ્યુટી નાબૂદ કરશે.

-> રોકાણની પ્રતિબદ્ધતા: ન્યૂઝીલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં 20 બિલિયન ડોલરના રોકાણની ખાતરી આપી છે.

-> સંવેદનશીલ ક્ષેત્રોનું રક્ષણઃ ભારતે તેના ડેરી અને કૃષિ ક્ષેત્રના હિતોનું રક્ષણ કર્યું છે (દૂધ, ચીઝ વગેરેને આ કરારમાંથી બહાર રાખવામાં આવ્યા છે).

-> રોજગારી અને MSME: ટેક્સટાઇલ, લેધર, જેમ્સ એન્ડ જવેલરી અને એન્જિનિયરિંગ જેવા શ્રમ-સઘન ક્ષેત્રોને શૂન્ય કયુટીનો લાભ મળશે.

 

-: શિક્ષણ અને રોજગાર (Mobility) :-

-> આ કરાર હેઠળ ભારતીય વિધાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છેઃ

-> STEM ગ્રેજ્યુએટ્સ: વિજ્ઞાન અને ટેકનોલોજીના સ્નાતકો માટે 3 થી 4 વર્ષ સુધીના પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાની સુવિધા.

-> સ્કિલ્ડ વિઝા: ભારતીય આઈકોનિક વ્યવસાયો (જેમ કે યોગા ઇન્સ્ટ્રક્ટર, આયુષ પ્રેક્ટિશનર, ભારતીય શેક અને સંગીત શિક્ષકો) સહિત 5,000 કુશળ પ્રોફેશનલ્સ માટે નવા વિઝા માર્ગો ખુલશે.

-> વર્કિંગ હોલીડે વિઝાઃ દર વર્ષે 1,000 યુવાન ભારતીયોને 12 મહિના માટે ન્યૂઝીલેન્ડમાં રહેવા અને કામ કરવાની તક મળશે.

 

-: આયુષ (AYUSH) અને પરંપરાગત જ્ઞાન :-

-> ન્યૂઝીલેન્ડે પ્રથમ વખત આરોગ્ય અને પરંપરાગત ચિકિત્સા સેવાઓ પરના જોડાણ (Annex) પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી ભારતીય આયુર્વેદ, યોગ, અને અન્ય આયુષ પદ્ધતિઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અને પ્રોત્સાહન મળશે.

 

6) તાજેતરમાં કોને NIAના વડા તરીકેનો વધારાનો હવાલો ક્યારે સોંપાયો?

– રાકેશ અગ્રવાલ

-> કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વરિષ્ઠ IPS અધિકારી રાકેશ અગ્રવાલને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકેનો વધારાનો હવાલો સોંપ્યો છે.

-> નિમણૂક: રાકેશ અગ્રવાલ (1994 બેચ, હિમાચલ પ્રદેશ કેડર) હાલમાં NIAમાં સ્પેશિયલ DG તરીકે કાર્યરત છે.

-> કારણ: અગાઉના વડા સદાનંદ વસંત દાતે વહેલા નિવૃત્ત થઈને પોતાના મૂળ કેડર (મહારાષ્ટ્ર) માં પરત ફર્યા હોવાથી આ જવાબદારી સોંપાઈ છે.

-> અનુભવ: તેઓ આતંકવાદ વિરોધી તપાસ અને દેશની આંતરિક સુરક્ષાના નિષ્ણાત માનવામાં આવે છે.

 

7) તાજેતરમાં કયા રાજ્યએ તબીબી શિક્ષણમાં પારદર્શિતા લાવવા માટે “e-Swasthya Samvad” પોર્ટલ શરૂ કર્યું છે?

– રાજસ્થાન

-> રાજસ્થાન સરકારે રાજ્યની તબીબી શિક્ષણ પ્રણાલીમાં શાસન (Governance), પારદર્શિતા અને સંકલનને મજબૂત કરવા માટે ‘ઈ-સ્વાસ્થ્ય સંવાદ’ ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે.

