01 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 01 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

01 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 01 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati

1) IMA NATCON 2025 ની 100મી રાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં આયોજિત થઈ હતી?

– અમદાવાદ

-> કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ની 100મી રાષ્ટ્રીય કોન્ફરન્સ ‘IMA NATCON 2025’ ને સંબોધિત કરી હતી. આ ઐતિહાસિક શતાબ્દી સંમેલનમાં તેમણે ભારતના આરોગ્ય ક્ષેત્રમાં ડોક્ટરોના ફાળા અને ભવિષ્યના લક્ષ્યો વિશે ચર્ચા કરી હતી.

-: IMA NATCON 2025: મુખ્ય હાઈલાઈટ્સ :-

-> અમિત શાહે તબીબી ક્ષેત્રે ભારતની પ્રગતિના આંકડા રજૂ કરતા જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં અભૂતપૂર્વ કામગીરી થઈ છે.

-> આયુષ્માન ભારત: ગરીબોને ₹5 લાખ સુધીની મફત સારવાર અને કેટલાક રાજ્યોમાં ₹15 લાખ સુધીની સહાય મળે છે.

-> રોગોમાં ઘટાડો: સરકારી પ્રયાસોથી મેલેરિયામાં 97% અને કાલા-આઝારમાં 90% થી વધુનો ઘટાડો થયો છે.

-> ભવિષ્યનું વિઝન: અમિત શાહે 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ માટે સ્વસ્થ વસ્તી પર ભાર મૂક્યો હતો. તેમણે IMA ને તબીબી નૈતિક મૂલ્યોને આધુનિક સમય મુજબ અપનાવવા અને ‘બીમારીથી સુખાકારી’ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.

 

2) દર વર્ષે ગ્લોબલ ફેમિલી ડે ક્યારે મનાવવામાં આવે છે?

– 01 જાન્યુઆરી

-> ગ્લોબલ ફેમિલી ડે દર વર્ષે 1 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે.

-> વૈશ્વિક કુટુંબ દિવસ, જેને વિશ્વ શાંતિ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વ શાંતિ અને એકતાના હકારાત્મક સંદેશ સાથે વર્ષની શરૂઆત કરવાના ધ્યેય સાથે ઉજવવામાં આવે છે.

-> યુનાઇટેડ સ્ટેટ્સમાં, આ દિવસને વૈશ્વિક શાંતિ અને શેરિંગ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

-> 1 જાન્યુઆરી 2000 ના રોજ, તે પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો.

-> 2001 માં, યુનાઇટેડ નેશન્સ દ્વારા વૈશ્વિક કુટુંબ દિવસને વાર્ષિક ઇવેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

 

3) દર વર્ષે DRDO સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

– 01 જાન્યુઆરી

-> DRDOની રચના વર્ષ 1958માં ભારતીય સેનાના ટેકનિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (TDES) તથા ડિરેક્ટોરેટ ઓફ ટેકનિકલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન (DTDP)ને ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઈઝેશન (DSO) સાથે એકીકૃત કરીને કરવામાં આવી હતી.

-> અત્યાર સુધીમાં, સંરક્ષણ માટે DRDO બહુવિધ અત્યાધુનિક લશ્કરી તકનીકી ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે, જેમાં એરોનોટિક્સ, શસ્ત્રો, લડાઇ વાહનો, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, એન્જિનિયરિંગ સિસ્ટમ્સ, મિસાઇલ, સામગ્રી, નૌકા પ્રણાલી, અધતન કમ્પ્યુટિંગ, સિમ્યુલેશન, સાયબર, જીવન વિજ્ઞાન અને અન્ય તકનીકોનો સમાવેશ થાય છે.

-> વર્તમાનમાં, DRDO એ લગભગ 41 પ્રયોગશાળાઓ અને 05 DRDO યંગ સાયન્ટિસ્ટ લેબોરેટરીઝ (DYSLs)નું નેટવર્ક ધરાવે છે.

 

4) ઓડિશાના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?

– વરિષ્ઠ IAS અધિકારી અનુ ગર્ગ

-> વરિષ્ઠ IAS અધિકારી અનુ ગર્ગ 1 જાન્યુઆરી, 2026 થી ઓડિશાના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે કાર્યભાર સંભાળશે.

