03 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 03 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

03 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 03 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

1) ભારતીય Al સંશોધન સંસ્થા (Indian Al Research Organisation – IAIRO) ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે?

– GIFT સીટી

-> ગુજરાત સરકારે ગાંધીનગરના GIFT સિટી ખાતે ભારતીય Al સંશોધન સંસ્થા (Indian Al Research Organisation – IAIRO) ની સ્થાપનાને મંજૂરી આપી છે. આ સંસ્થા 1 જાન્યુઆરી, 2026 થી કાર્યરત થશે.

 

-: મુખ્ય વિગતો (Key Highlights) :-

-> સંચાલન મોડેલ: તે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ પર ચાલનારી ભારતની પ્રથમ રાજ્ય- સંચાલિત AI સંસ્થા છે.

-> ત્રિપક્ષીય ભાગીદારી: આ પ્રોજેક્ટમાં ગુજરાત સરકાર, ભારત સરકાર અને ભારતીય ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA) વચ્ચે સહયોગ થયો છે.

-> બજેટ: આગામી 5 વર્ષ માટે ₹300 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર, રાજ્ય અને ખાનગી ભાગીદારો દરેક 33.33% ફાળો આપશે.

-> કાનૂની સ્વરૂ૫: આ સંસ્થા કંપની એક્ટ, 2013 ની સેક્શન 8 હેઠળ બિન-નફાકારક (Non- profit) સંસ્થા તરીકે રજિસ્ટર થશે.

 

-: મુખ્ય ઉદ્દેશ્યો અને ટેકનોલોજી :-

-> સંશોધન અને વિકાસ: આધુનિક AI તકનીકોમાં એડવાન્સ સંશોધન કરવું અને AI આધારિત પ્રોડક્ટ્સ તૈયાર કરવી.

-> ક્ષમતા નિર્માણ: AI ક્ષેત્રે નવી પ્રતિભાઓ તૈયાર કરવી અને બૌદ્ધિક સંપત્તિ (IP) નું સર્જન કરવું.

-> ઈન્ફ્રાસ્ટ્રક્ચર: તે GPU આધારિત હાઇ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સુવિધા ધરાવશે અને IndiaAl Cloud’ જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મ સાથે જોડાયેલું રહેશે.

 

2) દર વર્ષે ઇન્ટરનેશનલ માઇન્ડ-બોડી વેલનેસ ડે ક્યારે મનાવવામાં આવે છે?

– 03 જાન્યુઆરી

-> આંતરરાષ્ટ્રીય માઇન્ડ-બોડી વેલનેસ ડે, જે દર વર્ષે ૩ જાન્યુઆરીએ મનાવવામાં આવે છે, તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના સુમેળભર્યા સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત વૈશ્વિક ઉજવણી છે.

-> આ પ્રસંગ આપણા મન, શરીર અને ભાવનાના પરસ્પર જોડાણની સ્મૃતિપત્ર તરીકે સેવા આપે છે, જે સર્વગ્રાહી સુખાકારીના મહત્વ પર ભાર મૂકે છે.

-> સર્વગ્રાહી સ્વાસ્થ્ય પ્રથાઓ ઓળખે છે કે આપણી માનસિક અને શારીરિક સ્થિતિઓ એકબીજા સાથે જોડાયેલા છે. મન-શરીર જોડાણ સદીઓથી રસનો વિષય છે.

-> તાજેતરના દાયકાઓમાં, વૈજ્ઞાનિક સંશોધનોએ શારીરિક સ્વાસ્થ્ય અને તેનાથી વિપરીત માનસિક સુખાકારીની ઊંડી અસરને પુનઃપુષ્ટિ કરી છે.

 

3) હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025 મુજબ ભારતીય મૂળના વિશ્વના સૌથી ધનિક પ્રોફેશનલ મેનેજર કોણ છે?

– જયશ્રી ઉલ્લાલ.

-> હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025 ના તાજેતરના અહેવાલ મુજબ, જયશ્રી ઉલ્લાલ ભારતીય મૂળના વિશ્વના સૌથી ધનિક પ્રોફેશનલ મેનેજર તરીકે ઉભરી આવ્યા છે.

-> 50,170 કરોડ રૂપિયાની પ્રચંડ સંપત્તિ સાથે તેમણે માઈક્રોસોફ્ટના સત્ય નડેલા (9,770 કરોડ રૂપિયા) અને ગૂગલના સુંદર પિચાઈ (5,810 કરોડ રૂપિયા) ને પણ સંપત્તિની દોડમાં પાછળ છોડી દીધા છે.

-> લંડનમાં જન્મેલા અને દિલ્હીમાં ઉછરેલા જયશ્રી ઉલ્લાલ 2008 થી અમેરિકન ક્લાઉડ નેટવર્કિંગ કંપની એરિસ્ટા નેટવર્ક્સ ના પ્રેસિડેન્ટ અને CEO તરીકે કાર્યરત છે. તેમની સફળતાનું મુખ્ય કારણ કંપનીમાં રહેલો તેમનો ૩% ઇક્વિટી હિસ્સો છે, જે AI અને ક્લાઉડ ટેકનોલોજીના વધતા વ્યાપને કારણે સતત મૂલ્યવાન બની રહ્યો છે.