-> મુખ્ય હેતુ: તબીબી શિક્ષણ પ્રણાલીમાં શાસન (Governance) અને પારદર્શિતા વધારવી તેમજ નીતિ નિર્ધાસ્કો અને તબીબી સંસ્થાઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવો.

-> નેતૃત્વ: આ પહેલ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને તબીબી શિક્ષણ મંત્રી ગજેન્દ્ર સિંહ ખીમસરના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે.

-> કાર્યપદ્ધતિ: દર અઠવાડિયે 2 વાર (મંગળવાર અને ગુરુવાર) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સંવાદ યોજાશે.

 

-: સંવાદના બે મુખ્ય તબક્કા :-

-> પ્રથમ તબક્કો: વરિષ્ઠ અધિકારીઓ (પ્રિન્સિપાલ, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને PMOs) સાથે વહીવટી ચર્ચા.

-> બીજો તબક્કો: ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, વિધાર્થીઓ અને સામાન્ય જનતા સાથે સીધો પ્રતિસાદ મેળવવા માટેનો સંવાદ.

-> નિર્ણય પ્રક્રિયા: બેઠકોનું રેકોર્ડિંગ કરવામાં આવશે અને લેવાયેલા નિર્ણયો પર સંબંધિત અધિકારીઓએ 72 કલાકની અંદર ‘એક્શન ટેકન રિપોર્ટ’ (ATR) જમા કરાવવો ફરજિયાત છે.

-> ફરિયાદ નિવારણ: ફરિયાદોના ઉકેલ માટે CMIS અને કેન્દ્રિય જાહેર ફરિયાદ નિવારણ તંત્ર જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે.

 

8) નવી દિલ્હીમાં આયોજિત ‘Advancing Public Health Outcomes Forum 2025’ ને સંબોધિત કરીને ભારતની સ્વાસ્થ્ય ક્ષેત્રની સિદ્ધિઓ કોણે વર્ણવી હતી?

– કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ

-> પેલેરિયામાં ઘટાડો: ભારતમાં મેલેરિયાના કેસોમાં 80% થી વધુ અને તેનાથી થતા મૃત્યુમાં 78% નો ઘટાડો નોંધાયો છે. ભારત હવે મેલેરિયાના ઉચ્ચ ભારણ ધરાવતા દેશમાંથી પ્રભાવશાળી સુધારો કરતું રાષ્ટ્ર બન્યું છે.

-> ટ્યુબરક્યુલોસિસ (TB): ભારતે TB ના કેસોમાં 21% નો ઘટાડો હાંસલ કર્યો છે, જે વૈશ્વિક સ્તરે થયેલા 12% ના ઘટાડા કરતા ઘણો વધારે છે.

-> માતૃ અને બાળ સ્વાસ્થ્ય: Maternal Mortality Ratio (MMR): વર્ષ 2014 માં પ્રતિ લાખ જીવિત જન્મ દીઠ મૃત્યુદર 130 હતો, જે આ વર્ષે ઘટીને 88 થયો છે.

-> Infant Mortality Rate (IMR): શિશુ મૃત્યુદર ચાલુ વર્ષે ઘટીને 27 પર આવી ગયો છે.

-> આયુષ્માન આરોગ્ય મંદિર (AAM): સરકારે દર 2,000 ની વસ્તી માટે એક આરોગ્ય મંદિર સ્થાપવાનું લક્ષ્ય રાખ્યું છે. અત્યાર સુધીમાં 30,000 થી વધુ મંદિરોએ રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર મેળવ્યું છે.

-> આર્થિક રાહત: આયુષ્માન ભારત યોજનાને કારણે લોકોનો તબીબી ખર્ચ 69% થી ઘટીને 39% થયો છે.

>> ગઈકાલ નું કરંટ અફેર્સ વાંચો <<

1 thought on “04 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 04 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati”

Leave a Comment