02 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 02 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

02 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 02 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

1) તાજેતરમાં કોની ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP તરીકે કરવામાં આવી છે?

– ડો. કે.એલ.એન. રાવ

-> ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP તરીકે ડો. કે.એલ.એન. રાવની નિમણૂક કરવામાં આવી છે. વિકાસ સહાયનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂર્ણ થતા રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

-: કોણ છે ડો. કે.એલ.એન. રાવ? :-

-> પર્સનલ પ્રોફાઇલ: તેમનો જન્મ 26 ઓક્ટોબર 1967 ના રોજ થયો હતો. તેઓ તેલંગાણાના વતની છે અને M.Sc., Ph.D. સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે.

-> IPS બેચ: તેઓ 1992 બેચના IPS અધિકારી છે.

-> નિવૃત્તિ: તેઓ ઓક્ટોબર 2027 માં નિવૃત્ત થશે, એટલે કે તેમની પાસે હજુ 22 મહિનાનો સમય છે.

-: અગાઉની કામગીરી: :-

-> તેઓ ખેડા, હિંમતનગર અને મહેસાણાના SP રહી ચૂક્યા છે.

-> રાજકોટ રેન્જ DIG અને અમદાવાદમાં Joint CP તરીકે સેવા આપી છે.

-> ગુજરાતની જેલોના વડા તરીકે તેમણે જેલ મેનેજમેન્ટમાં નોંધપાત્ર સુધારા કર્યા હતા.

-> છબી: તેઓ એક કડક અને શિસ્તબદ્ધ અધિકારી તરીકે જાણીતા છે અને તેમની કારકિર્દી વિવાદરહિત રહી છે.

 

2) IGU 124મી ઓલ ઇન્ડિયા એમેચ્યોર ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025 નો ખિતાબ કોણે જીત્યો?

– સુખમન સિંઘ

-> કોલકાતાના ઐતિહાસિક ટોલીગંજ ક્લબ ખાતે રમાયેલી 124મી ઓલ ઇન્ડિયા એમેચ્યોર ગોલ્ફ ચેમ્પિયનશિપમાં નોઈડાના સુખમન સિંઘે શાનદાર વિજય મેળવીને ઇતિહાસ રચી દીધો છે.

-> ફાઈનલ પરિણામ: 36 હોલની ફાઈનલ મેચમાં સુખમને હરિયાણાના હરમાન સયદેવાને 7 & 6 થી (7 હોલની લીડ સાથે) હરાવી ખિતાબ જીત્યો હતો.

-> ઐતિહાસિક મહત્વઃ આ ટુર્નામેન્ટની શરૂઆત વર્ષ 1892 માં થઈ હતી. બ્રિટિશ ઓપન પછી તે વિશ્વની બીજી સૌથી જૂની અને સતત ચાલતી ‘એમેચ્યોર મેચપ્લે’ સ્પર્ધા છે.

-> કૌટુંબિક વારસોઃ સુખમન સિંઘના પિતા સિમરજીત સિંઘ પણ ભારતના ભૂતપૂર્વ નંબર 1 એમેચ્યોર ગોલ્ફર રહી ચૂક્યા છે. સુખમને આ જીત મેળવીને તેના પિતાનું સપનું સાકાર કર્યું છે.

-> સફળ સીઝન: આ વર્ષે સુખમને આ અગાઉ IGU રાજસ્થાન એમેચ્યોર ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.

-: ભારતીય ગોલ્ફ યુનિયન (IGU): :-

-> સ્થાપના: 1955

-> ભૂમિકા: તે ભારતમાં ગોલ્ફ રમતનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થા છે.

 

3) INS સિંધુઘોષ ક્યારે અને ક્યાં નિવૃત્ત થઈ?

– મુંબઇના નેવલ ડોકયાર્ડ ખાતે

-> ભારતીય નૌકાદળની પ્રતિષ્ઠિત સબમરીન INS સિંધુઘોષ એ 19 ડિસેમ્બર 2025 ના રોજ મુંબઇના નેવલ ડોકયાર્ડ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં 40 વર્ષની ગૌરવશાળી સેવા બાદ નિવૃત્તિ લીધી છે.