 

4) તાજેતરમાં કોણે ભારતીય વાયુસેના (IAF) ના વાઈસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકેનો પદભાર સંભાળ્યો છે?

– એર માર્શલ નાગેશ કપૂર

-> એર માર્શલ નાગેશ કપૂરે 1 જાન્યુઆરી, 2026 ના રોજ ભારતીય વાયુસેના (IAF) ના વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ (Vice Chief of the Air Staff) તરીકેનો પદભાર સંભાળ્યો છે.

-> તેઓ એર માર્શલ નર્મદેશ્વર તિવારીના અનુગામી બન્યા છે, જેઓ 40 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા.

-> અનુભવ: તેઓ 6 ડિસેમ્બર, 1986 ના રોજ ફાઇટર સ્ટ્રીમમાં જોડાયા હતા. તેમને MiG-21 અને MiG-29 જેવા વિમાનો પર 3,400 થી વધુ કલાકના ઉડ્ડયનનો અનુભવ છે.

 

-: મહત્વપૂર્ણ ભૂમિકાઓ: :-

-> તેમણે પાકિસ્તાનમાં ડિફેન્સ એટાચી (Defence Attaché) તરીકે સેવા આપી છે.

-> તેઓ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ રહી ચૂક્યા છે.

 

-: સન્માન અને એવોર્ડ્સઃ :-

-> વર્ષ 2025 માં તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM) અને સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલ (SYSM) એનાયત કરવામાં આવ્યા હતા.

-> અગાઉ તેમને વાયુ સેના મેડલ (2008) અને અતિ વિશિષ્ટ સેવા મેડલ (2022) પણ મળેલ છે.

 

5) તાજેતરમાં કોણે ‘વિજયપથ’ Al શિક્ષણ પહેલનું ઉદ્ઘાટન કર્યું?

– નિર્મલા સીતારમણ

-> કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કર્ણાટકના વિજયનગર જિલ્લામાં સરકારી શાળાના વિધાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શિક્ષણ પહેલ ‘વિજયપથ’ (VijAlpatha) લોન્ચ કરી છે.

 

-: આયોજન અને ભાગીદારી: :-

-> કોના દ્વારા: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઉદ્ઘાટન.

-> અમલીકરણ: સાયન્ટ ફાઉન્ડેશન (Cyient Foundation) અને કર્ણાટક સરકારના સહયોગથી.

-> સ્થળ: હોસપેટ તાલુકાની સરકારી કન્યા પ્રી-યુનિવર્સિટી કોલેજ, અમરાવતી (વિજયનગર જિલ્લો).

 

-: પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય: :-

-> આ એક પાયલોટ પ્રોજેક્ટ છે જેનો હેતુ સરકારી શાળાના વિધાર્થીઓને AI, સ્ટેમ (STEM – વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત), રોબોટિક્સ, કોડિંગ અને ડિજિટલ ઇનોવેશનમાં નિપુણ બનાવવાનો છે.

-> તે ડિજિટલ વિભાજન (Digital Divide) ઘટાડવામાં અને ટેકનોલોજીના શિક્ષણનું લોકશાહીકરણ કરવામાં મદદ કરશે.

 

-: મુખ્ય સુવિધાઓ: :-

-> આ પ્રોજેક્ટ હેઠળ 5 વર્લ્ડ ક્લાસ AI અને રોબોટિક્સ લેબોરેટરીઓ સ્થાપિત કરવામાં આવી રહી છે.

-> આ શાળાઓ હાઈ-પરફોર્મન્સ કોમ્પ્યુટર્સ, AI સોફ્ટવેર, IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) ઉપકરણો, સેન્સર્સ અને રોબોટિક્સ કિટ્સથી સજ્જ હશે.

-> ધોરણ 6 થી 10 ના 2,000 થી વધુ વિધાર્થીઓને તેનો સીધો લાભ મળશે.

 

-: તાલીમ અને બજેટ: :-

-> આ પ્રોજેક્ટ માટે ૩ વર્ષમાં અંદાજે ₹1 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

-> 100 થી વધુ શિક્ષકોને આ નવી ટેકનોલોજી શીખવવા માટે પહેલેથી જ તાલીમ આપવામાં આવી છે.

 

6) ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં NPA કેટલા ટકા સાથે ઐતિહાસિક નીચા સ્તરે પહોંચ્યું છે?

– 2.1%

-> ભારતીય રિઝર્વ બેંક (RBI) ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતીય બેંકિંગ ક્ષેત્રે કસાયેલી લોન એટલે કે NPA ના ઘટાડામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

-> સપ્ટેમ્બર 2025 સુધીમાં શેડ્યૂલ્ડ કોમર્શિયલ બેંકોનો ગ્રોસ NPA રેશિયો ઘટીને 2.1% થયો છે, જે છેલ્લા અનેક દાયકાઓનું સૌથી નીચું સ્તર છે.