-> 1991-બેચના ઓડિશા કેડરના અધિકારી અનુ ગર્ગ, વર્તમાન મુખ્ય સચિવ મનોજ આહુજાનું સ્થાન લેશે, જેઓ 31 ડિસેમ્બર, 2025 ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.

-> ત્રણ દાયકાથી વધુનો બહોળો વહીવટી અનુભવ ધરાવતા અનુ ગર્ગ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) માં જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમજ અગાઉ રાજ્યના પ્રથમ મહિલા ડેવલપમેન્ટ કમિશનર પણ રહી ચૂક્યા છે.

-> તેમની આ નિમણૂક વહીવટી તંત્રમાં મહિલા નેતૃત્વ અને લિંગ સમાનતાના ક્ષેત્રે એક મહત્વનું સીમાચિહ માનવામાં આવે છે.

 

5) કતારમાં યોજાયેલી વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ 2025 માં ભારતના અર્જુન એરિગેસીએ કયો મેડલ જીત્યો?

– બ્રોન્ઝ

-> દોહા, કતારમાં યોજાયેલી વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ 2025 માં ભારતના અર્જુન એરિગેસીએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે અને મેગ્નસ કાર્લસને પોતાની બાદશાહત જાળવી રાખી છે.

-: અર્જુન એરિગેસીનો રેકોર્ડ :-

-> અર્જુને આ ટુર્નામેન્ટમાં બેવડો બ્રોન્ઝ મેડલ (રેપિડ અને બ્લિટ્ઝ બંનેમાં) જીતીને ઈતિહાસ રચ્યો છે.

-> વિશ્વનાથન આનંદ પછી આ બંને ફોર્મેટના પોડિયમ પર પહોંચનાર તે માત્ર બીજો ભારતીય પુરૂષ ખેલાડી બન્યો છે.

-> બ્લિટ્ઝના લીગ સ્ટેજમાં તેણે કાર્લસનને પણ હરાવ્યો હતો અને 19 માંથી 15 પોઈન્ટ મેળવી પ્રથમ રહ્યો હતો.

-: મેગ્નસ કાર્લસનની બાદશાહત :-

-> કાર્લસને 2025 માં રેપિડ અને બ્લિટ્ઝ બંનેમાં ગોલ્ડ જીતીને ‘ડબલ ક્રાઉન’ મેળવ્યું છે.

-> આ સાથે તેના નામે હવે કુલ 20 વર્લ્ડ ટાઇટલ થઈ ગયા છે.

-: ભારતની કુલ સિદ્ધિ :-

-> ભારતે કુલ ૩ બ્રોન્ઝ મેડલ સાથે વર્ષ પૂર્ણ કર્યું:

-> અર્જુન એરિગેસી: વર્લ્ડ રેપિડ અને બ્લિટ્ઝમાં 2 બ્રોન્ઝ.

-> કોનેરુ હમ્પી: વિમેન્સ વર્લ્ડ રેપિડમાં 1 બ્રોન્ઝ.

 

6) ખગોળશાસ્ત્રીઓએ કયા ટેલિસ્કોપનો ઉપયોગ કરીને તાજેતરમાં બ્રહ્માંડના સૌથી અસામાન્ય ગ્રહોમાંના એક લીંબુ અથવા રગ્બી બોલ જેવો ગ્રહ PSR J2322-2650b ને શોધી કાઢ્યો છે?

– જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ

-> ખગોળશાસ્ત્રીઓએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને બ્રહ્માંડના સૌથી અસામાન્ય ગ્રહોમાંના એક, PSR J2322-2650b ને શોધી કાઢ્યો છે.

-> નામ: PSR J2322-2650b.

-> કદ: અંદાજે ગુરુ (Jupiter) ગ્રહ જેવડો.

-> યજમાન તારો: તે એક પલ્સર (ન્યુટ્રોન તારો) ની આસપાસ ફરે છે.

-> અંતર: પલ્સરથી માત્ર 10 લાખ માઇલ દૂર (પૃથ્વી-સૂર્યના અંતરના માત્ર 1% જેટલું).

 

-: આકાર અને ભ્રમણકક્ષા: :-

-> આકાર: પલ્સરના પ્રચંડ ગુરુત્વાકર્ષણને કારણે તે ખેંચાઈને લીંબુ અથવા રગ્બી બોલ જેવો લંબગોળ બની ગયો છે.