-> 1986 માં કાર્યરત થયેલી આ સબમરીન તેના ક્લાસની પ્રથમ સબમરીન હતી અને તેણે હિંદ મહાસાગરમાં ભારતની દરિયાઈ સુરક્ષા અને વ્યૂહાત્મક ક્ષમતા વધારવામાં ચાર દાયકા સુધી પાયાની ભૂમિકા ભજવી હતી.

-> લેફ્ટનન્ટ કમાન્ડર રજત શર્માના નેતૃત્વ હેઠળ તેની અંતિમ સફર પૂર્ણ કરનાર આ સબમરીનનું નિવૃત્ત થવું એ ભારતીય નૌકાદળના પરંપરાગત સબમરીન કાફલાના એક મહત્વપૂર્ણ યુગનો અંત દર્શાવે છે.

 

4) બિહારનું પ્રથમ સુપરકોમ્પ્યુટર ‘પરમ રુદ્ર’ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે?

– IIT પટના

-> બિહારના ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રમાં એક નવો અધ્યાય ઉમેરતા IIT પટના ખાતે રાજ્યના પ્રથમ સુપરકોમ્પ્યુટર ‘પરમ રુદ્ર’ નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

-> આ સુપરકોમ્પ્યુટર ભારત સરકારના નેશનલ સુપરકોમ્પ્યુટિંગ મિશન (NSM) હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે.

-> ક્ષમતા: આ સુપરકોમ્પ્યુટર 838 ટેરાફ્લોપ્સ (Teraflops) ની પ્રચંડ ગતિએ ગણતરી કરવાની ક્ષમતા ધરાવે છે.

-> ટેકનિકલ સ્પેક્સ: તે ઉચ્ચ સ્તરના Intel Xeon CPUs, NVIDIA A100 GPUs અને 1 પેટાબાઈટની હાઈ-સ્પીડ સ્ટોરેજથી સજ્જ છે.

-> ખર્ચ: આ પ્રોજેક્ટ અંદાજે ₹32.5 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે.

 

-: મુખ્ય ઉદ્દેશ્ય અને લાભો :-

-> સંશોધન ક્ષેત્રો: આ મશીન AI, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને હવામાનની આગાહી જેવા જટિલ ક્ષેત્રોમાં સંશોધન માટે ઉપયોગમાં લેવાશે.

-> શૈક્ષણિક લાભ: IIT પટનાના વિધાર્થીઓ અને ફેકલ્ટી ઉપરાંત પડોશી રાજ્યોની સંસ્થાઓ પણ આ આધુનિક સુવિધાનો લાભ લઈ શકશે.

-: નેશનલ સુપરકોમ્પ્યુટિંગ મિશન (NSM) ની પ્રગતિ :-

-> ડિસેમ્બર 2025 સુધીમાં ભારતમાં આ મિશન હેઠળ કુલ 37 સુપરકોમ્પ્યુટર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેની સંયુક્ત ક્ષમતા 39 પેટાક્લોપ્સ (Petaflops) થી વધુ છે. ભારતનું આગામી લક્ષ્ય 100 પેટાફલોપ્સની ક્ષમતા હાંસલ કરવાનું છે.

 

5) T20I ક્રિકેટમાં 4,000 રન પૂર્ણ કરનાર સ્મૃતિ મંધાના ભારતની કેટલામી મહિલા ખેલાડી બની છે?

– પ્રથમ

-> ભારતીય મહિલા ક્રિકેટની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ શ્રીલંકા સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી આ મેચમાં તે T20ા ક્રિકેટમાં 4,000 રનનો આંકડો પાર કરનાર ભારતની પ્રથમ અને વિશ્વની માત્ર બીજી મહિલા ક્રિકેટર બની છે.

-> ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ પછી આ માઇલસ્ટોન સુધી પહોંચનાર તે બીજી ખેલાડી છે.