-> જ્યારે કોઈ લોન પર વ્યાજ કે મુદ્દલની ચૂકવણી સતત 90 દિવસ સુધી બાકી રહે છે, ત્યારે તેને Non-Performing Asset (NPA) ગણવામાં આવે છે.

-> આ ઘટાડા પાછળ મુખ્યત્વે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) દ્વારા કરવામાં આવેલી કડક વસૂલાત અને બેંકો દ્વારા લોન આપતી વખતે રાખવામાં આવતી સાવચેતી જવાબદાર છે.

-> આ સુધારાને કારણે બેંકોની બેલેન્સ શીટ હવે પહેલા કરતા વધુ મજબૂત અને સ્વચ્છ બની છે. બેંકો પાસે જોખમ સામે લડવા માટે 17.2% જેટલું મજબૂત મૂડી ભંડોળ (CRAR) ઉપલબ્ધ છે, જે દેશના આર્થિક વિકાસને ટેકો આપવા માટે પૂરતું છે.

-> બેંકોની નાણાકીય સ્થિતિ સુધરતા હવે સામાન્ય જનતાને હોમ લોન કે બિઝનેસ લોન વધુ સરળતાથી અને સ્પર્ધાત્મક વ્યાજ દરો પર મળી શકશે.

 

7) PRAGATI પ્લેટફોર્મની 50મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી?

– નરેન્દ્ર મોદી

-> વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PRAGATI (Pro-Active Governance And Timely Implementation) ની 50મી બેઠક યોજી હતી. આ પ્લેટફોર્મ છેલ્લા 10 વર્ષથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અટવાયેલા પ્રોજેક્ટ્સને ઉકેલવાનું કામ કરે છે.

-> સિદ્ધિ: છેલ્લા દાયકામાં PRAGATI દ્વારા ₹85 લાખ કરોડ થી વધુના પ્રોજેક્ટ્સને વેગ મળ્યો છે.

-> સમીક્ષા: આ બેઠકમાં ₹40,000 કરોડ ના 5 મોટા પ્રોજેક્ટ્સ (રોડ, રેલવે, પાવર વગેરે) ની ચર્ચા થઈ.

-> પીએમનો મંત્ર: વડાપ્રધાને Reform, Perform અને Transform (સુધારો, પ્રદર્શન અને પરિવર્તન) નો મંત્ર આપ્યો.

-> લક્ષ્ય: ‘વિકસિત ભારત @ 2047* ના લક્ષ્યને પહોંચવા માટે દરેક રાજ્યમાં આવી વ્યવસ્થા હોવી જરૂરી છે.

 

-: ટૂંકમાં (Summary): :-

-> PRAGATI પ્લેટફોર્મ એ ટેકનોલોજીની મદદથી સરકારી કામોમાં થતા વિલંબને રોકવા અને જવાબદારી નક્કી કરવાનું સચોટ માધ્યમ છે. પીએમ મોદીએ આ બેઠકમાં ખાસ કરીને PM SHRI શાળાઓને શિક્ષણ ક્ષેત્રે ‘બેન્ચમાર્ક’ બનાવવા પર ભાર મૂક્યો હતો.

 

8) ભારતીય નૌકાદળ દ્વારા પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ ક્રાફ્ટનું નામ શું છે?

– DSC A20

-> તાજેતરમાં ભારતીય નૌકાદળે કોચી ખાતે તેના પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઈન અને નિર્મિત ‘ડાઈવિંગ સપોર્ટ ક્રાફ્ટ’ (DSC A20) ને કમિશન કર્યું છે.

-> નિર્માતાઃ આ જહાજ કોલકાતા સ્થિત ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ(TRSL) દ્વારા બનાવવામાં આવ્યું છે. આ પ્રકારના ફુલ 5 જહાજો બનાવવામાં આવનાર છે, જેમાં DSC A20 શ્રેણીનું પ્રથમ જહાજ છે.

-> ડિઝાઇન વિશેષતા: આ ક્રાફ્ટ ‘Catamaran Hull’ (બે સમાંતર હલ) ધરાવે છે, જે તેને તોફાની સમુદ્રમાં પણ વધુ સ્થિરતા પ્રદાન કરે છે અને ડાઈવિંગ ઓપરેશનને સરળ બનાવે છે.

-> તેનું વજન આશરે 390 ટન છે.

 

-: ઉપયોગ: :-

-> પાણીની અંદરના મિશન અને નૌકાદળના જહાજોનું સમારકામ.

-> શોધ અને બચાવ (Search and Rescue – SAR) કામગીરી.

-> દરિયાકાંઠાની સુરક્ષા અને ડાઈવર્સને તાલીમ આપવી.

>> ગઈકાલ નું કરંટ અફેર્સ વાંચો <<

1 thought on “03 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 03 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati”

Leave a Comment