-> ટૂંકું વર્ષ: આ ગ્રહ તેની ભ્રમણકક્ષા માત્ર 7.8 કલાકમાં પૂર્ણ કરે છે. એટલે કે ત્યાં એક વર્ષ પૃથ્વીના એક કાર્યકારી દિવસ (Workday) કરતા પણ ટૂંકું છે.

 

-: વાતાવરણ અને તાપમાન: :-

-> તાપમાન: સપાટીનું તાપમાન અંદાજે 2,040°C (3,700°F) છે, જે શુક્ર (Venus) કરતા 4 ગણું વધારે છે.

-> બંધારણ: તેનું વાતાવરણ મુખ્યત્વે હિલિયમ અને કાર્બનનું બનેલું છે. તેમાં ઓક્સિજન કે નાઇટ્રોજનનો અભાવ છે.

-> હીરાનો વરસાદ: વૈજ્ઞાનિકો માને છે કે અહીં કાર્બનના વાદળો હોઈ શકે છે, જે પ્રચંડ દબાણ હેઠળ ગ્રહની અંદર હીરા (Diamonds) માં ફેરવાઈ શકે છે.

 

-: વૈજ્ઞાનિક મહત્વ: :-

-> પલ્સર દ્વારા ઉત્સર્જિત થતા ગામા કિરણો ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ (JWST) માટે અવરોધ બનતા નથી, જેના કારણે ગ્રહના વાતાવરણનો અત્યંત સ્પષ્ટ ડેટા મળી શક્યો છે.

 

7) 2026–2029 માટે BWF એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોણ પસંદ થયા છે?

– પીવી સિંધુ

-> પીવી સિંધુ વર્ષ 2026 થી 2029 સુધી BWF એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. તેઓ વર્ષ 2020 થી BWF ના ‘ઇન્ટિગ્રિટી એમ્બેસેડર’ તરીકે પણ કાર્યરત છે.

-> અધ્યક્ષ તરીકે તેઓ BWF કાઉન્સિલના સભ્ય બનશે, જે બેડમિન્ટનની નીતિ ઘડતરમાં ખેલાડીઓનો પક્ષ રજૂ કરવામાં મદદ કરશે.

-> તેઓ વર્ષ 2017 થી આ કમિશન સાથે જોડાયેલા છે અને અગાઉના અધ્યક્ષ ગ્રેસિયા પોલીનું સ્થાન લેશે.

-> નેધરલેન્ડની ડેબોરા જીલે ડેપ્યુટી ચેર તરીકે જ્યારે ભારતની પેરા-બેડમિન્ટન ટીમના અબુ હુબૈદા સભ્ય તરીકે સેવા આપશે.

-> મુખ્ય ઉદ્દેશ્ય: વિશ્વભરના ખેલાડીઓના હિતોનું રક્ષણ કરવું અને રમતની નિષ્પક્ષતા જાળવવી.

 

8) પ્રખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે કયા રાજ્યના નીલાદ્રી બીચ પર રેતી અને સફરજનનો ઉપયોગ કરીને વિશ્વનું સૌથી મોટું સાન્ટા કલોઝનું શિલ્પ બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે?

– ઓડિશા

-> પ્રખ્યાત રેતી કલાકાર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા સુદર્શન પટનાયકએ ઓડિશાના પુરી સ્થિત નીલાદ્રી બીચ પર રેતી અને સફરજનનો ઉપયોગ કરીને વિશ્વનું સૌથી મોટું સાન્ટા ક્લોઝનું શિલ્પ બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે.

-> વર્લ્ડ રેકોર્ડ: આ શિલ્પને ‘વર્લ્ડ રેકોર્ડ્સ બુક ઓફ ઇન્ડિયા’ દ્વારા સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.

-> સામગ્રી: આ અનોખું શિલ્પ બનાવવા માટે અંદાજે 1.5 ટન સફરજન અને પુષ્કળ પ્રમાણમાં રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

-> Dimensions: લંબાઈ: 60 ફૂટ, પહોળાઈ: 45 ફૂટ, ઊંચાઈ: 22 ફૂટ

-> સંદેશ: આ કલાકૃતિમાં સાન્ટા ક્લોઝના હાથમાં ગ્લોબ બતાવવામાં આવ્યો છે, જે વિશ્વ શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપે છે.

1 thought on “01 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ | 01 January 2026 Current Affairs Gujarati | Daily Current Affairs Gujarati”

Leave a Comment