-> પરંતુ મંધાનાએ આ સિદ્ધિ માત્ર 3,227 બોલમાં મેળવીને વિશ્વનો સૌથી ઝડપી રેકોર્ડ બનાવ્યો છે, જે સુઝી બેટ્સના 3,675 બોલના રેકોર્ડ કરતાં ઘણો ઓછો છે.

-> ભારતની વનડે વર્લ્ડ કપ જીત પછીની તેની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી, જેમાં તેણે 25 રન બનાવીને પોતાની આક્રમક બેટિંગ શૈલીનો પરિચય આપ્યો હતો.

 

6) PathGennie શું છે?

– PathGennie ડ્રગ રિસર્ચ માટે ભારત દ્વારા વિકસિત નવું ઓપન-સોર્સ સોફ્ટવેર છે.

-> ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે PathGennie નામનું સોફ્ટવેર બનાવ્યું છે, જે નવી દવાઓની શોધ (Drug Discovery) પ્રક્રિયાને ઝડપી અને સચોટ બનાવશે.

-> હેતુ: આ સોફ્ટવેર આગાહી કરે છે કે દવા માનવ શરીરના પ્રોટીન સાથે કેવી રીતે જોડાય છે અને છૂટી પડે છે.

-> ખાસિયતઃ તે ‘ઓપન-સોર્સ’ છે, એટલે કે વિશ્વભરના વૈજ્ઞાનિકો તેનો મફત ઉપયોગ કરી શકશે અને તેમાં સુધારો કરી શકશે.

-> કાયદોઃ તે વર્ષો સુધી ચાલતી જટિલ ગણતરીઓને ખૂબ જ ટૂંકા સમયમાં અને ચોકસાઈ સાથે પૂર્ણ કરે છે.

-> ટેકનોલોજી: આ સોફ્ટવેર અકુદરતી દબાણ વગર કુદરતી રીતે દવા અને પ્રોટીન વચ્ચેના સંપર્કનો અભ્યાસ કરે છે.

 

7) INS વાગશીર સબમરીનમાં સફર કરનાર શ્રીમતી દ્રૌપદી મુર્તુ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ છે?

– બીજા

-> રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 28 ડિસેમ્બર 2025 ના રોજ કર્ણાટકના કારવાર નેવલ બેઝ ખાતે ભારતીય નૌકાદળની અત્યાધુનિક સબમરીન INS વાગશીર માં સફર કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. આ સાથે તેઓ સબમરીન મિશનમાં જોડાનારા ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા છે.

-> ઐતિહાસિક સંદર્ભ: ડો. એ.પી.જે. અબ્દુલ કલામ (ફેબ્રુઆરી 2006) પછી સબમરીન સફર કરનારા દ્રૌપદી મુર્મુ બીજા રાષ્ટ્રપતિ છે.

-> INS વાગશીર વિશે: આ સબમરીન પ્રોજેક્ટ-75 (Project-75) હેઠળ નિર્મિત કલવરી-ક્લાસની છઠ્ઠી અને અંતિમ સબમરીન છે. તેને જાન્યુઆરી 2025 માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી.

-> સ્થળ: આ સફર કર્ણાટકના કારવાર (Karwar) નેવલ બેઝથી પશ્ચિમ સમુદ્ર કિનારે (Western Seaboard) કરવામાં આવી હતી.

-> નેતૃત્વઃ સશસ્ત્ર દળોના સર્વોચ્ય કમાન્ડર તરીકે રાષ્ટ્રપતિની સાથે નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી પણ હાજર રહ્યા હતા.

-> અનુભવ: રાષ્ટ્રપતિએ નૌકાદળનો ગણવેશ પહેરીને લગભગ બે કલાક સુધી સમુદ્રની અંદર ડૂબકી (dive) લગાવી સબમરીનની કાર્યપ્રણાલી અને નૌકાદળના જવાનોના પડકારોનો અનુભવ કર્યો હતો.

>> ગઈકાલ નું કરંટ અફેર્સ વાંચો <<

1 thought on “02 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 02 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati”

Leave a Comment